દીપિકા પાદુકોણને ક્રિસ્ટલ અવોર્ડથી કરવામાં આવી સન્માનિત, મેન્ટલ હેલ્થ અંગે અવેરનેસ લાવવા માટે આપવામાં આવ્યો અવોર્ડ

બોલિવુડની સુપરહિટ એક્ટ્રસ માંથી એક છે દીપિકા પાદુકોણ.જેને પોતાના દમ પર બોલિવુડમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

દીપિકા પાદુકોણને હાલમાં જ દાવોસમાં ક્રિસ્ટલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. અવોર્ડ લીધા બાદ દીપિકાએ હૃદય સ્પર્શી સ્પીચ આપી હતી. નોંધનીય છે કે જે સ્ટાર્સ પોતાના યોગદાનથી વિશ્વને સારું બનાવવાનો પ્રયાસ કરે છે અને તેમાં સતત પરિવર્તન લાવે છે, તેમને આ અવોર્ડ આપવામાં આવે છે.

 

દીપિકાને આ અવોર્ડ મેન્ટલ હેલ્થ અંગે અવેરનેસ લાવવા તથા આ અંગે નેતૃત્વ કરવા માટે આપવામાં આવ્યો હતો. દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર અવોર્ડ લીધા બાદની એક તસવીર પણ શૅર કરી હતી.

દીપિકા પર્પલ રંગના આઉટફિટમાં ઘણી જ સુંદર લાગતી હતી. નોંધનીય છે કે દીપિકા ‘ધ લાઈવ, લવ, લાફ ફાઉન્ડેશન’ની મદદથી મેન્ટલ હેલ્થમાં અવેરનેસ લાવે છે.

અવોર્ડ સ્વીકાર્યા બાદ દીપિકાએ કહ્યું હતું, મેં અવોર્ડનો સ્વીકાર કર્યો ત્યાં સુધીમાં વિશ્વમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી. વિશ્વમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. આર્થિક પરિસ્થિતિને કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં આવે છે.

દીપિકાએ પોતાના ડિપ્રેશન અંગે વાત કરતા કહ્યું હતું કે વર્ષ 2014માં ફેબ્રઆરી મહિનામાં તે ડિપ્રેશનમાં જતી રહી હતી અને તેને આ બધું જ છોડી દેવાનો વિચાર આવ્યો હતો. જોકે, તે સમયે તેની માતાએ તેની સંભાળ લીધી હતી.

દીપિકાએ સમજાવ્યું હતું કે ડિપ્રેશનની સારવાર શક્ય છે. સૌ પહેલાં આ વાતનો સ્વીકાર કરવો એ જરૂરી છે. ડિપ્રેશન દરમિયાન તે ઘણું બધું શીખી છે. ડિપ્રેશન સામે લડતા વ્યક્તિઓને સંદેશો આપતા એક્ટ્રેસે કહ્યું હતું, તમે એકલા નથી અને આશાનું કિરણ રહેલું છે.

ઉલ્લેખનીય છે કે દીપિકાની 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલી ‘છપાક’ 32.48 કરોડની કમાણી કરી છે. ક્રિટિક્સ તથા દર્શકોએ આ ફિલ્મને પોઝિટિવ રિવ્યૂ આપ્યા હતાં.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *