Connect with us

જાણવા જેવું

એરેન્જ મેરેજ કરતાં પહેલા પાર્ટનરને પૂછી લો આવસ્તુઓ તમારી દરેક સમસ્યાનું આવશે નિવારણ

Published

on

Before arranging marriage, ask your partner for help

અરેન્જ મેરેજ સમાજમાં એક એવા લગ્ન હોય છે જેમાં છોકરા અને છોકરીઓનું મોટાભાગે 3 મીટિંગમાં નક્કી થઇ જતું હોય છે. એવામાં સામાન્ય રીતે છોકરીઓ મૂંઝવણ અનુભવતી હોય છે. એમાંથી અમે તમને છુટકારો મેળવવાની રીત જણાવી રહ્યા છે. જેની મદદથી તમારી મૂંઝવણ દૂર થઇ જશે અને નિર્ણય પણ લઇ શકશો. કોઇ અજાણ વ્યક્તિ સાથે સમગ્ર જીવન પસાર કેવી રીતે થશે એ જાણતા નથી અને તમે 3 મીટિંગ કરીને લગ્ન નક્કી કરી લો છો. અરેન્જ મેરેજ એક એવા મેરેજ છે જેમાં છોકરીઓ વધારે મૂંઝવણ અનુભવતી હોય છે. પરંતુ જો તમે છોકરાઓને આ પ્રશ્નો પૂછી લેશો તો તમારી મૂંઝવણ દૂર થઇ જશે.

Before arranging marriage, ask your partner for help

લગ્ન પછી પાર્ટનર પાસેથી અપેક્ષાઓ શું છે, આ એક પ્રશ્ન છે જેના દ્વારા વાતો પણ શરૂ કરી શકાય છે અને બંનેની વિચારસરણી એક બીજાને મળે છે કે કેમ તે સરળતાથી શોધી શકાય છે. કારણ કે દરેક વ્યક્તિને જીવનસાથી વિશે ઘણાં સપનાં હોય છે. આ એક એવો પ્રશ્ન છે જેના દ્વારા તમને તમારા ભાવિ ભાગીદારના ભાવિ નિર્ણયો વિશે થોડી ખબર પડશે. જેમ કે એ પોતાનો વ્યવસાય કરવા માંગે છે અથવા અભ્યાસ ચાલુ રાખવા માગે છે. ઉપરાંત લગ્ન પછી શું કરવા માંગે છે. આવા પ્રશ્ન તમને તેના વ્યક્તિત્વ વિશે થોડો ખ્યાલ આપે છે.

Before arranging marriage, ask your partner for help

તમારા જીવનસાથીને પૂછો કે તે લગ્ન પછી બીજા શહેરમાં અથવા વિદેશમાં સ્થાયી થવા માંગે છે. આવી સ્થિતિમાં તમે નક્કી કરી શકો છો કે શું તમે તેની સાથે બીજા શહેરમાં રહેવા માંગો છો. તમે તમારા પરિવારના સભ્યોને છોડવા માટે તૈયાર છો. આ તમામ બાબતોથી જાણશો કે તમે તમારી પૂરી જિંદગી તેની સાથે વિતાવી શકો કે નહીં. આજે પણ ઘણી વખત એવું બને છે કે પરિવારના દબાણ હેઠળ લોકો લગ્ન માટે સંહમત થાય છે. તમારે આ વિશે પ્રથમ મુલાકાતમાં જરુર શોધી કાઢવું જોઈએ અને પછી નિર્ણય લો.

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

જાણવા જેવું

સુંદર દેખાતા ફળોથી ચેતજો! દુનિયાના સૌથી ઝેરી ફળોમાં થાય છે તેમની ગણતરી

Published

on

beware-of-beautiful-looking-fruits-they-are-counted-among-the-most-poisonous-fruits-in-the-world

સામાન્ય રીતે, જ્યારે આપણે ફળો વિશે વાત કરીએ છીએ, ત્યારે તે આપણા સારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફળો એવા પણ છે જેને ખાવાથી જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. જી હા, દુનિયામાં એવા ઘણા ફળ છે જે જોવામાં જેટલા સ્વાદિષ્ટ અને સુંદર હોય છે, તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ ઘાતક હોય છે. તો ચાલો જાણીએ તેમના વિશે.

beware-of-beautiful-looking-fruits-they-are-counted-among-the-most-poisonous-fruits-in-the-world

સ્ટાર ફ્રુટ એક ખાટુ અને મીઠુ ફળ છે. તેમાં કેલરી ઓછી હોય છે અને તેમાં ફાઈબર અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. પણ જો તમને કિડનીની સમસ્યા છે, તો તમારે આ ફળ ખાતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. અસલમાં પીળા સ્ટાર ફ્રુટમાં ઓક્સાલેટની વધુ માત્રા જોવા મળે છે, જે કિડનીની સમસ્યાવાળા લોકો માટે જોખમી છે. તેના વધુ પડતા સેવનથી ખાવાથી કિડનીને નુકસાન, હાર્ટ એટેક અને મૃત્યુ પણ થઈ શકે છે.

beware-of-beautiful-looking-fruits-they-are-counted-among-the-most-poisonous-fruits-in-the-world

જો તમને પીચ ખાવાનું પસંદ છે, તો તમને જણાવી દઈએ કે પીચ પર 60થી વધુ જંતુનાશકો મળી આવ્યા છે. તેના બીજમાં એમીગડાલિન નામનું સંયોજન હોય છે જે પેટમાં પીવાથી હાઇડ્રોજન સાયનાઇડમાં ફેરવાય છે અને ઝેર બની જાય છે.
જટરોફા છોડ ઉષ્ણકટિબંધીય અથવા ઉપ-ઉષ્ણકટિબંધીય આબોહવા સાથે વિશ્વના લગભગ તમામ ખૂણાઓમાં જોવા મળે છે. કમનસીબે, ભારતના ઘણા ભાગોમાં બાળકો આ ઝેરી ફળના સેવનથી પ્રભાવિત થયા છે.

અસલમાં આ મીઠા, પીળા ફળમાં જોવા મળતા બીજ ખતરનાક ઝેરનું કામ કરે છે. જટરોફાના બીજ ઉલ્ટી, ઝાડા અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.

beware-of-beautiful-looking-fruits-they-are-counted-among-the-most-poisonous-fruits-in-the-world

 

કાળી અને જાંબલી પોકબેરી (Pokeberry) જે દેખાવમાં દ્રાક્ષ જેવી લાગે છે, તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનું સેવન કર્યા પછી પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી અને લોહીવાળા ઝાડા થઈ શકે છે. તેના બીજ પણ ખૂબ જ ઝેરી હોય છે અને તમારી નર્વસ સિસ્ટમને પણ અસર કરે છે.

beware-of-beautiful-looking-fruits-they-are-counted-among-the-most-poisonous-fruits-in-the-world
આ નારંગી રંગની સી બકથ્રોન બેરી (Sea Buckthorn Berries) જોવામાં જેટલી આકર્ષક છે તેટલી જ ઝેરી છે. આ બેરી અમેરિકા, કેનેડા, પૂર્વ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે. જો કોઈ આકસ્મિક રીતે ઝેરી તત્વોથી ભરપૂર આ બેરી ખાય છે, તો નર્વસ સિસ્ટમમાં સોજો અને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

Continue Reading

જાણવા જેવું

જાજી ખુશી વખતે આંખમાથી કેમ નીકળે છે આંસુ? આ રહ્યું તેનું કારણ

Published

on

Why do tears come out of the eyes when Jaji is happy? The reason for this happening

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે શા માટે રડીએ છીએ? દુઃખમાં નીકળતા આંસુ ક્યારેક ખુશીના પ્રસંગોમાં પણ કેમ વરસવા લાગે છે? આંસુનો સીધો સંબંધ તમારા મનની લાગણી સાથે છે. દુ:ખ કે મુશ્કેલી કે પરમ સુખની લાગણીઓ, લાગણીઓના દબાણને કારણે આંસુ બેકાબૂ થઈ વહેવા લાગે છે. વેબ એમડીના જણાવ્યા અનુસાર, સુખ હોય કે કોઈ દુ:ખ, આપણા આંસુ પોતાની મેળે જ નીકળી જાય છે. લોકો ઘણીવાર દુ:ખ અને મુશ્કેલીમાં રડે છે, પરંતુ જ્યારે ખુશીમાં તેમની આંખમાંથી આંસુ નીકળે છે ત્યારે આપણે તેને ખુશીના આંસુ કહીએ છીએ.

Why do tears come out of the eyes when Jaji is happy? The reason for this happening
કેટલીકવાર બહુ હસતી વખતે ઘણી વખત આંખમાં આંસુ આવી જાય છે. હસતી વખતે આપણા ચહેરાના કોષો અનિયંત્રિત રીતે કામ કરવા લાગે છે અને લૅક્રિમલ ગ્રંથીઓ પરથી મગજનો કંટ્રોલ જતો રહે છે. જેના કારણે હસતી વખતે આંખોમાંથી આંસુ નીકળી જાય છે. હસતી વખતે આંખોમાંથી આંસુ આવવાનું બીજું કારણ વ્યક્તિની લાગણીઓ છે.

Why do tears come out of the eyes when Jaji is happy? The reason for this happening

ઘણી વાર તમે વધુ પડતી ખુશીને કારણે ભાવુક થઈ જાવ છો, જેના કારણે ચહેરાના કોષો પર દબાણ વધી જાય છે અને આંસુ નીકળે છે. આ સિવાય ભાવનાત્મક આંસુને કારણે તણાવ સમાપ્ત થાય છે.રડતી વખતે કે હસતી વખતે આંસુ નીકળવામાં સૌથી મહત્વની ભૂમિકા શરીરના હોર્મોન્સની હોય છે. આપણું મગજ જે રીતે દરેક સમયે સક્રિય રહે છે, તે જ રીતે મગજનો એક ભાગ રડતી વખતે અને હસતી વખતે સક્રિય બને છે.

Why do tears come out of the eyes when Jaji is happy? The reason for this happening

details

મગજની કોશિકાઓ પર તણાવને કારણે હસતી વખતે અથવા રડતી વખતે શરીરમાં થતી વિવિધ પ્રતિક્રિયાઓ માટે કાર્ટીસોલ અને એડ્રેનાલિન જેવા હોર્મોન્સ જવાબદાર છે. તેના કારણે જ્યારે આપણે હસીને રડીએ છીએ ત્યારે આપણી આંખોમાં આંસુ આવી જાય છે. એટલે જ આંખના આંસુ ફક્ત ઉદાસી કે દુઃખ પૂરતા જ સીમિત નથી.

Continue Reading

જાણવા જેવું

લે બોલો; બાળકે મોબાઇલમાં ગેમ રમતા રમતા પિતાના બેન્ક ખાતામાં પડેલ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા

Published

on

the-child-spent-millions-of-rupees-in-his-fathers-bank-account-while-playing-games-on-his-mobile

મોબાઈલ ગેમ રમવાના ચક્કરમાં વધુ એક પરિવારને મોટો ચુનો લાગ્યો છે. BGMI ગેમ રમનાર એક બાળકે પોતાના પિતાના ખાતામાંથી 39 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. એક રિપોર્ટ અનુસાર મામલે આગ્રાનો છે. જ્યાં એક બાળત પોતાના પિતાના ફોનમાં ગેમ રમતો હતો. બ્નેક ખાતામાંથી આટલી મોટી રકમ ગાયબ થવા પર પિતા પરેશાન થઈ ગયા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આગ્રા પોલીસે તપાસ કરી તો BGMIની ડેવલોપર કંપની ક્રોફ્ટનનું નામ સામે આવ્યું છે.

the-child-spent-millions-of-rupees-in-his-fathers-bank-account-while-playing-games-on-his-mobile

BGMI આ પ્રકારની ઘણા એક્શન ગેમ બજારમાં હાજર છે. આ મોબાઈલ ગેમ્સમાં સારા હથિયાર, ડ્રેસ અને આ પ્રકારના સામાનની ખરીદી માટે પૈસા ચુકવવા પડે છે. સેવાનિવૃત ફોજીની ફરિયાદ પર ક્રાફ્ટન કંપનીની તરફથી છેતરપિંડી અને આઈટી એક્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ થઈ રહી છે.

પીડિત પિતા રિટાયર્ડ સૈનિક છે. તેમણે પોલીસને પોતાની ફરિયામાં જણાવ્યું કે તેમના ખાતામાં 39 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેમને ન હતી ખબર કે બેન્ક ખાતામાંથી આટલી મોટી રકમ કઈ રીતે ગાયબ થઈ. જ્યારે બેન્ક પાસે આ વિશે પુછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે સૌથી પહેલું એમાઉન્ટ પેટીએમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યું. જે સિંગાપુરના ખાતામાં પહોંચ્યું છે. હવે ખાતું કથિત રીતે Krafton કંપનીથી સંબંધિત છે.

the-child-spent-millions-of-rupees-in-his-fathers-bank-account-while-playing-games-on-his-mobilemobile

જણાવી દઈએ કે આ પહેલો કેસ નથી જ્યારે મોબાઈલ ગેમના ચક્કરમાં બાળકોએ માતા-પિતાના ખાતામાંથી એક મોટી રકમ ઉડાવી દીધી હોય. નેશનલ કમીશન ફાર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના રિપોર્ટ્સ અનુસાર શહેરમાં લગભગ 60 ટકા બાળકોની પાસે મોબાઈલ છે. તેમાં 40 ટકાથી વધારે બાળકો એવા છે જે અન્ય સોશિયલ સાઈટ્સ અને અલગ અલગ એપનો ઉપયોગ કરે છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending