2019 માં રેહશે લગ્નની ધૂમ, આ બોલીવુડ સ્ટાર્સ કરશે લગ્ન

બોલિવૂડમાં આ વર્ષે લગ્નની ધૂમ રહી છે. આ વર્ષ નેહા ધૂપિયા, સોનમ કપૂર, દીપિકા અને પ્રિયંકાની સાથે બીજા અન્ય સ્ટાર્સ પણ લગ્ન કરી ચુક્યા છે. આ સાથે તમને જણાવી દઈએ કે બીજા પણ સ્ટાર્સ છે જે ડિસેમ્બર ૨૦૧૯ માં લગ્ન કરવાના છે. આજે અમે તમને આવી જ જોડી વિશે જણાવીશું, જે ટૂંક સમયમાં જ લગ્ન કરશે. વવર્ષ 2019 માં આ જોડી પણ લગ્નમાં બંધાવવા જઈ રહી છે.

૧. અર્જુન કપૂર- મલાઈકા અરોડા

ઘણા વર્ષોથી ચુપચાપ ડેટ કર્યા બાદ અર્જુન અને મલાઈકાએ  પણ પોતાના સંબંધો જાહેર કર્યા છે. મીડિયામાં એવા સમાચાર છે કે આ બે વર્ષ ૨૦૧૯ ની શરૂઆતમાં તેઓ લગ્ન થશે. બંને વચ્ચેની ઉંમરમાં પણ ગણો તફાવત છે. અર્જુન જ્યારે ૩૩  વર્ષનો છે, તો મલાઈકા ૪૫ વર્ષની છે. પરંતુ હવે તેઓ લગ્ન કરવા માટે મન બનાવી ચુક્યા છે. જણાવી દઈએ કે મલાઈકાએ તેના ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન જોડે થી છુટાછેડા લઇ લીધા છે.

૨. શ્રુતિ હાસન-માઈકલ કોર્સલ

અભિનેત્રી શ્રુતિ હસન દક્ષિણ ભારતીય ફિલ્મો તેમજ બોલીવુડમાં પણ કામ કર્યું છે. તે તેના બોયફ્રેન્ડ્સ માઈકલ કોર્સલ સાથે સાત ફેરા લેવાની છે. માઇકલ લંડનમાં રહે છે અને તે થિયેટર અભિનેતા છે.

૩. રણબીર કપૂર-આલિયા ભટ્ટ

રણબીર અને અલીયા તેમના સંબંધો જાહેર કરી ચુક્યા છે. આ સમયે બન્ને ‘બ્રહ્માસ્ત્ર’ ના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ ફિલ્મ દ્વારા તેઓ પહેલીવાર સ્ક્રીન પર એકસાથે જોવા મળશે. આગામી વર્ષે બન્ને લગ્ન કરે તેવી શક્યતા છે.

૪. વરુણ ધવન-નતાશા

વરુણ ધવન લાંબા સમયથી નતાશા સાથે ડેટિંગ કરે છે. અને તે તેમના આ સંબંધને જાહેરમાં પણ સ્વીકારી ચુક્યા છે. હાલમાં જ વરૂણ ધવન કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ માં જોવા મળ્યો હતો. અને ત્યાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આ દિવસોમાં નતાશા સાથે ડેટિંગ કરે છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

૫. રાજકુમાર રાવ-પત્રલેખા

પોતાના શાનદાર અભિનય સાથે બોલીવુડમાં પોતાનું નામ બનાવનાર રાજકુમાર રાવ પણ હવે લગ્ન કરવા જઈ રહ્યો છે. તે આ દિવસોમાં અભિનેત્રી પત્રલેખ સાથેના રિલેશનશીપ માં છે. બંને ની મુલાકાત ફિલ્મ ‘સિટીાઇટ’ના સેટ પર થઇ હતી. તેઓ આગામી વર્ષ માં લગ્ન કરે તેવી શક્યતા છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *