વાણી થઇ સુશાંત-રણવીર વચ્ચે કન્ફયૂઝ

બોલીવુડ એક્ટ્રેસ વાણી કપૂરે કહ્યું કે બેફિક્રેમાં તેના સહ અભિનેતા રહેલા રણવીર સિંહ અને શુદ્ધ દેશી રોમાન્સમાં સહ અભિનેતા રહેલા સુશાંત સિંહ રાજપુતની બોડી ખરેખર ખુબ જ સારી છે. અભિનેત્રીએ એક શો દરમિયાન આ વાત કરી હતી.

શોની મેજબાન સોફી ચૌધરીએ જ્યારે રણવીર અને સુશાંતમાંથી એકને પસંદ કરવા કહ્યું તો વાણી શરમાઇ ગઇ હતી. કહ્યું, ‘હે ભગવાન બંનેની સરખામણી અને એકને પસંદગી કરવી તો ઘણી મુશ્કેલ છે……તેણે કહ્યું, મને લાગે છે, મહેનત કરવામાં બંને બરાબર છે અને મેં અનુભવેલું કે બંનેની બોડી ખુબજ સારી છે. તમને જણાવી દઇએ કે, વાણી ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ફિલ્મ ‘શમશેરા’ જોવા મળશે.

યશરાજ ફિલ્મ્સના બેનર અંતર્ગત બની રહેલી આ ફિલ્મ ‘શમશેરા’માં એક્ટ્રેસ વાણી કપૂર રણબીર કપૂરની ઓપોઝિટ નજર આવશે. ફિલ્મને કરણ મલહોત્રા પોતે નિર્દેશક કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ફિલ્મમાં અમેઝિંગ એક્શન દ્રશ્ય હશે. રણબીર કપૂર તેમાં એકદમ અલગ અવતારમાં જોવા મળશે.

 

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *