Connect with us

વિશ્વ

ફીમેલ ઓબામાં તરીકે ઓળખાતી અને ભારતીય માતાની દીકરી કમલા હેરીસ શું આપી શકશે ટ્રમ્પને ટક્કર ?

Published

on

અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ પણ ઝૂકાવશે…એવું જાણવા મળી રહ્યું છે.કમલાનું નામ ભારતીય છે જયારે તેમની માતા પણ મૂળ ભારતીય છે અને પિતા આફ્રિકન છે.કમલા હેરિસના માતા શ્યામલા ગોપાલનનો જન્મ ભારતમાં થયો હતો, જ્યારે તેમના પિતા ડોનાલ્ડ હેરિસનો જન્મ જમૈકામાં થયો હતો.તેઓ બ્રેસ્ટ કેન્સરના સ્પેશ્યલિસ્ટ છે. કમલાના પિતા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. કમલાની એક બહેન પણ છે,જેનું નામ પણ માયા એવું ભારતીય રખાયું છે.કમલા હેરીસ અશ્વેત વારસો ધરાવે છે.એટલે જ તેને કેટલાક લોકો ફીમેલ ઓબામાં તરીકે ઓળખવામાં આવે છે.

અમેરિકામાં બરાક ઓબામા પ્રમુખ બન્યા ત્યારે ઇતિહાસ રચાયો હતો. કારણ કે અશ્વેત પિતા અને શ્વેત માતાનો પુત્ર અમેરિકામાં સર્વોચ્ચ સ્થાને પહોંચી શક્યો હતો. અમેરિકામાં દેશભરના લોકો વસ્યા છે.એમના જ એક કમલા હેરીસ તેમને બંધ બેસતા આવે છે.કેમ્પેઈન સૂત્ર પ્રમાણે તેઓએ કમલા હેરીસ:ફોર ધ પીપલ એવું રાખવામાં આવ્યું છે.તેઓએ સરળતાથી સમજી શકાય તેવો એક નાનકડો વિડીયો પણ વાયરલ કર્યો છે.

અમેરિકામાં કેટલાક  મહત્વના મુલ્યો જેમકે,સત્ય, ન્યાય, સંસ્કાર, સમાનતા, સ્વાતંત્ર્ય, લોકતંત્ર. આ મૂલ્યો સામે સવાલ ઊભો થયો છે. અને તેની સામે લડત આપવા માટે તમે સૌ અગત્યના છો અને તેથી જ હું પ્રમુખપદ માટે દાવેદારી કરવાનું છે. એમ કમલા હેરિસ વિડિયોમાં કહી રહ્યા છે. આમ સામાન્ય લાગતી આ વાત દ્વારા તેમણે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન સામે સવાલો ઊઠાવ્યો છે.

ટ્રમ્પ અમેરિકાને ફરી ગ્રેટ બનાવવાની વાત કરી રહ્યા છે, પણ તેમની દૃષ્ટિ સંકુચિત અને ઇમિગ્રન્ટ્સ વિરોધી છે. તેઓ અમેરિકાને ગ્રેટ બનાવનારા મૂલ્યોને જ તોડી રહ્યા છે તેવી છાપ ઊભી થઈ રહી છે, ત્યારે તે મુદ્દાને જ કમલા હેરિસ પોતાના પ્રચારનો મુખ્ય મુદ્દો બનાવવા માગે છે.આઠ વર્ષ બરાક ઓબામાનું શાસન રહ્યું અને હવે ૨૦૨૦,૨૦૨૪માં લાગી રહ્યું છે કે અમેરિકા હવે મહીલા પ્રમુખ માટે પણ તૈયાર છે.

 

આ પહેલા હિલેરી ક્લિન્ટને જોરદાર લડત પણ આપી, પરંતુ જીતી શક્યા નહિ.વિશ્વની મહાસત્તા ધરાવતો દેશ જેમાં રાષ્ટ્રપતિની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં મહિલાઓ એ મહત્વના ઉમેદવારો બનશે એવી માહિતી મળી રહી છે.ત્યારે ભારતીયો માટે એક રસનો વિષય કે ચર્ચાનો વિષય બની રહેશે કે અમરિકાની ચૂંટણીના ઉમેદવારોમાં ત્રણ મહિલાઓ છે જે મહિલા દાવેદારમાં એવા નામ છે જે આડકતરૂ કનેક્શન છે.

તુલસી ગબાર્ડ, કમલા હેરિસ અને નિકી હેલી આ ત્રણેય નામોને કારણે ભારતમાં ચર્ચા થતી રહેશે. કમલા હેરિસે કેમ્પેઈન નામ ફોર ધ પીપલ આપ્યું છે પણ તેના પરથી તેઓ સરકારી વકીલ છે તે વાત પણ સ્પષ્ટ થાય છે.કમલા હેરિસને ઓબામાને ટેકો આપનારા જૂથોનો ટેકો મળી શકે છે, કેમ કે તેમની ઓળખ આફ્રિકન પણ છે.દાવેદારી પ્રમાણે 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ફરી એકવાર મહિલા ઉમેદવાર મેદાનમાં હશે.પોતાના પક્ષમાં આંતરિક દાવેદારી નોંધાવી છે. હવે પ્રાઇમરી શરૂ થશે તેમાં તેમણે જીતવું પડશે. પોતાના પક્ષમાં સમર્થન મેળવ્યા પછી 2020માં ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો કરવાનો રહેશે. શું એવું થશે ખરું કે અમેરિકામાં 2020ની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો આમનેસામને હોય? શું એવું શક્ય બનશે ખરું કે બંને મહિલા ઉમેદવારોનું વળી કશુંક ભારતીય કનેક્શન પણ હોય?ત્યારે ભારતમાં પણ લોકસભા ચૂંટણીનો માહોલ તૈયાર થઈ ગયો છે એટલે કદાચ એવું બને કે ભારતમાં દેશની અને અમેરિકાની ચૂંટણીની પણ એટલી જ ઉત્સુકતા હોય.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

વિશ્વ

શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે આજે મતદાન, આ ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે

Published

on

Voting today to elect a new president in Sri Lanka, is a contest between these candidates

શ્રીલંકામાં ચાલી રહેલા સંકટ વચ્ચે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બુધવારે ત્રિકોણીય મુકાબલો થવાની સંભાવના છે. વિક્રમસિંઘે, અલ્હાપેરુમા અને ડાબેરી જનતા વિમુક્તિ પેરામુના નેતા અનુરા કુમારા ડિસનાયકે મંગળવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારો તરીકે ધારાસભ્યો દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. શ્રીલંકાની સંસદ 44 વર્ષમાં પ્રથમ વખત ત્રિકોણીય હરીફાઈમાં સીધી રીતે રાષ્ટ્રપતિની પસંદગી કરશે. જેમાં છેલ્લી ઘડીની રાજકીય દાવપેચ દેખરેખ પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે ઉપર દુલ્લાસ અલ્હાપેરુમાની લીડ દર્શાવે છે. તેમને વિપક્ષી પાર્ટીઓ તેમજ તેમના પિતૃ પક્ષના મોટાભાગના સાંસદોનું સમર્થન છે.

Voting today to elect a new president in Sri Lanka, is a contest between these candidates
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળી શકે છે. ગયા અઠવાડિયે ભારે જનઆક્રોશ વચ્ચે ગોટાબાયા રાજપક્ષે દેશ છોડ્યા પછી શ્રીલંકા ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિની પસંદગી કરશે. એસએલપીપીના પ્રમુખ જી એલ પીરીસે જણાવ્યું હતું કે, સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી) પાર્ટીના મોટાભાગના સભ્યો પ્રમુખપદ માટે તૂટેલા જૂથના નેતા અલ્હાપેરુમાને પ્રમુખ અને અગ્રણી વિપક્ષી નેતા સજીથ પ્રેમદાસાને વડાપ્રધાન તરીકે પસંદ કરવાના પક્ષમાં હતા.
જોકે, અહીંના વિશ્લેષકો માને છે કે 73 વર્ષીય વિક્રમસિંઘે આગળ છે. શાસક એસએલપીપીના સમર્થન વિના, વિક્રમસિંઘેને સફળતા મળશે નહીં કારણ કે તેમની પાસે સંસદમાં માત્ર તેમની બેઠક છે. રાજકીય રીતે મહત્વપૂર્ણ પગલામાં, મુખ્ય વિરોધ પક્ષના નેતા SJB પ્રેમદાસાએ મંગળવારે અલ્હાપેરુમાને તેમનો ટેકો આપ્યો. અલ્હાપેરુમાએ પ્રેમદાસાને સમર્થન આપવા અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી ખસી જવા બદલ આભાર માન્યો. બાદમાં, અલ્હાપેરુમા અને પ્રેમદાસાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં હાજરી આપી હતી.

Voting today to elect a new president in Sri Lanka, is a contest between these candidates
મીડિયા અનુસાર, અલ્હાપેરુમાની તરફેણમાં અન્ય વિકાસમાં, શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (SLFP) એ ચૂંટણીમાં તેમને મત આપવાનો નિર્ણય કર્યો છે. TPA નેતા સાંસદ મનો ગણેશને જણાવ્યું હતું કે તમિલ પ્રોગ્રેસિવ એલાયન્સ (TPA) એ પણ સર્વસંમતિથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અલ્હાપેરુમાને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા મુસ્લિમ કોંગ્રેસ (SLMC) અને ઓલ સિલોન મક્કલ કોંગ્રેસ (ACMC) એ પણ અલ્હાપેરુમાને મત આપવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, વિક્રમસિંઘેને લોકપ્રિય ‘અરગાલય’ સરકાર વિરોધી ચળવળમાંથી સમર્થન મળ્યું નથી.

અરાગલ્યાના નેતા હરિન્દા ફોનસેકાએ કહ્યું કે, “અમે રાનિલ વિક્રમસિંઘેને રાષ્ટ્રપતિ પદના કાયદેસરના ઉમેદવાર તરીકે નકારી કાઢીએ છીએ.” જો કે, સૌથી નિર્ણાયક પરિબળ જે વિક્રમસિંઘે તરફ દોરી શકે છે તે છે SLPP સાંસદોની વ્યક્તિગત અસુરક્ષા. તેમાંથી 70 થી વધુ લોકોએ આગચંપી અને હુમલાનો સામનો કર્યો અને એક માર્યો ગયો.

Voting today to elect a new president in Sri Lanka, is a contest between these candidates
કુસલ પરેરાએ કહ્યું, ‘સૌથી નિર્ણાયક પરિબળ વ્યક્તિગત સુરક્ષા હશે. જેમના ઘરોને નુકસાન થયું નથી તેઓને પણ ભય છે કે તેઓ જોખમમાં છે. તેમને એવા વ્યક્તિની જરૂર છે જે મક્કમ નિર્ણયો લઈ શકે. તેમણે કહ્યું કે વિક્રમસિંઘેએ સુરક્ષાની સ્થિતિને પહેલાથી જ નિયંત્રણમાં લાવવા માટે પૂરતો ઈરાદો દર્શાવ્યો છે. વિક્રમસિંઘેના મુખ્ય સહયોગી વજીરા અબેવર્દનેએ દાવો કર્યો હતો કે રખેવાળ પ્રમુખ 125 મતોથી વિજેતા બનશે. દરમિયાન, SLPP પ્રમુખ પીરીસે કહ્યું કે તેમની પાર્ટીની બહુમતી અલ્હાપેરુમાને પ્રમુખ તરીકે નિયુક્ત કરવાના પક્ષમાં છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે, ઉમેદવારોને ચૂંટાવા માટે અડધાથી વધુ મતોની જરૂર હોય છે. જો કોઈ આ મર્યાદાને ઓળંગે નહીં, તો ઓછામાં ઓછું સમર્થન ધરાવતા ઉમેદવારને દૂર કરવામાં આવશે. ત્યારપછી તેના મતોની બીજી પસંદગી પ્રમાણે વહેંચણી કરવામાં આવશે. એટલે કે બાકીના બે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.

Continue Reading

વિશ્વ

ઓસ્ટ્રેલિયામાં માત્ર 6 વર્ષમાં જ ભારતીયોની સંખ્યા 48 ટકા વધી!

Published

on

The number of Indians in Australia has increased by 48% in just 6 years!

ઓસ્ટ્રેલિયામાં ભારતીયોની વસતી સૌથી ઝડપથી વધી રહી છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી આંકડાથી આ ખુલાસો થયો છે. 2016 બાદ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકોની વસતી 48% વધી છે. તાજેતરની વસતીગણતરી મુજબ 1 જૂન, 2021ની સ્થિતિએ ઓસ્ટ્રેલિયામાં વિદેશમાં જન્મેલા 6,73,352 લોકો રહેતા હતા, જે સંખ્યા 2016ના 4,55,389થી 47.86% વધુ છે. વિદેશમાં જન્મેલા આ લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે વધી છે. ભારત ચીન-ન્યૂઝીલેન્ડને પાછળ છોડીને ઓસ્ટ્રેલિયા-બ્રિટન બાદ ત્રીજા ક્રમે આવી ગયું છે.

The number of Indians in Australia has increased by 48% in just 6 years!

ઓસ્ટ્રેલિયાની લગભગ અડધી (48.6%) વસતી એવી છે કે જેમનાં માતા-પિતામાંથી કમસે કમ કોઇ એક વિદેશમાં જન્મ્યાં હતાં. 2017ની વસતીગણતરી બાદ દેશમાં 10,20,007 વસાહતીઓ આવીને વસ્યા છે. સૌથી વધુ વિદેશીઓ ભારતથી આવ્યા છે. તેમની સંખ્યામાં 2,17,963નો વધારો થયો છે. બીજી સૌથી વધારે વૃદ્ધિ નેપાળના લોકોની છે, જે બમણીથી પણ વધુ (123.7%) છે.

The number of Indians in Australia has increased by 48% in just 6 years!

2016 બાદ નેપાળથી 67,752 લોકો ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. પહેલીવાર અડધાથી પણ ઓછા ઓસ્ટ્રેલિયનોએ (44%) પોતાને ખ્રિસ્તી ગણાવ્યા છે. 50 વર્ષ પહેલાં આવા લોકોની સંખ્યા 90% હતી. જોકે, હજુ પણ ખ્રિસ્તી ધર્મ ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો ધર્મ છે. હિન્દુઓની વસતી 2.7% છે જ્યારે 39% લોકો એકેય ધર્મમાં નથી માનતા. આવા લોકો 9% વધ્યા છે.

Continue Reading

વિશ્વ

અમેરિકામાં લૂંટના ઇરાદે આવેલા ઈસમેં ભારતીયની કરી હત્યા

Published

on

An Indian man was killed in a robbery in the United States

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મૂળ આણંદના વતનીની પોઇન્ટ બ્લેન્કથી ગોળી ધરબીને હત્યા કરવામાં આવી છે. લૂંટના ઈરાદે ત્રાટકેલા શખસોએ ગુજરાતી યુવકની હત્યા કરી છે, જેને લઈ આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને લઈ મૃતકનાં પરિવારજનો અમેરિકા જવા રવાના થયાં છે.

આ ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર, આણંદ જિલ્લાના મૂળ સોજીત્રાના વતની પ્રેયસ પટેલ છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. ત્યારે અમેરિકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વિનિયન્સ સ્ટોરમાં તેઓ બુધવારે રાત્રે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા શખસોએ ગોળીઓ વરસાવી હતી, જેમાં બે કામદાર મોતને ભેટ્યા હતા. આ અંગે ઘટનાની જાણ થતાં ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોક પર કન્વિનિયન્સ સ્ટોર પર પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં સ્ટોરની અંદર બે લોકો બંદૂકની ગોળીઓથી પીડાતા હતા. જોકે સારવાર મળે એ પહેલાં જ તેમનાં મોત થયાં હતાં. આ મૃતક યુવકમાં એક મૂળ આણંદનો વતની પ્રેયસ પટેલ હોવાનું સામે આવ્યું હતું તેમજ એક લોગન એડવર્ડ થોમસ હોવાનું સામે આવ્યું છે.

An Indian man was killed in a robbery in the United States

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ક્લીન ક્રિક પાર્કવેના 1400 બ્લોકમાં રાત્રે 11:50 વાગ્યાની આસપાસ અધિકારીઓએ એક શંકાસ્પદ પરિસ્થિતિનો જવાબ આપ્યો હતો. આ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે, જ્યાં કોઈ અજાણ્યા લૂંટારા દ્વારા 7 ઇલેવન નામની દુકાનમાં બે વ્યક્તિની ગોળી મારી હત્યા કરી દીધી હોવાની જાણકારી આપવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.

An Indian man was killed in a robbery in the United States

વધુમાં જણાવતાં સ્થાનિક પોલીસવડાએ કહ્યું હતું કે પોલીસ જ્યારે પહોંચી ત્યારે લૂંટારાએ બે લોકોને બંદૂકની ગોળીથી ઘાયલ કર્યા હતા, જેમાં ઇજાગ્રસ્તોનું ઘટનાસ્થળ પર મૃત થયું હોવાનું ડોક્ટર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. બાદમાં તેમની ઓળખ યોર્કટાઉનના 52 વર્ષીય પ્રેયસ પટેલ અને ન્યૂપોર્ટ ન્યૂઝના 35 વર્ષીય લોગન એડવર્ડ થોમસ હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનાં મૃત્યુ થયાં હતાં. હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડનો સિલસિલો શરૂ કરી દેવામાં આવ્યો છે.

An Indian man was killed in a robbery in the United States

પોલીસ વિભાગનું કહેવું છે કે પોલીસવડા સ્ટીવ ડ્રૂ ગોળીબારની ઘટનાની માહિતી મેળવવા પ્રયત્ન કરશે. સમગ્ર ઘટના અંગે પોલીસનું માનવું છે કે એક વ્યક્તિએ સ્ટોરમાં હાજર બંને પીડિતોને ગોળી મારી હતી. તપાસકર્તાઓનું કહેવું છે કે ત્યાં સર્વેલન્સ વીડિયો છે, જેને તેઓ હાલમાં ગોળીબારના સંદર્ભમાં મુખ્ય પુરાવા રીતે જોઈ રહ્યા છે અને એનો ઝીણવપૂર્વક અભ્યાસ કરી આખો ઘટનાક્રમ પર તપાસ કરી રહ્યા છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending