ક્રિકેટર હાર્દિક પંડ્યા મોડલ નતાશાને કરી રહ્યો છે ડેટ

ઇન્ડીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની અંગત જીંદગીના લીધે મોટાભાગે ચર્ચામાં રહે છે. ઉર્વશી રૌતેલાથી માંડીને એલી અબરામ અને ઇશા ગુપ્તા જેવી હસીનાઓના સાથે તેમનું નામ જોડાયેલું છે. જોકે કોઇની સાથે હાર્દિક પંડ્યાની વાત આગળ ન વધી, પરંતુ લાગે છે કે હવે તેમની જીંદગીમાં એક એવી હસીના એન્ટ્રી મારી ચૂકી છે, જેની સાથે તે ઘર વસાવવા અંગે વિચારી રહ્યા છે……… હાર્દિક પંડ્યા થોડા સમયથી અભિનેત્રી અને મોડલ નતાશા સ્તાંકોવિકને ડેટ કરી રહ્યો છે. એટલું જ નહી રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલાં હાર્દિક પંડ્યાએ પોતાના પરિવારજનો સાથે નતાશાની મુલાકાત કરાવી હતી……..સાંભળવામાં એ પણ આવ્યું છે કે હાર્દિક અને નતાશાના સંબંધો પર હાર્દિક પંડ્યાના પરિવારજનોએ મોહર લગાવી દીધી છે. હાર્દિકના માતા-પિતાને નતાશ ખૂબ ગમી છે અને જો આ સમાચાર સાચા હોય તો ટૂંક સમયમાં નતાશાના ઘરે શરણાઇના સૂર ગુંજતા જોવા મળશે.

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *