Connect with us

ગુજરાત

ફેરિયાઓ-દુકાનદારો માટે માસ્ક ફરજીયાત,AMCએ તમામ વોર્ડમાં ચાલુ કર્યુ ચેકિંગ

Published

on

લોકડાઉનના ભંગ બદલ મણિનગરમાં આવેલા રિલાયન્સ ફ્રેશને દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ વિભાગે સીલ કરવામાં આવ્યું છે. સિક્યુરિટી ગાર્ડે માસ્ક ના પહેરતા અને મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોવાથી કડક પગલા ભરવામાં આવ્યા હતા.


શહેરમાં કોરોનાની અપડેટ આપતા અમદાવાદ મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, આજથી શહેરમાં ફેરિયાઓ અને દુકાનદારો માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યા છે. જેને પગલે 20 હજાર 270 માસ્ક અને 4054 સેનેટાઈઝર બોટલનું ફ્રીમાં વિતરણ કર્યું છે. તેમજ 327 શાકભાજીની લારી કે દુકાનો પર બોર્ડ લગાવ્યા છે. નવા નિયમનો 104 ટીમ દ્વારા અમલ કરવાવામાં આવી રહ્યો છે, બે કલાકમાં 1326 વ્યક્તિને રૂપિયા 3 લાખ 83 હજાર 500નો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે 4 યુનિટ સીલ કર્યાં છે. જ્યારે અત્યાર સુધીમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડ રેડ ઝોનમાં સામેલ હતા. પરંતુ ઝોન અંગે ફરી સમીક્ષા કરતા કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી ગોમતીપુર, સરસપુર અને અસારવા વોર્ડને પણ રેડ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.

વિજય નહેરાએ વધુમાં કહ્યું કે શહેરમાં કુલ 249 નવા કેસ નોંધાયા છે અને 12ના મોત થયા છે. જો કે સારા સમાચાર એ પણ છે કે એક જ દિવસમાં 81 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આજે વધુ 18 દર્દીને રજા આપવામાં આવતા કુલ 412 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. હાલ શહેરમાં 2470 એક્ટિવ કેસ છે, જેમાંથી 46 વેન્ટીલેટર પર અને 2424ની હાલત સ્થિર છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ 28034 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આમ 10 લાખની વસતિએ 4672 ટેસ્ટ થઈ રહ્યાં છે.

મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું કે,10થી વધુ તબીબો લોખંડવાલા હોસ્પિટલમાં સેવા આપવા તૈયાર છે. જેને પગલે આજથી જ કામ શરૂ કરી શકાશે. હવે કોરોનાના દર્દીને લોખંડવાલા હોસ્પિટલમાં પણ સારવાર મળી શકશે. તેમજ શહેરમાં 553 ટીમે 83 હજાર જેટલા ઘરનો સર્વે કર્યો છે અને 3 લાખ 70 હજાર વ્યક્તિનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. સુપર સ્પ્રેડરની વાત કરીએ તો 144 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આજથી શહેરમાં દુકાનદારો, ફેરિયાઓએ માસ્ક પહેરવું ફરજીયાત બન્યું છે. જે દુકાનદારોએ માસ્ક ન પહેર્યું હોય તેને રૂ. 5000નો અને ફેરિયાઓને રૂ. 2000 સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જ્યારે સુપરમાર્કેટ્સને રૂ.50 હજારનો દંડ ફટકારાશે. જેને પગલે AMCએ શહેરના 48 વોર્ડમાં ચેકિંગ હાથ ધર્યું છે. આ ચેકિંગ દરમિયાન બોડકદેવમાં આવેલા અમૂલ પાર્લરે દંડ ન ભરતા સીલ મારવામાં આવ્યું હતું.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા દુકાનદારોને માસ્ક પહેરવા અને જાગૃતિ લાવવા માટે લાઉડસ્પીકરથી જાહેરાત અને બેનરો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જો દુકાનદાર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવે તો કોર્પોરેશન તેનું શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળનું લાયસન્સ પણ રદ કરી શકે છે. આજે સવારથી કોર્પોરેશનની ટીમો ચેકિંગમાં નીકળી છે. બોડકદેવ વિસ્તારમાં લાઉડસ્પીકરથી દુકાનદારોએ માસ્ક પહેરવાની જાહેરાત કરવામાં આવી રહી છે. દુકાનદાર, શાકભાજી, ફેરિયાઓએ માસ્ક નહિ પહેર્યું હોય તેને દંડ ફટકારશે.

કોરોના વાઇરસનો ફેલાવો હવે જિલ્લામાં પણ પ્રસર્યો છે. ગુરુવારે અમદાવાદ જિલ્લામાં ચાર પોઝિટિવ કેસ બાદ આજે બોપલમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. બોપલમાં આવેલ કદંબ ફ્લેટમાં એક જ પરિવારના બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક મહિલાનો રિપોર્ટ બપોર બાદ આવશે. વધુ બે કેસ નોંધાતા બોપલમાં કુલ પાંચ કેસ થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ 37 કેસ થયા છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

‘તારક મહેતા’ ફૅમ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું નિધન,77 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

Published

on

‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.

વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું. ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું.

આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.
ઘનશ્યામ નાયકે થોડાં મહિના પહેલાં ગુજરાતની નેચરલ ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. આ જાહેરાત ઘનશ્યામ નાયકની છેલ્લી જાહેરાત હતી. નટુકાકાએ છેલ્લીવાર કેમેરા સામે એક્ટિંગ કરી હતી.
શોમાં નટુકાકાનું પાત્ર ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકને ગયા વર્ષે કેન્સર થયું હતું. તેઓ દોઢ વર્ષમાં માત્ર 4-5 એપિસોડ શૂટ કરી શક્યા હતા. જોકે, તેમના અકાઉન્ટમાં દર મહિને સેલરી જમા થતી હતી. તેમણે દર મહિને 1 લાખનો પગાર મળતો હતો. આ ઉપરાંત તેમને જેટલા એપિસોડ શૂટ કર્યા હોય તે પ્રમાણે ફી મળતી હતી.

Continue Reading

ગુજરાત

મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર ટાઇફોઇડની અસર, 10થી 12 ગામમાં ટાઈફોઈડની અસર

Published

on

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી બે લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડર પરના 10થી 12 ગામમાં ટાઈફોઈડે અસર જોવા મળી રહી છે.

જેના કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં લગભગ 900 લોકો ટાઈફોઈડના શિકાર બની ચૂક્યા છે. કોરોના વચ્ચે આ રોગ ફાટી નીકળતાં લોકોને પરેશાન કર્યા છે. ત્યારે ગુજરાતના સાયલા, મોગરાણી, ટાકલી, ભીલભવાલી, નાસેરપુર અને મહારાષ્ટ્રના પીપલોદ, ભવાલી, વિરપુર, લોય સહિતના ગામમાં ટાઈફોઈડની અસર જોવા મળી છે.

અહીં સતત ટાઈફોઈડના કેસમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ધનોરા જેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓની સારવાર ખુલ્લામાં અને તંબુમાં કરવી પડે છે.

Continue Reading

કોરોના

દેશમાં લોકડાઉન લાગ્યું તો નુકસાન થશે: BofA Securities

Published

on

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.

હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending