બૉડીને લઈ કમેન્ટ્સ કરનાર પર બોલી દબંગ ગર્લ

સોનાક્ષી સિંહાએ હાલમાં જ તેની બૉડીને લઈ કમેન્ટ્સ કરનાર ટ્રોલર્સને જવાબ આપ્યો છે. સોનાક્ષીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોની શરૂઆતમાં યુઝર્સે તેની બૉડીને લઈ કેવી કમેન્ટ્સ કરી હતી, તે વાંચે છે અને પછી તે કહે છે કે હવે તે આ બધી વાતોની પરવા કરતી નથી………

વીડિયોમાં સ્ટ્રાઈપ્ડ પેન્ટસૂટમાં સજ્જ સોનાક્ષી સોશિયલ મીડિયામાં મળેલી કમેન્ટ્સ વાંચે છે અને કહે છે, ટ્રોલર્સ, તેઓ પોતાને આ જ રીતે ઓળખાવે છે. આ લોકો તમારા પોઝિટિવ વાઈબને મારવા માગે છે. તેમની પાસે બીજાને જજ કરવાનો સમય જ સમય છે અને તેઓ પોતે કોઈ કામ કરતાં જ નથી, તેથી તેઓ ગમે તે કહી શકે છે. ક્યારેક આપણને ગુસ્સો આવે છે, ક્યારેક આપણી લાગણી દુભાય છે પરંતુ હવે આપણને હસવું આવે છે. કારણ કે આ લોકો એક મજાક માત્ર છે……..

વધુમાં સોનાક્ષીએ કહ્યું હતું કે મેં 30 કિલો કરતાં વધુ વજન ઉતાર્યું છતાં પણ તેઓ આ જ કહે છે. ત્યારથી મેં તેમને સાંભળવાના બંધ કરી દીધા હતાં.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *