બૉલિવૂડ પહેલા હોટલમાં કામ કરતી હતી વાણી

બોલિવૂડની ગ્લેમરસ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી અને ઓળખ બનાવવાની ઈચ્છા દરેકને હોય છે પણ બહુ ઓછા હોય છે જેને આ સૌભાગ્ય મળે છે. હજારો-લાખો લોકો આવા સપના સાથે મુંબઈમાં આવે છે અને તેમાંથી બહુ ઓછા લોકો સફળતાના શિખરો સર કરી શકે છે. અહીં વાત છે એક એવી એક્ટ્રેસની જેને મૉડેલ બનવાનું સપનું હતું પણ હવે તે એક્ટિંગ વડે ઓળખ બનાવી રહી છે.

વાત કરી રહ્યાં છીએ એક્ટ્રેસ વાણી કપૂરની. વાણી ફક્ત હિન્દી જ નહીં પણ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. વાણી તાજેતરમાં જ રિતિક રોશન અને ટાઈગર શ્રોફ સાથે એક એક્શન પેક્ડ ફિલ્મમાં જોવા મળી. ફિલ્મમાં વાણીના ગ્લેમરસ અંદાજની ઘણી પ્રશંસા થઈ. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે, વાણી ફિલ્મોમાં આવ્યા પહેલા હોટલમાં કામ કરતી હતી. વાણીએ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યા બાદ જયપુરની ઓબેરૉય હોટલમાં ઈન્ટર્નશિપ કરી.ત્યારબાદ વાણીએ થોડા સમય સુધી ITC હોટલમાં કામ કર્યું અને પછી મૉડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી. અહીંથી જ વાણીની જિંદગીની નવી સફર થઈ અને તે બોલિવૂડમાં આવી ગઈ. વાણીએ શુદ્ધ દેસી રોમાન્સથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. વાણીનું અત્યાર સુધીનું કરિયર 100 ટકા સફળ રહ્યું છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *