Connect with us

બોલીવુડ

અંકિતા લોખંડે તેમની ગર્લ ગેંગ સાથે પૂલ પાર્ટી કરતી જોવા મળી.

Published

on

ભવ્ય લગ્ન સમારોહ પછી ટેલિવિઝન અભિનેત્રી અંકિતા લોખંડે આખરે તેના જીવનના પ્રેમ વિકી જૈનની પત્ની બની છે. અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બર 2021 ના ​​રોજ વિકી જૈન સાથે ભવ્ય રીતે લગ્ન કર્યા અને તે કાયમ માટે તેની બની ગઈ. હવે અંકિતા લોખંડે તેના નવા પરિણીત જીવનની દરેક ક્ષણનો આનંદ માણી રહી છે. લગ્ન પછી તેણીએ તેના જન્મદિવસ તેના પતિ વિકી જૈન સાથે ઉજવ્યો, પછી ક્રિસમસ અને હવે નવું વર્ષ પણ ખૂબ ધમાકેદાર રહ્યું.

અંકિતા લોખંડે પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તતેણી તેના ફેન્સની વચ્ચે પોતાના સુંદર ફોટાઓ અને વીડિયો શેર કરતી રહે છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. લગ્ન પછી અંકિતા લોખંડે ન્યૂ યર સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. ભલે તેના પગમાં પ્લાસ્ટર હોય, પણ તેમ છતાં તે તેની ગર્લ ગેંગ સાથે ખૂબ જ અવાજ કરતી જોવા મળી હતી.

આ સમય દરમિયાન, અંકિતા લોખંડેના કેટલાક ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે તેની ગર્લ ગેંગ સાથે પૂલ પાર્ટી કરતી જોઈ શકાય છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે, અંકિતા લોખંડે તેના મિત્રો સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં અંકિતા લોખંડે અને તેની ગર્લ ગેંગ તમામ સ્વિમસૂટ પહેરેલી જોવા મળે છે.

અંકિતા લોખંડેની વાત કરીએ તો અભિનેત્રી પિંક કલરનો સ્વિમસૂટ પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તેનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. સ્વિમસૂટમાં અંકિતા લોખંડેનો લુક એકદમ બોલ્ડ લાગી રહ્યો હતો. અંકિતા લોખંડેની આ ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

અંકિતા લોખંડે તેની ગર્લ ગેંગ સાથે પૂલ પાર્ટી કરતી જોવા મળી હતી અને તેમણે તેના મિત્રો સાથે ઘણા પોઝ પણ આપ્યા હતા. અંકિતા લોખંડે દર્શકોનું મનોરંજન કેવી રીતે કરવું તે સારી રીતે જાણે છે. તે ઘણીવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફની વીડિયો દ્વારા લોકોનું મનોરંજન કરતી જોવા મળે છે.

અંકિતા લોખંડેના પરિવાર અને મિત્રોએ મોડી રાત સુધી સાથે મળીને ઉજવણી કરી હતી. આમાંની એક ફોટામાં તમે બધા જોઈ શકો છો કે, અંકિતા લોખંડેના ત્રણ મિત્રો તેને પોતાના હાથમાં લઈ જતા જોવા મળે છે. બાકીના તમામ ફોટામાં તમે જોઈ શકો છો કે, દરેક લોકો ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.

આ ફોટાઓમાં જોઈ શકો છો કે, અંકિતા લોખંડે અને તેમની ગર્લ ગેંગ તમામ સ્વિમસૂટ પહેરેલી જોવા મળી રહી છે. તે જ સમયે, અંકિતા લોખંડેની ગ્લેમરસ સ્ટાઈલ પિંક કલરના સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. આ બધા ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તેના ફોટાઓ પર ફેન્સ ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. બિકીની લૂકમાં બહુમુખી બેબ બની ગયેલી અભિનેત્રીના આ લુકના દરેક લોકો વખાણ કરી રહ્યા છે.

અંકિતા લોખંડેએ મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા પર માત્ર એક ખાસ પોસ્ટ જ નથી શેર કરી, પણ પરિવાર અને મિત્રો સાથે ઉગ્ર ઉજવણી પણ કરી.

આ સુંદર ફોટા જોયા પછી લાગે છે કે, અંકિતા લોખંડેનું નવું વર્ષ ખૂબ જ શાનદાર રહ્યું છે.

આ ફોટામાં અંકિતા લોખંડે હસતી જોવા મળી રહી છે. અંકિતા લોખંડેની આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સ ફોટા પર સતત કોમેન્ટ કરીને અંકિતાની સુંદરતાના વખાણ કરતા થાકતા પણ નથી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

બોલીવુડ

દીપિકાની આ હમશકલને જોઈને રણવીર પર ચક્કર ખાઈ જશે! ફોટોસ સોશિયલ મીડિયામાં થયા વાઇરલ

Published

on

Ranveer will be dizzy after seeing Deepika's humshakal! The photos went viral on social media

બોલીવુડની અનેક હસ્તીની આપણે હમશકલ જોઈ હશે. જેમ કે કેટરીના કૈફ, સલમાન ખાન, ઋત્વિક રોશન. આ બધામાં બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણની હમશકલના ફોટોઝ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યાં છે. રિજુતા ઘોષ ગેબ નામની આ યુવતીને જોઈને ચાહકો પણ મૂંઝવણમાં છે, કારણ કે તે હુબહુ દીપિકા પાદુકોણ જેવી જ દેખાય છે.

Ranveer will be dizzy after seeing Deepika's humshakal! The photos went viral on social media

રિજુતાના ફોટાને સોશિયલ મીડિયામાં લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે રિજુતા એક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. પ્રશંસકોએ રિજુતાના ફોટા જોતાની સાથે જ તેની પોસ્ટ પર બધા તેને દીપિકાની લુકલાઈક કહી રહ્યા છે અને કેટલાક તેને દીપિકા પાદુકોણ વર્ઝન 2.0 કહી રહ્યા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે રણવીર સિંહ પણ રિજુતાને જોઈને દીપિકા હોવાનું સમજીને ભૂલ ખાઈ શકે છે.

Ranveer will be dizzy after seeing Deepika's humshakal! The photos went viral on social media

પીકુ સ્ટાર સાથે રિજુતાની અસાધારણ સામ્યતાની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે, જેણે દરેક લોકો મુંઝવણમાં મુકાયા છે. નેટીઝન્સે દીપિકાના પતિ રણવીર સિંહને પણ ઘણી કમેન્ટ્સમાં ટેગ કર્યા હતા અને તેમને દીપિકાની ડુપ્લિકેટની નોંધ લેવા કહ્યું હતું.

Continue Reading

બોલીવુડ

એ દોરનો હીરો… જેની સફેદ કારને છોકરીઓએ કિસ કરીને કરી નાખી હતી લાલ

Published

on

The hero of the series...whose white car was turned red by kissing girls

ભારતીય સિનેમાના પહેલાં સુપરસ્ટાર કહેવાતા રાજેશ ખન્નાની આજે 10મી પુણ્યતિથિ છે. બોલીવુડના આ સુપરસ્ટારે 18 જુલાઈ 2012માં દુનિયાને અલવિદા કહ્યું હતું. રાજેશ ખન્નાનું સાચું નામ જાતિન થન્ના હતું. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1942માં અમૃતસરમાં થયો હતો. પોતાના કરિયરમાં એકથી એક ચઢિયાતી ફિલ્મ આપનારા રાજેશ ખન્નાની પ્રોફેશનલ લાઈફ જેટલી સારી રહી તેટલી તેમની પર્સનલ લાઈફ નથી રહી.

The hero of the series...whose white car was turned red by kissing girls

બાબૂમોશાય, જિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં…એક્ટર રાજેશ ખન્નાએ પણ કંઈક આવી જ રીતે જીવન જીવ્યું છે. ભારતીય સિનેમાના પહેલાં સપરસ્ટાર ગણાતા રાજેશ ખન્નાએ ફિલ્મી પડદા પર જેટલું રોમાન્સ કર્યું તેમની રિયલ લાઈફ તેનાથી સાવ અલગ રહી. રાજેશ ખન્નાનું અંજૂ મહેંન્દ્રૂથી લઈને ટીના મુનીમ સુધી અનેક સાથે અફેયર રહ્યું હતું. પરંતુ તેમને એક્ટ્રેસ ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કર્યા બાદ તેમની જીંદગી શાંતિથી પસાર ન થઈ. દરરોજ થતાં ઝઘડાથી કંટાળીને પત્ની પોતાના બંને બાળકોને લઈને ઘરેથી જતી રહી અને પછી ક્યારેય પાછી ન આવી. જો કે, આ બંનેએ ક્યારેય એકબીજાને તલાક ન આપ્યા. પોતાની સ્ટાઈસ અને અનોખા અંદાજ માટે ફેમસ રાજેશ ખન્નાની ઝલક ડિમ્પલ અક્ષય કુમારના પુત્ર આરવ ભાટિયામાં જુએ છે.

The hero of the series...whose white car was turned red by kissing girls

તમને જણાવી દઈએ કે, ડિમ્પલ કપાડિયાએ થોડા વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં પતિ રાજેશ ખન્ના અને આરવ ભાટિયા વચ્ચેની સમાનતાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આરવ એકદમ તેના નાના જેવો છે. તેમની જેમ જ તે વધારે વાત નથી કરતો. કહ્યું કે, જ્યારે હું ક્યાંય બહાર જવા માટે તૈયાર થઉં છું તો આરવ મને જોઈને મોઢું ફેરવીને કહે છે કે, નાની તમે ખુબ જ સુંદર લાગો છો.

The hero of the series...whose white car was turned red by kissing girls

રાજેશ ખન્ના અને અંજૂ મહેન્દ્રૂ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. રાજેશ ખન્ના અંજુ મહેન્દ્રૂ પર પૈસા વાપરવામાં પાછળ નહોતા હટતા. બંને લગભગ 10 દિવસ સુધી લિવ ઈનમાં રહ્યા હતા. ત્યારે દરેકને એવું લાગતું હતું કે, આ કપલ લગ્ન કરશે. પણ રાજેશ ખન્નાએ એક દિવસ અચાનક ડિમ્પલ કપાડિયા સાથે લગ્ન કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.

એક એવો સમય પણ આવ્યો જ્યારે બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝના પહેલાં સુપરસ્ટારી ઘણી ફિલ્મો ફ્લોપ રહી હતી. પરંતુ તેમની ફિલ્મ આરાધનાએ તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ ફિલ્મથી તેઓ યુવા દિલોની ધડકન બની ગયા હતા. અને નિર્દેશકોની પહેલી પસંદ બન્યા હતા. આરાધના બાદ રાજેશ ખન્ના બોલીવુડમાં રોમેન્ટિંક એક્ટર માટેના સૌથી મોટા ફેસ બની ગયા. તેમને સતત 15 હિટ ફિલ્મો આપી હતી. તેમણે દો રાસ્તો, ધ ટ્રેન, સચ્ચા ઝુઠા, આન મિલો સજના, સફર, કટી પતંગ, મહેબૂબ કી મહેંદી, આનંદ, હાથી મેરે સાથી, દુશ્મન, નમક હરામ જેવી અનેક હિટ ફિલ્મોમાં કર્યું.

 

Continue Reading

બોલીવુડ

ફ્લોપ ફિલ્મથી ડેબ્યું કરનાર કેટરીના આજે છે ટોપની હિરોઈન: જાણો અણજાણેલી વાતો

Published

on

Katrina, who made her debut with a flop film, is today's top heroine: Know the unknown facts

સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંથી એક કેટરિના કૈફનો આજે જન્મદિવસ છે. કેટરીનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે દાયકા કરતા વધારે સમય પસાર કર્યો છે અને આ વર્ષ જ તે પરણીને ઠરીઠામ થઈ છે. બોલીવુડની ચુલબુલ અને સુંદર અભિનેત્રી કેટરિના કૈફનો જન્મદિવસ છે. પોતાના અભિનય અને ડાન્સથી લોકોના દિલ જીતનારી કેટરીનાએ બે દાયકામાં 40 કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. નિષ્ફળ ફિલ્મથી શરૂઆત કરનાર કેટરિનાએ પોતાની મહેનતથી બોલીવુડમાં નામ કમાયું છે. આજે તેના જન્મ દિવસ પણ જાણીને તેના વિશે જાણી-અજાણી વાતો.

Katrina, who made her debut with a flop film, is today's top heroine: Know the unknown facts

14 વર્ષેથી કમાવાની કરી શરૂઆત-
કેટરિના કૈફને તેનું પહેલું કામ 14 વર્ષની ઉંમરે મળ્યું હતું. હવાઈમાં એક બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ તેને એક જ્વેલરી બ્રાન્ડ માટે કામ કર્યું હતું. સાથે સાથે તેણે મોડેલિંગ પણ કર્યું. લંડન ફેશન વીકમાં તેણે અનેક વાર રેમ્પ વૉક કર્યું. સાથે અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ માટે પણ કામ કર્યું.

Katrina, who made her debut with a flop film, is today's top heroine: Know the unknown facts

કેટરિના કૈફ નથી સાચું નામ-
કેટરિના કૈફનું સાચું નામ કાંઈક અલગ છે. બોલીવુડમાં આવ્યા પહેલા આ સુંદરીનું નામ કેટરીના તુરકોટતે હતું. જો કે આયેશા શ્રોફે તેને અટકમાં ફેરફાર કરવાની સલાહ આપી અને આ રીતે તેનું નામ કેટરીના કૈફ પડી ગયું. લોકો તેને લાડથી ‘કેટ’ કહીને બોલાવે છે. જો કે, કેટરીનાને તે પસંદ નથી.

Katrina, who made her debut with a flop film, is today's top heroine: Know the unknown facts

સર્વધર્મ પ્રેમી છે કેટરિના-
કેટરિના દરેક ધર્મમાં માને છે. તેની કોઈપણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તે મુંબઈના સિદ્ધી વિનાયક મંદિર, માઉન્ટ મેરી ચર્ચ જાય છે. સાથે જ તે અજમેર શરીફની દરગાહની પણ અચૂક મુલાકાત લે જ છે.

કેટરિના નામે છે ઢીંગલી-
ઢીંગલી જેવી દેખાતી કેટરિના કૈફના નામથી ઢીંગલી પણ બનાવવામાં આવી છે. જી હાં, વર્લ્ડ ફેમસ બાર્બી ડોલને કેટરિનાનું પણ સ્વરૂપ આવામાં આવ્યું છે. જે બોલીવુડની પહેલી એવી અભિનેત્રી છે જેના પરથી બાર્બી ડોલ બની છે.

Katrina, who made her debut with a flop film, is today's top heroine: Know the unknown facts

શતરંજની ખેલાડી છે કેટરિના-
કેટરિના કૈફ એક્ટિંગમાં તો માસ્ટર છે જ. સાથે તે શતરંજની પણ સારી ખેલાડી છે. તેને ચેસ રમવું પસંદ છે. સાથે જ તેને પેઈન્ટિંગ પણ પસંદ છે. કેટરિનાની પસંદગીની રમતમાં ક્રિકેટનો પણ સમાવેશ થાય છે.

ભારતીય નાગરિક નથી કેટરિના!-
તમને જાણીના આશ્ચર્ય થશે કે, વર્ષોથી ભારતમાં રહેતી હોવા છતાં કેટરિના ભારતીય નાગરિક નથી. કેટરિના મૂળ રૂપે બ્રિટિશ નાગરિક છે અને વર્ક વિઝા પર તે ભારત આવે છે અને અહીં રહે છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending