Connect with us

ધર્મદર્શન

PM મોદીએ મૂકી રામ મંદિર માટેની શિલા, સંપન્ન થયો રામ જન્મભૂમિનો શિલાન્યાસ

Published

on

આજનો દિવસ એક ઇતિહાસિક દિવસ છે,રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચી ગયા છે. ભૂમિપૂજનનું શૂભમુહૂર્ત 12.44 વાગ્યાનું છે. અને તેના માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

રામ મંદિર ભૂમિ પૂજનને માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી હેલિકોપ્ટરથી અયોધ્યા પહોંચી ચૂક્યા છે અને હવે PM મોદીએ રામ લલાને રામ મંદિરમાં ગુલાબના ફૂલની માળા ચડાવી છે. અહીં તેઓ શંખનાદની વચ્ચે પૂજા અર્ચના કરી,

ત્યારબાદ આ સાથે રામ લલાની પરિક્રમા પણ કરી છે. તેઓએ રામલલાના આર્શિવાદ પણ લીધા છે. પીએમ નરેન્દ્ર મોદી ભૂમિપૂજન સ્થળે પહોંચી તમામ મંત્રોચ્ચાર સાથે પારંપરિક રીતે અને આદરણીય મહેમાનો સાથે પીએમ મોદી ભૂમિપૂજન કર્યુ.

તે પહેલા પીએમ મોદીએ હનુમાનગઢી પહોંચેલાં વડાપ્રધાન મોદીએ પૂજા-અર્ચના કરી હતી. સાથે જ તેઓએ હનુમાનદાદાની આરતી ઉતારી હતી અને શીશ ઝૂકાવ્યું હતું. વડાપ્રધાન મોદીની પૂજા બાદ હનુમાનગઢી મંદિરના પુજારીએ મુકુટ પહેરાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા હતા અને તે બાદ તેઓની પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત પારીજાતના છોડ રોપ્યો હતો.

રામ જન્મભૂમિ પર ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અનુષ્ઠાન કરવામાં આવી રહ્યો છે. સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવામાં આવી હતી. સંસ્કૃતમાં મંત્રોચ્ચાર કરાયા હતા. આજથી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે.

ધર્મદર્શન

અમરનાથ ગુફામાં શિવલિંગની પ્રથમ તસવીર સામે આવી

Published

on

અમરનાથના દર્શન માટે યાત્રા 28 જૂનથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. જેમાં અમરનાથ ગુફામાં ઠંડીના સમયે બનેલા શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે.

બાબા અમરનાથની પહેલી તસવીર જે સામે આવી છે તેમા શિવલિંગનું સંપૂર્ણ સ્વરૂપ દેખાય છે. આ શિવલિંગ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બને છે, જેમના દર્શન માટે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા પર જાય છે. 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલટાલના માર્ગે 28 જૂનથી શરૂ થશે. આ યાત્રા 22 ઓગસ્ટના રોજ પૂરી થશે.

અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 1લી એપ્રિલથી શરૂ થઈ જાય છે. સમગ્ર દેશમાં રજિસ્ટ્રેશન 446 બેન્ક શાખા મારફતે કરી શકાય છે. યાત્રા માટે મેડિકલ સર્ટીફિકેટ ખૂબ જ જરૂરી છે. કારણ કે ગુફા ખૂબ જ ઉંચાઈ પર આવેલી છે અને યાજ્ઞા ઘણી મુશ્કેલ માનવામાં આવે છે. યાત્રાને લગતી જાણકારી બોર્ડની વેબસાઈટ પર આપવામાં આવી છે.

Continue Reading

જાણવા જેવું

વાઘ નામના દૈત્યને માર્યો હોવાથી કરાય છે વાઘ બારસની ઉજવણી

Published

on

ઉજાસના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. વાઘ બારસની આજરોજ ઉજવણી કરવામાં આવશે અને તેની સાથે જ દિવાળીના તહેવારોનો પણ પ્રારંભ થઇ જશે. શુક્રવારે ધનતેરસ, શનિવારે દિવાળી અને રવિવારે બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવશે. વાઘ બારસથી ઉંબરાના પૂજનની શરૃઆત થાય છે. વાઘ બારસને વસુ બારસ, વાક બારસ, પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઘ બારસના પર્વમાં સરસ્વતી માતાની આરાધના અને ગાયનું પૂજન કરવાનો મહિમા છે. એવી લોકવાયકા છે કે ગૌમાતા આસો વદ બારસના જ ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતા. એક માન્યતા એવી પણ છે કે વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હોવાથી આ દિવસની ઉજવણી વાઘ બારસ તરીકે કરવામાં આવે છે.
આ દિવસ વાગ એટલે કે સરસ્વતી માતાની ઉપાસનાનો છે ત્યારે આ દિવસે ભગવતી સરસ્વતીના જાપ કરવાથી અદ્ભૂત પરિણામ મળતા હોય છે. વાઘ બારસના દિવસે ગાય,વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ભવિષ્ય પુરાણ અનુસાર, ગૌમાતાના પૃષ્ઠભાગે બ્રહ્મનો વાસ છે, ગળામાં વિષ્ણુ, મુખમાં રૂદ્રનો, મધ્યમાં સમસ્ત દેવતાઓ અને પૂંછડીમાં અનંત નાગ તેમજ ગૌમૂત્રમાં ગંગા વગેરે નદીઓ અને નેત્રોમાં સૂર્ય ચંદ્ર બિરાજમાન છે અને માટે જ આ દિવસે સ્ત્રીઓ તેમના પુત્રની સલામતી અને દીર્ઘાયુની કામના તેમજ પરિવારની ખુશી માટે આ પર્વ ઉજવે છે

Continue Reading

ધર્મદર્શન

નવમાં દિવસે કરવામાં આવે છે સિદ્ધિદાત્રીની પૂજા…અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે સિદ્ધિદાત્રી માં

Published

on

નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે. સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રનાનવમા દિવસે કરવામાં આવે છે. દેવ, યક્ષ, કિન્નર, દાનવ, ઋષિ-મુનિ, સાધક અને ગૃહસ્થ આશ્રમમાં જીવનયાપન કરનારા ભક્ત સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. તેનાથી તેમને યશ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિદાત્રી દેવી એ તમામ ભક્તોને મહાવિદ્યાઓની અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે, જે શુદ્ધ અને સાચા મનથી તેમની આરાધના કરે છે. એવી માન્યતા કરે છે કે, તમામ દેવી-દેવતાઓને પણ મા સિદ્ધિદાત્રીથી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને હાથોમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર ધારણ કર્યાં છે. સિદ્ધિદાત્રી મા સરસ્વતીનું પણ સ્વરૂપ છે, જે શ્વેત વસ્ત્રાલંકારથી યુક્ત મહાજ્ઞાન અને મધુર સ્વરથી પોતાના ભક્તોને સમ્મોહિત કરે છે.

આ મંત્રથી કરો માતાજીનું પૂજન સિદ્ધગંધર્વ યક્ષા ઘૈરસુરૈરમરૈરપિ । સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની ।। નવમા દિવસે સિદ્ધિદાત્રીને સિઝનલ ફળ, હલવો, પૂરી, કાળા ચણા અને નારિયેળનો ભોગ ધરાવવામાં આવે છે. જે ભક્ત નવરાત્રીનું વ્રત કરી નવમા પૂજન સાથે સમાપાન કરે છે, તેમને આ સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ હોય છે. આ દિવસે દુર્ગાસપ્તશતીના નવમા અધ્યાયથી માતાનું પૂજન કરો. નવરાત્રમાં આ દિવસે દેવી સહિત તેમનાં વાહન, સાયુજ એટલે કે હથિયાર, યોગનીઓ અને અન્ય દેવીદેવતાઓનાં નામથી હવન કરવાનું વિધાન છે. તેનાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માતાજીની પૂજા બાદ કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. તેમને માતાના પ્રસાદની સાથે દક્ષિણા આપવામાં આવે છે અને ચરણસ્પર્શ કરી આશીર્વાદ લેવામાં આવે છે. આઠ દિવસ વ્રત, નવમી પૂજા અને કન્યાઓને ભોજન કરાવ્યા બાદ માતાજીને વિદાય આપવામાં આવે છે. આ દિવસે તમે પર્પલ અને જાંબલી રંગ પહેરો. આ રંગ અધ્યાત્મનું પ્રતીક છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending