Connect with us

કોરોના

ગૃહમંત્રી શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ,ટ્વીટ કરીને આપી જાણકારી

Published

on

દેશમાં કોરોના કહેર યથાવત છે નેતાથી લઇ અભિનેતાઓ કોરનાની ચપેટમાં આવી ગયા છે,ત્યારે અમિત શાહ કોરોના સામેના યુદ્ધમાં જીતીને હેમખેમ બહાર આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

જે બાબતની જાણકારી તેમણે ટ્વિટર પર શેર હતી, સાથે જ તેમનો ઉપચાર કરવા વાળા તમામ ડોક્ટર્સ અને પેરમેડિકલ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.આપણે સૌવ જાણીએ છે કે અમુક દિવસો પહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો હતો, જેને લઈને તેમના સમર્થકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ હતી.

જો કે થોડા દિવસો પહેલા જ અમિત શાહના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાની અફવા ફેલાઈ હતી, જેને ગૃહ મંત્રાલય દ્વારા નકારવામાં આવી હતી, પણ આજે તેમણે પોતે ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી.

 

આપણે સૌવ જાણીએ છે કે દિલ્હીમાં કોરોનાના સતત વધતાં કેસો વચ્ચે અમિત શાહે પોતે કોરોના સામેની લડતની કમાન સંભાળી હતી. તેમણે પોતે દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવા પર બહાર મૂક્યો હતો અને તે માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને અન્ય તમામ ઉચ્છાધિકારીઓ સાથે સિલસિલેવાર બેઠકો યોજી હતી.

આ જ ઘટનાક્રમમાં તેઓ સંક્રમિત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેં બાદ તેમનો રિપોર્ટ પોજીટીવ આવતા મેદાન્તામાં ભરતી કરાયા હતા.

કોરોના

મહિલા ખાઈ રહી છે ફાયરબોલ્સ: આઈપીએસ બોલ્યા કોરોનાથી બચવાનો છેલ્લો ઉપાય

Published

on

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તેણે પ્લેટમાં કંઈક એવું રાખ્યું છે, જે અગ્નિના ગોળા જેવું લાગે છે. વિડિઓમાં, તમે જોશો કે સ્ત્રી ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાઈ રહી છે.

કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દરેક જગ્યાએ લોકો કોરોના સામે સાથે સંઘર્ષ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓને ન તો બેડ મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ઓક્સિજનને લઇને સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં, કોરોના પોઝિટિવ આવતા લોકો ઘરે રહીને પોતાને ઇલાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે લોકો કોરોનાનાં લક્ષણો બતાવી રહ્યાં છે તે તરત જ ઘરેલું ઉપચાર શરૂ કરી રહ્યા છે.

તેવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ખુરશી પર બેઠેલી છે અને તે ચમચી વડે એક પછી એક આ ફાયરબોલ્સ ખાય છે. આ વીડિયો આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ‘સ્ટીમ લીધા પછી, મીઠાના પાણીથી કોગળા કર્યા પછી, હળદરનું દૂધ પીધા પછી, રોજ ગરમ પાણી પીધા પછી, આ છેલ્લો ઉપાય બાકી છે. કોરોના જીવતો ભસ્મ થઇ જશે.’. સાથે જ તેમણે એમ પણ લખ્યું છે કે તમે લોકોએ આ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, ફક્ત વેક્સિન લો.

Continue Reading

કોરોના

સીઆઈએસસીઈ બોર્ડે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી

Published

on

કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આ અગાઉ બોર્ડના નોટિફિકેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી.

ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકવા નથી માગતા, બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. તો વળી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ભાગ લઈ શકશે. સીઆઈએસસીઇ બોર્ડે કહ્યું હતું કે વર્ગ 12 ની પરીક્ષાઓ ઓફલાઇન પછીથી લેવામાં આવશે. આ માટે જૂનની તારીખમાં જાહેરાત કરી શકાય છે.

સીઆઈએસસીઇ બોર્ડની 10 મી પરીક્ષા 04 મેથી શરૂ થવાની હતી. છેલ્લુ પેપર 07 જૂને યોજાવાનું હતું. જ્યારે 12 માંની પરીક્ષા 8 એપ્રિલથી ચાલુ થવાની હતી અને 18 જૂનના રોજ તેનું સમાપન થવાનું હતું. સીઆઈએસસીઇ બે બોર્ડથી બનેલુ છે. આ અંતર્ગત આઈસીએસઇ બોર્ડ દ્વારા દસમું અને આઈએસસી બોર્ડ હેઠળ 12 માની પરીક્ષા લેવામાં આવે છે.

Continue Reading

કોરોના

દેશમાં લોકડાઉન લાગ્યું તો નુકસાન થશે: BofA Securities

Published

on

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.

હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending