આજના ફેમસ એક્ટર્સ, ક્યારેક કરતા હતા ફિલ્મોમાં નાના-નાના રોલ. તમે જાતે જ જોઈ લો

મિત્રો બૉલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં ઘણા મોટા અભિનેતાઓ છે, જેઓ પોતાના અભિનયથી લાખ્ખો દિલો પર રાજ કરે છે. પરંતુ આ જગ્યાએ પહોચવા માટે આ અભિનેતાઓએ સખત મહેનત કરી છે. આમાં ના ઘણા અભિનેતાઓએ મુખ્ય ભૂમિકા ભજવતા પહેલા ઘણી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકા કરી છે. જેના પર કદાચ જ તમે ધ્યાન આપ્યું હશે, તો ચાલો આજે જાણીએ એવા અભિનેતાઓ વિશે કે જેમણે ફિલ્મોમાં ઘણી નાની-નાની ભૂમિકાઓ ભજવી છે.

શાહરુખ ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન

બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકરે ૧૯૯૩ માં રિલીજ થયેલી પ્રથમ ફિલ્મ ‘પહલા નશા’ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ આફિલ્મ માં મુખ્ય પાત્ર તરીકે દીપક તિજોરી, રવિના ટંડન, પૂજા ભટ્ટ હતા. પરંતુ આ ફિલ્મમાં એક પાર્ટીનું દ્રશ્ય હતું જેમાં શાહરુખ ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન હતા. જે તમે કદાચ જોયું હશે.

ફિલ્મ કુછ કુછ હોતા હૈ – ગીતા કપૂર

બૉલીવુડની સુપર હિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ નું ગીત “તુજે યાદ ના મેરી આયે” બહુ જાણીતું બન્યું હતું. પણ જણાવી દઈએ કે આ ગીતમાં ગીતા કપૂરએ એક કેમિયો કર્યો હતો. પરંતુ, હવે ગીતા કપૂર ફિલ્મ ઉદ્યોગની જાણીતી કોરિઓગ્રાફર બની ગઈ છે અને પોતાની કોરિઓગ્રાફીના દમ પર ફિલ્મ ઉદ્યોગમાં ઘણા સારા ડાન્સ સ્ટેપ્સ આપ્યા છે. રિયાલિટી ટીવી શો દ્વારા ગિતા કપૂર હવે ગીતા માં તરીકે પણ ઓળખવા લાગી છે.

શાહિદ કપૂર ફિલ્મ તાલ અને ‘દિલ તો પાગલ હૈ’

શાહિદ કપૂર લાંબા સમય થી ફિલ્મ ઉદ્યોગમાં છે. શાહિદ કપૂર અભિનેતાઓની પાછળ ડાન્સ કરતા હતા અને તેમણે મ્યુજીક વિડીઓથી પોતાના કેરિયરની શરુઆત કરી હતી. અને આ વાત સૌ કોઈ જાણે છે કે શાહિદે કેમિયો ની શરૂઆત ‘તાલ’ ફિલ્મ સાથે કરી હતી. પણ એવું નથી શાહીદે આ પહેલા ‘દિલ તો પાગલ હૈ’ ના એક ડાન્સમાં કેમિયો કર્યો હતો. જેની ખબર કદાચ તમને નહિ હોય.

ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ – રીના દત્ત

તમે જાણતા હશો કે રીના દત્ત એમીર ખાનની પ્રથમ પત્ની છે. જેમણે 1986 માં લગ્ન કર્યાં હતાં અને 2002 માં કોર્ટ દ્વારા છૂટાછેડા લીધા હતા. જણાવી દઈએ કે આમિર ખાને ફિલ્મ ‘જો જીતા સિકંદર’ માં તેની પત્ની કિરણ પાસે કેમિયો રોલ કરાવ્યો હતો.

ફિલ્મ ‘કલ હો ના હો’ – કરણ અને ફરાહ ખાન

ફિલ્મમાં ડિરેક્ટર પોતાનો નાનો રોલ ઉમેરીને ફિલ્મને હિટ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ બોલીવૂડમાં આ પ્રકારની કોઈ જરુંર હોતી નથી. કેમકે ફિલ્મોમાં લોકોનું ધ્યાન ફક્ત હીરો અને હિરોઈન પર જ હોય છે અને આના લીધે ડીરેક્ટર નું ફિલ્માં હોવું ના હોવું કોઈ મહત્વ હોતું નથી. જે તમે આ ફોટામાં જોઈ રહ્યા છો કે જેમાં કરણ અને ફરહાન ખાન એક સાથે બેઠેલા નજર આવી રહ્યા છે પણ  જેના પર તમે ધ્યાન નહિ આપ્યું હોય.

ફિલ્મ દિલ તો પાગલ હૈ – ડીરેક્ટર યશ ચોપરા

બૉલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક યશ ચોપરાએ ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ માં તેમની પત્ની સાથે “એક દુજે કે વાસ્તે” ગીતમાં એક કેમિયો રોલ કર્યો હતો. યશ ચોપરાએ ઘણી સુપર હિટ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. તેમના દ્વારા દિગ્દર્શિત છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ હતી. જેમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ એક સાથે દેખાયા હતા.

ફિલ્મ ‘મુન્ના ભાઈ એમબીબીએસ’ – નવાઝુદ્દીન સિદ્દીકી

આજ ના પ્રસિદ્ધ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ બોલીવૂડમાં સફળ થતા પહેલા ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ નવાઝુદ્દીનને સારી ભૂમિકા મેળવવા માટે સખત મહેનત કરવી પડી હતી. અને એ સમયે ‘મુન્ના ભાઈ એમબીબીએસ’ માં એક પોકેટમારની ભૂમિકા પણ કરી હતી જેના પર તમે ધ્યાન આપ્યું નહિ હોય.

ફિલ્મ બ્લેક ફ્રાઇડે – ઇમ્તિયાઝ અલી

રોક સ્ટાર, તમાશા, હાઇવે જેવી સફળ ફિલ્મો બનાવનાર નિર્દેશક ઇમ્તિયાઝ અલીને અનુરાગ કશ્યપે ફિલ્મ ‘બ્લેક ફ્રાઇડે’ માં કેમીઓ રોલ કરાવ્યો હતો.

ફિલ્મ દિલ ચાહતા હૈ – કિરણ રાવ

જણાવી દઈએ કે 2005 માં અભિનેતા આમિર અને કિરણ રાવે લગ્ન બાદ ‘દિલ ચાહતા હૈ’, ‘ધોબી ઘાટ’ જેવી ફિલ્મોમાં કેમિયો રોલ કર્યો હતો. અને કિરણ રાવ ફિલ્મ લગાનમાં સહાયક ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચુકી છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *