ફૂડ
ઓનલાઇન શોપિંગના માધ્યમથી કરિયાણું મંગાવતી વખતે રાખો આટલી સાવધાની
Published
2 years agoon

કોવિડ-19ના કહેરે જિંદગીની રફ્તાર ધીમી કરી દીધી છે. સરકાર દ્વારા ઓનલાઇન શોપિંગ શરુ કરાતા લોકોને થોડી રાહત થઇ છે, પરંતુ દિલ્હીમાં એક ડિલીવરી બોયને કોરોના થવાના સમાચારે બધાને ચિંતિત કરી દીધા છે. જો તમે પણ ઓનલાઇન શોપિંગના માધ્યમથી કરિયાણું, દવા અને કંઇ બીજો સામાન મંગાવવાનુ વિચારતા હો તો થોડી સાવધાનીઓ રાખવી જરુરી છે.
કરિયાણાની દુકાનો, મેડિકલ સ્ટોર જેવી સર્વિસ પ્રોવાઇડ કરનારા લોકોના મોટા સ્તરે ટેસ્ટ કરવાનુ શરુ કરાયું છે. એક ચેનની જેમ કોરોના સંક્રમણને ફેલાતા બચાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, પર્સનલ હાઇજીન, વારંવાર હાથ ધોવા પર જોર અપાય છે. છતાં તમારે સતર્ક રહેવુ જરુરીછે. ફળ કે શાકભાજી કે જરુરી સામાન ખરીદતી વખતે થોડા સાવધાન રહેવાની જરુર છે.
કોરોના વાઇરસથી બચવા માટે એક ઝનૂનની જેમ વારંવાર હેન્ડવોશ કે સાબુથી હાથ ધુઓ. કોઇ પણ વસ્તુને અડો કે કોઇ પણ કામ કરો તો વારંવાર હાથ જરુર ધુઓ. જો ઘરેથી બહાર સામાન લેવા જવુ જરુરી હોય તો બહાર જતા પહેલા માસ્ક જરુર પહેરો.
શક્ય હોય તો આખી બાંયના કપડા પહેરો. ફુલ લેન્થના ટ્રાઉઝર પહેરો. પોકેટમાં હેન્ડ સેનેટાઇઝર જરુર રાખો. ઘરની બહાર જતાં પહેલા અને ઘરમાં આવતા પહેલા હાથ સેનેટાઇઝ જરુર કરો. બહાર સોશિયલ ડિસ્ટન્સિંગનુ ધ્યાન રાખો
કારમાં જઇ રહ્યા હો તો બે થી વધુ માણસો ન જાવ. જો બે જણને જવુ પડે એમ હોય તો એક ગાડી ચલાવે અને એક પાછળની સીટ પર બેસે. બજારમાં વ્યક્તિથી કમસે કમ 3 મીટરનું અંતર જાળવો.
કોશિશ કરો કે દુકાન કે સ્ટોરના દરવાજા કે કુંડીને સીધો હાથ ન લગાવો. ગ્લવ્ઝનો ઉપયોગ કરો. જે સામાન ખરીદવો હોય તેને જ ઉઠાવો. ટાઇમ પાસ ન કરો.
ઓનલાઇન શોપિંગનો સામાન મંગાવી રહ્યા હો તો ડિલીવરી બાદ ચાર કલાક સામાન ઘરની બહાર જ રાખો ત્યારબાદ તેને સેનેટાઇઝ કરીને કે પાણીથી ધોઇને જ ઉપયોગમાં લો.
ખાદ્ય પદાર્થોના પેકેટને પણ બહારથી લાવીને સાફ કરો. લેમિનેટેડ હાર્ડ બોક્સને હુંફાળા પાણીથી ધોઇને સરળતાથી સાફ કરી શકાય છે.
You may like
-
પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ
-
ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર
-
હાર્ટ એટેકથી બચાવશે આ 5 દેશી વસ્તુઓ! આજે જ નોંધીલો આ ઈલાજ
-
ભૂલથી પણ ચા સાથે આ વસ્તુ ન ખાતા નહિતર દવાખાનાના ધક્કા ખાવા પડશે
-
તમારા કામનું! સવારે ઊઠીને બ્રશ કર્યા વગર પાણી પીવાથી ફાયદા કે નુકસાન જાણવું જરૂરી
-
શું નાની ઉમરમાં જ હાથ પગના દુખાવો થવા લાગ્યો છે? તો આજે જ ડાયટમાં આ ફૂડને કરો સામેલ

મોટાભાગના ઘરોમાં ડુંગળીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. ડુંગળીમાંથી બનેલા ભજીયા પણ સવારના નાસ્તામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય નાસ્તામાં ઓનિયન રિંગ્સ ટ્રાય કરી છે. જો નહિ તો આજે અમે તમને ઓનિયન રિંગ્સ બનાવવાની એક સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. ઘણીવાર ઘરમાં એક જ નાસ્તો ખાવાથી કંટાળો આવે છે. આવી સ્થિતિમાં તે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગે છે. જો તમે પણ એવું જ અનુભવી રહ્યા છો, તો ડુંગળીમાંથી બનાવેલી રિંગ્સ એક શ્રેષ્ઠ ઓપ્શન હોઈ શકે છે. આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે અને થોડા જ સમયમાં ઓનિયન રીંગ્સ તૈયાર થઈ જાય છે.
ઓનિયન રિંગ્સ તૈયાર કરવા માટે ડુંગળીની સાથે મેંદા અને મકાઇના લોટનો પ્રયોગ કરવામાં આવે છે. આ રેસીપી સવારના નાસ્તા અથવા દિવસના નાસ્તા તરીકે બનાવી શકાય છે. બાળકોને પણ આ રેસીપી ખૂબ જ ગમે છે.
ઓનિયન રિંગ્સ બનાવવા માટે સામગ્રી
ડુંગળી – 2
મેંદો – 1/2 કપ
મકાઈનો લોટ – 2 ચમચી
ચિલી ફ્લેક્સ – 1/2 ચમચી
કોર્ન ફ્લેક્સ ક્રમ્બ – 1 કપ
મિક્સ્ડ હર્બ્સ – 1/2 ચમચી
તેલ – તળવા માટે
મીઠું – સ્વાદ મુજબ
ઓનિયન રિંગ્સ બનાવવી રીત
ઓનિયન રિંગ્સ બનાવવા માટે, પહેલા કાંદાના થોડા જાડા ગોળાકાર ટુકડા કરો અને તેમાંથી દરેક રિંગને અલગ કરો અને તેને બાઉલમાં રાખો. હવે એક મિક્સિંગ બાઉલ લો અને તેમાં મેંદા લોટ અને મકાઈનો લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરો.
આ પછી આ લોટના મિશ્રણમાં મિક્સ્ડ હર્બ્સ, ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવો. ખાતરી કરો કે બેટરના બધા ગઠ્ઠા નીકળી ગયા છે.
હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે મેંદા-મકાઈના લોટની પેસ્ટમાં ડુંગળીની રિંગ નાખો અને તેને સારી રીતે કોટ કરો અને પછી કોર્ન ફ્લેક્સના ટુકડામાં રિંગ નાખો અને સારી રીતે કોટિંગ કરો. ધ્યાનમાં રાખો કે કોર્ન ફ્લેક્સને સારી રીતે ક્રશ કરીને તેનો ભૂકો તૈયાર કરો. જો તમે ઈચ્છો તો કોર્ન ફ્લેક્સને બદલે બ્રેડક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો.
કોર્ન ફ્લેક્સ ક્રમ્બ્સ પર કોટિંગ કર્યા પછી, ફરીથી એક વાર ડુંગળીની રિંગ્સને લોટની પેસ્ટમાં સંપૂર્ણપણે બોળી દો, પછી તેને તળવા માટે તેલમાં મૂકો. આ દરમિયાન, સ્ટિકની મદદથી, રિંગ્સને પલટાવી અને તેને બેક કરો.
ડુંગળીની રિંગ્સ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લો. એ જ રીતે બધી રિંગ્સને તળી લો. નાસ્તા માટે સ્વાદિષ્ટ ઓનિયન રિંગ્સ તૈયાર છે. તેમને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

રુટ સેન્ડવિચ બાળકો માટે ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ છે. શાળા ખુલતાની સાથે જ હવે મોટાભાગના ઘરોમાં સવારથી જ પ્રશ્ન ઊભો થાય છે કે બાળકોના લંચ બોક્સમાં એવું શું રાખવું જોઈએ જે તેમના માટે ટેસ્ટી અને હેલ્થી પણ હોય. ખરેખર, જો બાળકોના ટિફિનમાં તેમની મનપસંદ વસ્તુ ન રાખવામાં આવે તો ઘણી વખત બાળકો ભરેલું ટિફિન પાછું લાવે છે. આ સમસ્યાને દૂર કરવા માટે બાળકોને ફ્રૂટ સેન્ડવીચ બનાવીને લંચ બોક્સમાં આપી શકાય છે. ફ્રુટ સેન્ડવીચ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે.
ફ્રુટ સેન્ડવીચની ખાસિયત એ છે કે તેને બનાવવામાં વધુ સમય નથી લાગતો અને તે પોષણથી પણ ભરપૂર છે. જો તમે હજુ સુધી ફ્રુટ સેન્ડવીચ નથી બનાવી તો અમારી રેસીપીની મદદથી તમે તેને તરત જ તૈયાર કરી શકો છો.
ફ્રુટ સેન્ડવીચ માટેની સામગ્રી:
બ્રેડ સ્લાઈસ – 5
ઝીણી સમારેલી કેરી – 1/2 કપ
દ્રાક્ષ – 10-12
ક્રીમ – 3 ચમચી
સફરજન સમારેલ – 1/2 કપ
જામ (3-4 પ્રકારો) – જરૂર મુજબ
અખરોટ પાવડર – જરૂર મુજબ
ફ્રુટ સેન્ડવીચ બનવવાની રીત :
ફ્રુટ સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલા બ્રેડના ટુકડા લો અને તેની કિનારી કાપીને અલગ કરો. હવે કેરી અને સફરજન લો અને તેના નાના ટુકડા કરો. તેમને અલગ બાઉલમાં રાખો. આ પછી દ્રાક્ષને પણ એક બાઉલમાં કાઢી લો.
આ પછી 4 પ્રકારના જામને અલગ-અલગ બાઉલમાં કાઢીને રાખો. હવે બ્રેડ સ્લાઈસ લો અને તેના પર ક્રીમ લગાવીને ચારે બાજુ સારી રીતે ફેલાવો. આ પછી બાકીની 3 બ્રેડ સ્લાઈસમાં ચારેય જામ અલગ-અલગ લગાવો.
હવે જામથી ભરેલી બ્રેડ પર જુદા જુદા કાપેલા ફળો મૂકો. ધ્યાન રાખો કે જામથી ભરેલી બ્રેડ પર માત્ર એક જ પ્રકારનું ફળ રાખવાનું છે. હવે ક્રીમ બ્રેડને તળિયે મૂકો. તેના પર એક પછી એક વિવિધ ફળો અને જામથી ભરેલી બ્રેડ રાખો.

વરસાદમાં ગરમ-ગરમ મકાઈ ખાવાની મજા જ કંઇક અલગ છે. તે ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે સાથે સાથે સ્વાસ્થ્યને સ્વસ્થ કરવાની મહત્વની ભૂમિકા નિભાવે છે. મકાઈમાં ફાયબર, વિટામિન એ, કેરોટોનાઇડ વગેરે તત્વો હાજર હોય છે. તમે તમારી પોતાની રીતે મકાઈનું સેવન કરી શકો છો. આવી સ્થિતિમાં, અમે તમને અહીં જણાવીશું કે ચોમાસાની ઋતુમાં મકાઈ ખાવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.
ચોમાસામાં મકાઈનું સેવન કરવાથી પાચન સંબંધી ફરિયાદો દૂર થાય છે. મકાઈમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, તમે તેનું સેવન કરશો. જેથી તમને ચોમાસામાં પેટમાં દુખાવો, અપચોની સમસ્યા, ગેસ વગેરે નહીં થાય. તમને જણાવી દઈએ કે મકાઈને કફની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.
ચોમાસા દરમિયાન, રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે લોકો રોગોનો ભોગ બને છે. ચોમાસામાં મકાઈનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમને જણાવી દઈએ કે મકાઈનું સેવન કરવાથી રોગપ્રતિકારક કોષો મજબૂત થાય છે. એટલા માટે તમે દરરોજ મકાઈનું સેવન કરી શકો છો.
ચોમાસામાં ત્વચામાં ફોલ્લીઓ અને રેડનેસની સમસ્યા વધી જાય છે. આ દરમિયાન તમારે મકાઈનું સેવન કરવું જોઈએ. મકાઈમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને રિપેર કરે છે.

આ રાણી સુંદરતા માટે 700 ગધેડીના દૂધથી કરતી હતી સ્નાન! રહસ્ય જાણવા પુરૂષોનો કરતી ‘શિકાર’

આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત

વ્હોટ્સએપ ફીચર અપડેટમાં તમે મેસેજ ડિલીટ થયા બાદ પણ જોઈ શકશો

ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર ક્યારેય કોફી પિતા નથી! કારણ જાણી રહી જશો દંગ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ