એન્ટરટેઈન્મેન્ટ
બિગબોસના વિદેશી મહેમાને જીતી લીધું બધાનું દિલ, આ વ્યક્તિ છોડવા માંગે છે શો.
Published
2 weeks agoon
By
Gujju Media
સલમાન ખાનનો શો બિગબોસ 16 શરૂ થઈ ગયો છે અને બધા જ લોકો તેની ચર્ચા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હજી ઘરમાં આવ્યા ને આ કલાકારોને ફક્ત ત્રણ દિવસ જ થયા છે પણ હવે ઝઘડા પણ શરૂ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ ત્રીજા દિવસે બિગબોસે બધા સ્પર્ધકોને હસવાનો પણ ચાન્સ આપ્યો અને ભૂલ કરવાવાળાને સજા પણ આપી છે. આજે અમે તમને લેટેસ્ટ અપડેટ આપી રહ્યા છે.
શોની શરૂઆત અબદુની મસ્તી સાથે થઈ છે. તે ઘરમાં એકદમ ખુશમિજાજ મૂડમાં રહે છે. તેને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. હજી સુધી તેને કોઈપણ સાથે ઝઘડો કે પછી કોઈપણ પ્રકારનો વિવાદ થયો નથી.
આ સિઝનને અત્યાર સુધી જોતાં લાગે છે કે ખરેખર આ વખતે બિગબોસના ઘણા નિયમ બદલાઈ ગયા છે અને ખરેખર આ વખતે કઈક નવીન જોવા મળશે. આ વખતે બિગબોસ પણ આ સ્પર્ધકોની ખૂબ મજા લઈ રહ્યા છે તેમણે હમણાં જ નીમ્રીતને કનફેશનરૂમમાં બોલાવી હતી અને આદેશ આપ્યો હતો કે સોરીની સજા ભોગવી રહેલ એક સ્પર્ધકને સજામાંથી મુક્તિ અપએ અને તેની જગ્યાએ પ્રિયંકા જોડે કામ કરાવે. આ પછી કેપ્ટન અને માન્યા સોરીની સજાથી મુક્ત થઈ ગયા હતા.
બિગબોસ આ સિઝનમાં સામેથી સ્પર્ધકો વચ્ચે ઝઘડો કરાવવા માટે તક શોધી રહ્યા છે. વાત એમ બની હતી કે તેમણે સાજિદ ખાનને બે કલાક માટે સ્ટેન્ડ પર તૈયાર કરવા માટે કહ્યું. આ પછી અમુક સ્પર્ધકોએ તેમની મસ્તી મજાકને ખૂબ એન્જોય કર્યું તો અમુક સ્પર્ધકોએ તેમની અમુક વાતોને સિરિયસલી લઈ લીધું. આ એક્ટ પૂરી થઈ એ પછી સાજિદ અને શાલીન વચ્ચે બોલચાલ થઈ હતી. આ પછી સાજિદ ખાને બધુ સંભાળી લીધું હતું.
આટલું ઓછું હતું તો પછી બિગબોસએ સાજિદ ખાનને બીજો એક ટાસ્ક આપે છે તેમને ઘરમાં બધા વચ્ચે જમવાનું સરખાભાગે વહેંચવા કહે છે. આ ટાસ્ક દરમિયાન શાલીન એ બધુ ચિકન લઈને ચાલ્યો જાય છે તો શ્રીજીતા અને ગૌતમ સાથે તેને વિવાદ થાય છે. આ પછી બિગબોસ ત્રણેને કનફેશન રૂમમાં બોલાવે છે અને ખૂબ વઢે છે. ખાસ કરીને શાલીનને વધારે સંભળાવે છે. આ પછી ઘરમાં રસોડાના કામને લઈને શિવ અને સોંદર્ય વચ્ચે પણ ઝઘડો થાય છે.
એક બાજુ ઘરમાં બધા વચ્ચે કરિયાણું વહેંચાઈ રહ્યું હતું અને તેને લઈને ઝઘડા ચાલી રહ્યા હતા ત્યારે બીજી બાજુ સુમબુલ અને અબદુ ઘરમાં ફેલાયેલ અન્નની સફાઇ કરે છે. આ પછી સુમબુલ ખૂબ ઉદાસ થઈ ગઈ હતી અને ખાવાની વસ્તુનો બગાડ થતો જોઈને રડવા લાગી હતી. સુમબુલ અને અબદુ સફાઇ કરતાં ફોટો ખૂબ વાઇરલ થઈ રહ્યા છે અને તેમના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
દિવસના અંતમાં એમસી સ્ટેનએ આ ઘર છોડીને જવાની ઈચ્છા જાહેર કરી હતી. સ્ટેનએ અર્ચના અને શ્રીજીતા સાથે વાત કરતાં કહ્યું હતું કે તે અહિયાં નથી રહેવા માંગતો.
You may like
એન્ટરટેઈન્મેન્ટ
ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.
Published
1 day agoon
October 16, 2022By
Gujju Media
મનોરંજન જગતથી ફરી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહલાતા હૈ અને સિમર કા સસુરાલ અને તેના જેવી જ બીજી સિરિયલમાં કામ કરવાવાળી અભિનેત્રી વૈશાલી ઠક્કરએ આત્મહત્યા કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે કે તેણી ઈન્દોરના પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરવા પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં જ રહેતી હતી. વૈશાલીના આત્મહત્યા કરવાના સમાચાર મળતા જ તેજાજી નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વૈશાલી એ અભિનેતા સુશાંત રાજપૂતના નજીકના મિત્રોમાંથી એક છે.
જાણકારી પ્રમાણે વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. વૈશાલી સસુરાલ સિમર કા, આશિકી, લાલ ઈશ્ક, સુપર સિસ્ટર અને વિષ ઓર અમૃત માં પણ કામ કર્યું હતું. યે રિશ્તા સિરિયલમાં તેણે અજંલિનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલીને નેગેટિવ પાત્ર માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ મળ્યો હતો.
ટીવી સિવાય વૈશાલીએ કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. કહેવાય છે કે તેનો પરિવાર ઉજ્જૈન પાસે મહિદપૂરના રહેવાસી છે. પણ વૈશાલી ઈન્દોર જ ભણી ગણી છે. તેને પહેલાથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો.
વૈશાલી ઇન્સટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હતી તેની છેલ્લી બંને પોસ્ટ કે જે મસ્તી માટે એક શોર્ટ વિડીયો હતો તેમાં પણ તે મસ્તીના મૂડમાં મરી જવાની વાત કરી રહી છે અને બીજા એક વિડીયોમાં તેણે કોઈ પંખાનો વિડીયો શેર કર્યો હતો. જો કે તે બંને વિડીયો મસ્તી માટે જ હતા. પણ તે વિડીયો હમણાં 5 અને 6 દિવસ પહેલાના જ છે. હવે જોવું એ રહેશે કે આ 5 દિવસમાં એવું તો શું થયું કે તેણે આવું પગલું ભર્યું?
ટીવી અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ બે વર્ષ પહેલા ઈન્દોરના હીરાનગરમાં આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉનને લીધે 25 માર્ચથી ઈન્દોર આવી ગઈ હતી. આ દરમિયાન તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
પોલીસએ પ્રેક્ષાના રૂમમાંથી નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, ‘મારા તૂટેલા સપનાએ મારા કોનફિડેન્સને તોડી દીધો હતી. હું મારા સપના સાથે જીવી નથી શકતી. આ નેગેટિવિટી સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષે મે બહુ ટ્રાય કર્યું પણ હવે હું થાકી ગઈ છું.’ આ સાથે જ પ્રેક્ષાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલી વાર એક msg પોસ્ટ કર્યો હતો, પોસ્ટમાં લખ્યું હતું, ‘સૌથી ખરાબ હોય છે સપનાઓનું મરી જવું.’
એન્ટરટેઈન્મેન્ટ
બૉલીવુડની આ બ્યુટીઝએ લગ્ન પછી પહેલીવાર ઉજવ્યું કરવા ચૌથ વ્રત, કેટરીના અને આલિયાએ શું કર્યું જુઓ.
Published
3 days agoon
October 14, 2022By
Gujju Media
તહેવાર કોઈપણ હોય સામાન્ય વ્યક્તિની સાથે હવે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ તહેવારો ખૂબ ધામ ધૂમથી ઊજવતાં હોય છે. દિવાળી હોય કે ગણપતિ, ઈદ હોય કે પછી હોળી. અમુક કલાકાર એવા છે જેવો દરેક તહેવારને ખૂબ ઉત્સાહ સાથે ઊજવતાં હોય છે. ગઇકાલે પૂરી થયેલ કરવા ચોથ એ બૉલીવુડની પત્નીઓએ બહુ સારી રીતે ઉજવી હતી.
આજે અમે તમને આ અભિનેત્રીઓ વિષે જ જણાવી રહ્યા છે. ઘણી અભિનેત્રીઓ હતી જેમણે ખૂબ સારી રીતે આ દિવસ ઉજવ્યો તો ઘણી એવી પણ અભિનેત્રીઓ હતી જેમણે વ્રત નહોતું રાખ્યું પણ સેલિબ્રેટ જરૂર કર્યું છે. ઘણી અભિનેત્રીઓ છે જેમણે આ વર્ષે પહેલીવાર આ વ્રત કર્યું છે તેમાં કેટરીના કૈફ, મૌની રૉય, આલિયા ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
કેટરીના કૈફએ આ દિવસે ખાસ ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. રેડ સાડી સાથે તેણે ફ્લોરલ બ્લાઉઝ મેચ કર્યું હતું. આ સાથે તેણે લગ્નમાં જે મંગલસૂત્ર પહેરેલું એ પણ પહેર્યું હતું અને લાલ બંગડી, મહેંદી અને પાથીમાં સિંદુર પહેરેલી તે ખૂબ સુંદર દેખાઈ રહી હટી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા. તો વિકીએ પણ તે ફોટો પોતાની ઇન્સટા સ્ટોરીમાં શેર કર્યા હતા. કેટરીના અને વિક્કી ખૂબ સુંદર લાગી રહ્યા છે.
આ સિવાય બૉલીવુડની બ્યુટીઝ માટે અનિલ કપૂરના ઘરે કરવા ચૌથની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિયાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન, નીલમ અનિલ કપૂરની પત્ની સુનિતા બધા સાથે મળ્યા હતા આ સાથે બૉલીવુડના વરુણ ધવન અને તેમની પત્ની નતાશા પણ ત્યાં આવ્યા હતા. શિલ્પાએ એક સુંદર વિડીયો પણ આ પૂજાનો શેર કર્યો હતો જેમાં બધી મહિલાઓ ગીત સાથે પૂજા કરતી દેખાઈ રહી છે.
શિલ્પાએ બીજો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પતિ રાજ કુંદ્રા સાથે પૂજા કરી રહી છે. આ ફોટો અનિલ કપૂરએ પડ્યો હતો એવો ખુલાસો શિલ્પાએ તેની પોસ્ટના કેપ્શનમાં કર્યો હતો.
લગ્ન પછી આલિયા ભટ્ટ પોતાનું પહેલું કરવા ચૌથ સેલિબ્રેટ કરી રહી છે, જો કે આલિયાએ આ વર્ષે વ્રત કર્યું છે કે નહીં એ વાતની કોઈ માહિતી મળી નથી. તે પ્રેગ્નેન્ટ છે અને હવે જલ્દી જ આલિયા અને રણબીરના જીવનમાં તેમના પહેલા બાળકનું આગમન થવાનું છે. આ દિવસે આલિયાએ એક પોસ્ટ શેર કરીને બધાને શુભેચ્છાઓ આપી છે તો સામે નીતુ કપૂરએ પણ વહુ આલિયાને અને દીકરી રિધ્ધિમાને કરવા ચૌથની શુભેચ્છાઓ આપી છે.
ઇંડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર ધનશ્રી વર્માએ કરવા ચૌથનું આ સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું હતું. યુઝવેન્દ્ર એ ટીમ ઈન્ડિયા સાથે બહાર છે ત્યારે આ કપલએ વિડીયો કોલ પર આ દિવસ ઉજવ્યો હતો. તેનો વિડીયો પણ આ કપલએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
મૌની રૉયએ કરવા ચૌથ નિમિત્તે સૌથી પહેલા મહેંદીના ફોટો શેર કર્યા હતા અને આ પછી તેણે આ દિવસની ખાસ ઉજવણી કરવાના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે મૌનીએ મહેંદીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘પહેલું હમેશા ખાસ હોય છે… હેપ્પી કરવા ચૌથ બ્યુટીઝ’
તમને આ બધા ફોટોમાંથી કોનો ફોટો વધારે પસંદ આવ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. આવી જ અવનવી માહિતી માટે ફોલો કરો અમારી પ્રોફાઇલ.
એન્ટરટેઈન્મેન્ટ
ટીવીની આ અભિનેત્રીએ સાજિદ ખાન પર લગાવ્યો આવો આરોપ, વિડીયોમાં કહી બધી વાત.
Published
5 days agoon
October 12, 2022By
Gujju Media
બિગ બોસ 16માં જ્યારથી સાજિદ ખાનની એન્ટ્રી થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા પર દરરોજ સાજિદ ખાનને લઈને અવનવા ખુલાસા થઈ રહ્યા છે. સામાન્ય જનતાની સાથે સાથે અમુક સેલિબ્રિટીઓએ પણ સાજિદ વિરુધ્ધ નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે. ઘણા બધા લોકો સાજિદ ખાનની વિરુધ્ધ છે પણ ઘણા તેમના સહકારમાં પણ છે. તેમના વિરોધમાં હવે હજી એક નામ જોડાઈ ગયું છે.
ટીવી અભિનેત્રી કનિષ્કા સોનીએ સાજિદ ખાન પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યો છે. કનિષ્કા સોનીએ થોડા સમય પહેલા જ પોતાની સાથે લગ્ન કર્યા છે. ત્યારે પણ તેઓ ખૂબ ચર્ચામાં રહી હતી. હવે કનિષ્કાએ દાવો કર્યો છે કે સાજિદ ખાનએ તેની સાથે ગંદી હરકત કરી હતી. સોશિયલ મીડિયા પર તેણે એક વિડીયો શેર કરીને પોતાની એ વાતનો ખુલાસો કર્યો છે.
વિડીયોમાં કનિષ્કા સોનીએ ઘણી બધી વાતો કહી છે તેણે કહ્યું છે કે, ‘હું કોઈનું નામ નથી લેવા માંગતી. થોડા સમય પહેલા જ મે એક પ્રોડ્યુસર વિશે વાત કરી હતી. આ પ્રોડ્યુસરએ મને તેમના ઘરે બોલાવી હતી. ઘરે તેમણે મને મારુ પેટ દેખાડવા કહ્યું હતું. આ ઘટના વર્ષ 2008ઇ છે જ્યારે મને તેણે પોતાની ફિલ્મમાં કામ આપવાનું વચન આપ્યું હતું.
તેણે મને ટીશર્ટ પણ કાઢવા માટે કહ્યું હતું. હવે મને એવું જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ બિગ બોસના ઘરમાં ચાલ્યો ગયો છે અને પરિવારના લોકો હવે ઈચ્છે છે કે એ વ્યક્તિ વિષે હું ખુલ્લા મનથી વાત કરું.’
કનિષ્કા વધુ જણાવે છે કે ‘હું બધાને મારી કહાની જણાવવા માંગુ છું. તે કામ આપવાના બદલામાં મારો ફાયદો ઉઠાવવા માંગતો હતો. હું મરી કહાની કહેતા ડરી રહી છું. હું જાણું છું કે તેઓ બહુ મોટા વ્યક્તિ છે. હકીકત બહાર આવવા પર મને ભારતમાં આવવા નહીં મળે. તેની પહોંચ બહુ ઉપર સુધી છે. તે કશું પણ કરી શકો છો. તે મારો જીવ પણ લઈ શકે છે. મને વિશ્વાસ છે કે એક દિવસ મને ન્યાય મળશે. હું તમને જણાવવા માંગુ છું કે હું અહિયાં સાજિદ ખાન વિષે વાત કરી રહી છું.’
કનિષ્કા સોનીએ જણાવ્યું કે, ‘હું સલમાન ખાનને પૂછવા માંગુ છું કે શું બિગ બોસના ઘરમાં જવા માટે કોઈપણની પાત્રતા નથી જોવામાં આવતી? સલમાન ખાન મારા ફેવરિટ એક્ટર છે. તેમણે સાજિદ ખાનનો સપોર્ટ કર્યો છે. હું જે પણ કહી રહી છું તે સાચું છે. આ ખુલાસો કર્યા પછી હવે હું ક્યારેય પણ ઈન્ડિયા પાછી આવવાની નથી. હું નબળી નથી પણ ડરી ગઈ છું. હું પાવરફૂલ છું. હવે હું હોલીવુડમાં મારા કરિયરની નવી શરૂઆત કરીશ.’

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.

મધુબાલાની સુંદરતા એવી હતી કે તેમની સામે આજની અભિનેત્રીઓ નિષ્ફળ ગઈ, આ ફોટાઓ છે સાબિતી.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન