ચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના! , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક

150થી વધુ દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસ હાલ ભારતમાં સ્ટેજ-2 પર છે. અત્યાર સુધી કુલ 1,84,133 લોકો આ વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જ્યારે 7,332 લોકોના વાયરસના કારણે મોત થયા છે. તો બીજીબાજુ 79,927 લોકો ઈન્ફેક્શનથી સાજા થયા હોવાનું પણ સામે આવ્યું છે.ફ્રાન્સમાં વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને નિયમો વધારે કડક કરવા આવ્યા છે. હવે કોઈપણ સામાજિક કે પારિવારિક કાર્યક્રમમાં લોકોને ભેગા થવાની મનાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ સતત કોરોના ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે ભારતમાં વાયરસના ફેલાવો સ્તર હાલમાં બીજા સ્ટેજમાં છે.ભારતમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) મુજબ તેનો મતલબ એ થયો કે હાલમાં ભારતમાં આ વાયરસનું કોઈ કોમ્યુનિટી ટ્રાંસમિશન નથી થયું.   ICMRના જણાવ્યા મુજબ, આ વાયરસના 4 સ્ટેજ હોય છે. જેમાં ત્રીજો સ્ટેજ કમ્યૂનિટી ટ્રાંસમિશન છે. એટલે કે, આ વાયરસના ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે. તેનાથી કોઈપણ દેશમાં ખૂબ જ મોટું ક્ષેત્ર પ્રભાવિત થાય છે. સ્ટેજ 3માં બીમારી દેશ અંદર સંક્રમિત લોકોમાંથી અન્ય લોકોમાં ફેલાવા લાગે છે.આ ઉપરાંત સ્ટેજ-4માં આ બીમારી પહોંચતા તે મહામારીનું રુપ લઈ લે છે અને એ ખબર નથી હોતી કે તેનો ખાત્મો ક્યારે થશે.? ચીનમાં આ વાયરસ ચોથા સ્ટેજમાં હતો, જેના કારણે સ્થિતિ વધુ વણસી હતી. જોકે, ભારતમાં હાલ આ સ્ટેજ-2 પર છે. ભારત સરકારે પણ આ વાયરસને વધુ ફેલાતો રોકવા માટે પગલા ભર્યા છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *