એન્ટરટેઈન્મેન્ટ
દીપિકાની તબિયત લથડતા કરાઈ હોસ્પિટલમાં દાખલ ?
Published
2 weeks agoon

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં હૈદરાબાદમાં અપકમિંગ ફિલ્મ ‘પ્રોજેક્ટ K’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન એવા સમાચાર વહેતા થયા હતા કે દીપિકાને ગભરામણ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. દીપિકાને હૈદરાબાદની કમિનેની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. ડિસ્ચાર્જ બાદ એક્ટ્રેસ નોવોટેલ હોટલમાં ડૉક્ટર્સની દેખરેખ હેઠળ હતી. તબિયત ઠીક થતાં જ દીપિકાએ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
દીપિકાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી તે વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. કેટલાંક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકાને એડમિટ કરી હોવાની વાત સાચી નથી. ત્રણ દિવસ પહેલાં દીપિકા જનરલ ચેક-અપ માટે ગઈ હતી. તેને ગભરામણ થતી નહોતી અને તેને હૃદય સંબંધિત કોઈ સમસ્યા નહોતી. તે હાલમાં એકદમ સ્વસ્થ છે.
દીપિકા હાલમાં રામોજી રાવ ફિલ્મસિટીમાં શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ છે. ફિલ્મને નાગ અશ્વિન ડિરેક્ટ કરે છે. ફિલ્મમાં પ્રભાસ-દીપિકા ઉપરાંત અમિતાભ બચ્ચન, દિશા પટની પણ મહત્ત્વના રોલમાં છે. દીપિકા હૈદરાબાદમાં એક મહિના સુધી શૂટિંગ કરશે. દીપિકાએ પિતા પ્રકાશ પાદુકોણના 67મા જન્મદિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું હતું. દીપિકાની માતા ઉજ્જાલા પાદુકોણ તથા બહેન અનીષા પણ સાથે હતા. દીપિકાના પિતા દર વર્ષે જન્મદિવસે તિરુપતિના મંદિરે દર્શન કરવા જાય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા એક્ટર શાહરુખ-જ્હોન સાથે ફિલ્મ ‘પઠાન’માં જોવા મળશે. આ ઉપરાંત તે હૃતિક રોશન સાથે ‘ફાઇટર’માં કામ કરી રહી છે. અમિતાભ બચ્ચન સાથે ‘ધ ઇન્ટર્ન’માં કામ કરશે.
You may like
-
બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા
-
શમશેરાનુ ટ્રેલર લોન્ચ થાય તે પૂર્વે જ રણબીર કપૂરની કારનો થયો અકસ્માત
-
રેપર રફતાર લગ્નના 6 વર્ષ બાદ લેશે છૂટાછેડા: બંનેએ કર્યા હતા લવ મેરેજ
-
ઈમ્તિયાઝ અલીની દીકરી છે ગ્લેમરસ! ઇન્સ્ટા પર શેર કર્યા હોટ લુકના ફોટોસ
-
એક્ટ્રેસ તબ્બુએ કહ્યું: “હું આજે પણ અજય દેવગણના કારણે સિંગલ છું”: આવું નિવેદન આપવા પાછળનું કારણ છે કઈક આવું
-
દ્રશ્યમ-2ની રિલીઝ ડેટ થઇ જાહેર! ફરી એકવાર અજય અને ટબુની જોડી મચાવશે ધમાલ
એન્ટરટેઈન્મેન્ટ
દેશની ટોપ મોસ્ટ ડિઝાઈનરની લાશ તેના જ ઘરમાંથી મળી આવી!
Published
2 weeks agoon
June 11, 2022
ટોપ ફેશન ડિઝાઈનર પ્રત્યૂષા ગરિમેલા હૈદરાબાદમાં પોતાના ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બપોરે બંજારા હિલ્સમાં પોતાના ઘરમાં સંદિગ્ધ અવસ્થામાં મૃત હાલતમાં મળી આવી હતી. 35 વર્ષિય પ્રત્યૂષાનું ઘર બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનના ફિલ્મ નગરમાં આવેલું છે. પ્રત્યૂષા દેશની ટોપ 30 ફેશન ડિઝાઈનરોમાંની એક હતી.
હકીકતમાં જોઈએ તો, ઘટના ત્યારે સામે આવી જ્યારે તેણે શનિવારે બપોરે જવાબ ન આપ્યો, જે બાદ સિક્યુરિટીએ પોલીસને જાણ કરી હતી. જેના પર પોલીસે ઘરનો દરવાજો તોડી અંદર જઈને તેની લાશ કબ્જામાં લીધી હતી. પોલીસે મૃતદેહને ઓસ્માનિયા હોસ્પિટલના શબઘરમાં પોસ્ટમોર્ટમ માટે રાખ્યો છે અને શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે દિલ્હીમાં રહેતા તેના સંબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે પ્રત્યુષાએ યુએસથી ફેશન ડિઝાઈનિંગ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત હૈદરાબાદથી કરી હતી. વર્ષ 2013માં પ્રત્યુષાએ પોતાના નામથી લેબલ શરૂ કર્યું, ત્યાર બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. પ્રત્યુષાએ ટોલીવુડ ઇન્ડસ્ટ્રીની ઘણી લોકપ્રિય હસ્તીઓ માટે કપડાં ડિઝાઇન કર્યા છે. આ સિવાય પ્રત્યુષાએ ઘણા બોલિવૂડ સેલેબ્સ માટે પણ કામ કર્યું છે. તેમના ઘણા મોટા ગ્રાહકો છે.
પ્રાથમિક માહિતી અનુસાર પ્રખ્યાત ફેશન ડિઝાઈનર ગરિમેલા પ્રત્યુષાએ આત્મહત્યા કરી લીધી છે. તેણે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે પ્રત્યુષાના મૃતદેહને ઉસ્માનિયા હોસ્પિટલ મોકલી આપ્યો હતો. આ સાથે લિવિંગ રૂમમાંથી કાર્બન મોનોક્સાઇડનો સિલિન્ડર પણ મળી આવ્યું છે. પોલીસને શંકા છે કે તેનું મૃત્યુ કાર્બન મોનોક્સાઇડ ગેસને કારણે થયું છે.
એન્ટરટેઈન્મેન્ટ
કોરોના પહોચ્યો મન્નતમાં! કિંગખાન શાહરૂખ કોરોના સંક્રમિત
Published
3 weeks agoon
June 6, 2022
કોરોનાની ત્રીજી લહેર બાદ કોરોના કેસમાં ઘટાડો જોવા મળતા લોકોમાં અને તંત્રમાં રાહત જોવા મળી હતી, જોકે છેલ્લા થોડા દિવસોથી ભારતમાં ફરી કોરોના કેસમાં ઉછાળો આવતા ફરી ચિંતા જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જરૂરી સૂચનો પણ આ મામલે આપ્યા છે. ત્યારે કોરોનાનેને લઇ લોકોએ સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે. આ વખતે કોરોનાએ બોલીવુડને ઝપેટમાં લીધું છે. પહેલા અક્ષય કુમાર અને હવે બોલીવુડના કિંગખાન શાહરૂખ પણ કોરોના સંક્રમિત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ કરણ જોહરની પાર્ટીમાં ગયેલ ૫૦ જેટલા સેલીબ્રીટી કોરોના સંક્રમિત થયા હોવાની આશંકા વ્યક્ત કરવમાં આવી રહી છે. ત્યારે કિંગખાન પણ કોરોના સંક્રમિત થાય છે. એ સાથેજ એક્ટ્રેસ કેટરીના કેફ પણ કોરોના પોઝીટીવ આવ્યા છે.
દેશ ભરમાં કોરોનાની સ્થિતિનો જો વાત કરવામાં આવે તો દેશમાં ફરી એક વાર કોરોના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૫૨૮ કોરોનાના નવા કેસ નોંધાયા છે. જે અંક ગઈકાલે ૪૨૭૦ હતો. ખાસ કરીને મુંબઈમાં ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા છે, એકજ દિવસમાં 889 કેસ નોંધાયા છે.
મુંબઈમાં સતત કોરોના કેસમાં વધારો થવાને કારણ એ મહારષ્ટ્રમાં ફરી માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. આવીજ સ્થિત રહી તો આગામી સમયમાં કોરોનાનો અંક મોટો થવાની સંભાવના સેવાઈ રહી છે. હાલ સમગ્ર દેશમાં ૨૪૦૦૦થી વધુ કોરોનાના એક્ટીવ કેસ છે.
એન્ટરટેઈન્મેન્ટ
અનુપમા સિરિયલ અનુપમાની સૌથી વધુ કમાણી કરનાર બની અભિનેત્રી, એક એપિસોડ માટે આટલો ચાર્જ લે છે.
Published
5 months agoon
February 3, 2022By
Aryan Patel
ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રી બોલીવુડ જેવા લોકોમાં ઝડપથી તેમના ક્રેઝ વધારી રહ્યા છે. અભિનેતાઓ, અભિનેત્રીઓ, સિરિયલ મેકર્સ બધાએ મોટી કમાણી શરૂ કરી દીધી છે. જો તમે એ જાણવું હોય કે, ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી કોણ છે, તો તેનું નામ જાણીને તમે ચોંકી જશો. તે સિરિયલ અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગુલી છે. રૂપાલી ગાંગુલીએ માત્ર ભારતીય ટીવી જગતની નવી પેઢીને જ નહીં, પણ ઘણા પીઢ પુરૂષ ટીવી કલાકારોને પણ પાછળ છોડી દીધા છે.
ભારતીય ટીવી જગતમાંથી સમાચાર આવી રહ્યા છે કે, સિરિયલ અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભારતીય ટીવીની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે. સૂત્રોના હવાલાથી આ ખુલાસો થયો છે. પોતાના રિપોર્ટમાં બોલિવૂડ લાઈફે સૂત્રોને ટાંકીને રૂપાલી ગાંગુલીની ફીમાં વધારો કરવાની માહિતી આપી છે. સોશિયલ મીડિયાના રિપોર્ટ અનુસાર, રૂપાલીને પહેલા દિવસની ફી 1.5 લાખ મળતી હતી. હવે અભિનેત્રી પ્રતિદિન 3 લાખ રૂપિયા લે છે. આ સાથે રૂપાલી ગાંગુલી ભારતીય ટીવી જગતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે.
આ કરીને રૂપાલી ગાંગુલીએ અનેક યુવા પ્રતિભાઓને માત આપી છે. અભિનેત્રીઓને છોડી દો, રૂપાલીએ ફીના મામલામાં ટીવીના દિગ્ગજ કલાકારો રામ કપૂર, રોનિત રોયને પણ પાછળ છોડી દીધા છે. એવી અટકળો છે કે, અભિનેત્રીએ થોડા મહિના પહેલા જ તેમની ફી વધારી દીધી છે. જો કે અમે સૂત્રો પાસેથી આ સમાચારની પુષ્ટિ કરતા નથી, પણ જો રૂપાલી ગાંગુલી ખરેખર ટીવીની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ હોય, તો તેમાં શંકા કરવાનું કંઈ નથી કારણ કે, અભિનેત્રી આ સિદ્ધિની હકદાર છે. વર્ષોથી શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી રૂપાલી ગાંગુલીએ પોતાની જોરદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા છે.
સોશિયલ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, અનુપમા સિરિયલમાં રૂપાલી ગાંગુલીનો કો-સ્ટાર ગૌરવ ખન્ના રોજના 1.5 લાખ રૂપિયા લે છે. સાથે જ સુધાંશુ પાંડેને પણ એટલી જ રકમ મળી રહી છે.
રૂપાલી ગાંગુલીનો શો અનુપમા ટીઆરપી પર ધમાલ મચાવી રહ્યો છે. જ્યારથી આ શો ઓન-એર થયો છે, ત્યારથી તે દર્શકોનો ફેવરિટ રહ્યો છે. રાજન શાહીના આ શોએ ટીવી ક્વીન એકતા કપૂરના મોટા શોને માત આપી દીધી છે. ‘અનુપમા’ સુપરહિટ થવા પાછળનું કારણ સ્ટારકાસ્ટના ઉત્કૃષ્ટ પ્રદર્શનની સાથે નિર્માતાઓની સખત મહેનત છે.
ટીવી શોમાં ગૃહિણીનું પાત્ર ભજવતી અનુપમાને અગાઉ તેના જ પતિ વનરાજે છેતર્યા હતા. જેણે તેમણે છોડીને ઓફિસમાં સાથે કામ કરતી કાવ્યાને ગર્લફ્રેન્ડ બનાવી. આ બધા વચ્ચે, અનુનો ભૂતકાળ પાછો આવે છે, જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે. રૂપાલી ઉપરાંત, આ શોમાં નિધિ શાહ, પારસ કાલનવત, અનેરી વાજા, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા અને ગૌરવ ખન્ના પણ મુખ્ય ભૂમિકામાં છે.
અનુપમા પહેલા રૂપાલી ગાંગુલીને સારાભાઈ Vs સારાભાઈ સિરિયલમાં મોનિષાની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મળી હતી, પણ સ્ટાર પ્લસની સિરિયલ અનુપમાએ તેને વધુ ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ કરી કારણ કે, હવે રૂપાલી લગભગ દરેક ઘરમાં અનુપમા તરીકે લોકપ્રિય થઈ ગઈ છે.

બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા

ફૂટબોલ કિંગ મેસ્સીના નામે છે અનેક રેકોર્ડ! આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું તેના રેકોર્ડ્સ

સાઉથની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પાસે છે મોંઘી કારનું કઈક આવું કલેક્શન!

રાત્રે સ્નાન કરવું સ્વસ્થ્ય માટે છે ખૂબ ફાયદા કારક! જાણો કેવા થાય છે ફાયદાઓ

વજન ઘટાડવામાં દહી કે દૂધ મદદરૂપ? જાણો શું કહે છે એક્સપર્ટ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી