કોઇ પણ બેંકમાં બદલી શકો છો ફાટેલી નોટ, ફાટેલી નોટને લઇને RBIએ લીધો મોટો નિયમ

ફાટેલી નોટ જો ભૂલથી પણ કોઇ પધરાવી જાય તો એ વટાવી શકાતી નથી. ફાટેલી નોટ તમે જ્યાં પણ આપશો ત્યાંથી પાછી જ આવશે અને છેલ્લે તમારે એ નોટને બેંકમાં જમા કરાવવી પડશે પરંતુ બેંક પણ આ નોટ સ્વિકારશે કે નહી તેવા કેટલાય સવાલ આપણા મગજમાં આવી જાય છે.

કેટલાક લોકો નોટ બદલી આપવામાં અડધા પૈસા જ આપે છે અને ગ્રાહકને પૂરા પૈસા નથી મળતા આવી સ્થિતિમાં RBIના દરેક બેંકને સખ્ત નિર્દેશ છે કે દરેક બેંકમાં ફાટેલી નોટનો સ્વિકાર કરવો. કોઇ પણ બેંક ફાટેલી નોટ લેવાથી ઇન્કાર નહી કરી શકે અને સાથે જ દરેક બેંકમાં આ વિશેની માહિતી પૂરી પાડતા બોર્ડ પણ લગાવે.

કેટલીક પરિસ્થિતિમાં બેંક ગ્રાહકોને નોટ બદલી આપવાથી ઇન્કાર કરી દે છે તેવા મામલા પણ સામે આવે છે અને તેમને કહેવામાં આવે છે કે નોટ બદલવા માટે તમારે આરબીઆઇ જવું પડશે. આ બાબતને કારણે ગ્રાહકોને તકલીફ ઉઠાવવાનો વારો આવે છે. જેથી ગ્રાહક પ્રાઇવેટ જગાઓથી નોટ બદલાવી લે છે પરંતુ પૂરા રૂપિયા મળતા નથી.

દરેકના મનમાં એક સવાલ તો આવે જ છે કે જો જાણી જોઇને નોટને ફાડવામાં આવી હોય તો તેને બદલાવી શકાય છે? RBIએ જાણી જોઇને ફાડી નાખેલી નોટને બદલી આપવાની સખ્ત મનાઇ કરી છે.

RBIએ બેંકને સાફ રીતે કહી દીધુ છે કે કોઇ પણ કિંમતની નોટ હોય પરંતુ જો તેને જાણી જોઇને ફાડવામાં આવી હશે તો તેને બદલી આપવામાં આવશે નહી.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *