ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ગ્લોબલ એમ્બેસેડર સચિન તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની આગામી વર્લ્ડ કપ 2023 મેચ પહેલા અફઘાનિસ્તાન ટીમ સાથે મુલાકાત કરી હતી. આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને અત્યાર સુધીમાં અનેક અપસેટ સર્જ્યા છે અને સેમિફાઇનલમાં પહોંચવા માટે પોતાને પ્રબળ દાવેદાર પણ છે.
સચિન તેંડુલકરે અફઘાનિસ્તાનને જીત માટે ગુરુ મંત્ર આપ્યો
સાથે જ ઓસ્ટ્રેલીયા અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પહેલા ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે અફઘાનિસ્તાનને જીત માટે ગુરુ મંત્ર આપ્યો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચના એક દિવસ પહેલા સચિન ટ્રેનિંગ સેશન દરમિયાન અફઘાનિસ્તાન પહોંચ્યો હતો અને ઘણા અફઘાન ખેલાડીઓ સાથે વાત કરી હતી. સૌથી પહેલા તો સચિને આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે અફઘાનિસ્તાનના તમામ ખેલાડીઓને અભિનંદન આપ્યા છે, ત્યારબાદ સચિને આગામી મેચ માટે પણ શુભેચ્છા પાઠવી હતી.
A Legendary Visit
The Legend @sachin_rt visited AfghanAtalan’s Training Session this evening at the iconic Wankhede Cricket Stadium in Mumbai. He praised #AfghanAtalan’s recent success at the #CWC23 and shared his invaluable insights with them. #WarzaMaidanGata pic.twitter.com/hdNFslu481
— Afghanistan Cricket Board (@ACBofficials) November 6, 2023
રાશિદે કહ્યું કે આ એક સપના જેવું છે
અફઘાનિસ્તાનનો સ્ટાર સ્પિનર રાશિદ ખાને કહ્યું કે ‘આ દરેક માટે ખાસ ક્ષણ છે. તેને (સચિન તેંડુલકર)ને અહીં વાનખેડે ખાતે ખૂબ જ ખાસ પ્રસંગે મળવું, મને લાગે છે કે તે એક અલગ જ અનુભૂતિ છે. અલબત્ત તેનાથી ટીમના લોકોને ઘણી સકારાત્મક ઉર્જા મળી છે. ઘણા ખેલાડીઓ માટે, તેને મળવું એક સપનું હોય છે.
Sachin Tendulkar pays the Afghanistan camp a visit #CWC23 pic.twitter.com/bMd165kFBs
— ICC (@ICC) November 6, 2023
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી આનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે સચિન તેંડુલકર અફઘાનિસ્તાનના ખેલાડીઓ સાથે વાત કરી રહ્યો છે. આ દરમિયાન સ્પિન ઇકોનોમિક બોલર રાશિદ ખાન સિવાય પણ ઘણા ખેલાડીઓ હાજર છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાનના ખેલાડીઓના ટ્રેનિંગ સેશન દરમિયાન આવ્યા હતા અને વર્લ્ડ કપમાં અત્યાર સુધી મળેલી સફળતા માટે અમને અભિનંદન આપ્યા હતા.