Connect with us

ભારત

કોરોનાની અર્થવ્યવસ્થા પર પડેલી અસરને જોતા દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય

Published

on

કોરોનાની અસર અર્થવ્યવસ્થા પર પડેલી અસરને જોતા દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવાનો નિર્ણય લીધો છે. મંગળવારથી દિલ્હીમાં હવે પેટ્રોલ 1.67 રુપિયે અને ડીઝલ 7.10 રુપિયા મોંઘુ પડશે.

મંગળવારે રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલ બન્નેના ભાવમાં વેટ વધારી દેવાની જાહેરાત કરી હતી. પેટ્રોલમાં 27 ટકાથી વધારી 30 ટકા વેટ કરી નાંખ્યો છે. જ્યારે ડીઝલ પર 16.77 ટકાથી વધારે 30 ટકા કરી નાંખ્યો છે.

આ નિર્ણય બાદ દિલ્હીના નાણા મંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ પર લખ્યુ હતું કે મુશ્કેલીના સમયે અઘરા નિર્ણયો કરવા પડે છે. નાણામંત્રી બનતા હું શીખ્યો કે જીંદગી હંમેશા શાનદાર નથી હોતી.

દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત 71.26 પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 69.29 પ્રતિ લિટર થઈ ગઈ છે. ગત દિવસોમાં દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યું હતું કે સરકારે એપ્રિલમાં રેવેન્યૂ 3500 કરોડ રુથી ઘટીને 300 કરોડ રુપિયા થઈ ગઈ છે. એ સ્પષ્ટ છે કે સરકારની કમાણી પર પડેલો બોઝો પ્રજાએ ભોગવવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મંગળવારથી દારૂ મોંઘો થશે. કેજરીવાલ સરકારે દારૂ પર વિશેષ કોરોના ફી લાદવાનો નિર્ણય લીધો છે. આ ફી એમઆરપી પર 70 ટકા રહેશે. દિલ્હી સરકારનો આ નિર્ણય મંગળવારથી લાગુ થશે. આ પહેલા હરિયાણા સરકારે પણ દારૂ પર કોવિડ -19 સેસ લગાવીને લોકોને જોરદાર આંચકો આપ્યો હતો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણવા જેવું

છોકરી ઘરથી ભાગી રહી હતી, પછી ઓટો ડ્રાઈવરે કંઈક એવું કર્યું કે કોઈએ વિચાર્યું પણ ન હતું

Published

on

આજની દુનિયામાં, દરેક વ્યક્તિ સ્વાર્થી બની ગયો છે. બીજાના જીવનમાં જે દુ:ખ ચાલી રહ્યું છે, તેનાથી કોઈને કોઈ મતલબ રાખતો નથી, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે કે જે બીજા લોકોને નાખુશ જોઈ શકતા નથી અને કોઈપણ સ્વાર્થ વગર તેમની મદદ પણ કરી શકે છે. આવા જ એક મદદરૂપ ઓટો ડ્રાઈવર દિલ્હીમાં જોવા મળ્યા હતા. જેમણે એક યુવાન પુત્રીનો જીવ બચાવ્યો હતો. પુત્રી ઘરથી છોડી ભાગી હતી તો ચાલો આ સમગ્ર મામલો શું છે…

આજના યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયા પર વધુ સક્રિય છે. આવી સ્થિતિમાં આ સોશિયલ મીડિયા દ્વારા નવા મિત્રો પણ બને છે. કેટલીકવાર આ બેવકૂફ યુવાનો થોડા મહિનાઓની મિત્રતામાં મોટા પગલા ભરે છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાં જોવા મળ્યો છે. અહીં 24 વર્ષીય યુવતીએ ફેસબુક પર થોડા દિવસો મેસેજમાં વાત કરી અને એક યુવાન સાથે ઊંડી મિત્રતા કરી. જ્યારે યુવતીના પરિવારજનોને આ અંગે જાણ થઈ, ત્યારે ઝઘડો થયો હતો. આ પછી છોકરીએ તે મિત્રના માટે પોતાનું ઘર છોડવાનો મોટો નિર્ણય લીધો. આ 24 વર્ષીય છોકરીએ ગુસ્સામાં પોતાનો તમામ સામાન પેક કર્યો અને ઘર છોડી નીકળી ગઈ.

અહીં જસ્સી નામનો ઓટો ડ્રાઇવર સાંજે બાંગ્લા સાહિબ ગુરુદ્વારા પાસે સવારીની રાહ જોતો હતો. આ જ ઘરમાંથી ભાગી ગયેલી આ 24 વર્ષની છોકરી જસ્સીની ઓટોમાં બેઠી હતી. છોકરી પાસે બે -ત્રણ બેગ પણ હતી. તેણે ઓટોવાળાને કહ્યું કે, તેને સારી હોટલમાં લઈ જાઓ. છોકરી ખૂબ અસ્વસ્થ દેખાઈ રહી હતી, તેથી ઓટો ડ્રાઈવરને શંકા ગઈ અને આસપાસ પૂછ્યું કે ‘મેડમ હોટેલમાં આઈડી પ્રૂફ હશે. તમારી પાસે શું છે? ‘આના પર યુવતીએ ઓટો ડ્રાઈવરને તેનું આધાર કાર્ડ બતાવ્યું. છોકરીના આધાર કાર્ડ પર દિલ્હીનું સરનામું લખેલું હતું. આના પર ઓટો ડ્રાઈવર વિચારવા લાગ્યો કે દિલ્હીમાં રહેતી યુવતીએ હોટેલમાં રહેવાની જરૂર કેમ પડી.

ઓટોવાળાએ છોકરીને કહ્યું કે, તું મારી નાની બહેન જેવી છે, માટે તને કોઈ તકલીફ હોય તો મને કે હું એનું સોલ્યુશન આપું. આના પર છોકરીએ કહ્યું કે, તે ગુસ્સામાં પોતાનું ઘર છોડી આવી છે. હવે એક મિત્ર પાસે જઈ રહી છું, ત્યાં તે તેની સાથે રહેશે અને નોકરી પણ કરશે. આ સાંભળીને ઓટો ડ્રાઈવર સમજી ગયો કે, મામલો ગંભીર છે અને જો છોકરી ત્યાં જાય તો કંઈક ખોટું થઈ શકે છે. તેથી તેણે પોતાની ઓટો સીધી પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની અંદર લઇ ગયો. અહીં ગયા પછી તેણે પોલીસને બધી વાત કરી અને છોકરીને તેમના હવાલે કરી દીધી.

સંસદ માર્ગના એસએચઓ વેદ પ્રકાશ રાયે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું અને તેના વિશે વિચારવાનું કહ્યું. તેમણે કહ્યું કે, કેટલી વાર લોકો સોશિયલ મીડિયા પર છોકરીઓને પ્રેમ અને નોકરીનું વચન આપીને લલચાવે છે. છોકરીના પરિવારના સભ્યોને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. તે લોકોએ પણ છોકરીને ઘણી સમજાવી. અંતે છોકરીએ તેના પરિવારની સાથે જવાનો નિર્ણય લીધો અને એમની જોડે ચાલી ગઈ.

બીજા દિવસે ઓટો ડ્રાઈવર પોલીસ સ્ટેશનમાં છોકરીની સંભાળ લેવા આવ્યો. તેને ખબર પડી કે, જોકે છોકરીનું ઘરે પરત ગઈ છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે, હવે છોકરીનું વર્તન પણ સુધર્યું છે. આજે એક સમજદાર ઓટો ડ્રાઈવરને કારણે યુવતીનો જીવ બરબાદ થતા બચી ગયો હતો.

Continue Reading

જાણવા જેવું

પ્રખ્યાત રેસ્ટોરન્ટ એક્વિલાને તાળું મારવામાં આવ્યું, એવું તો શું થયું જાણો આ રસ પદ વાત

Published

on

દક્ષિણ દિલ્હીમાં આવેલું એક્વિલા રેસ્ટોરન્ટને તાળું મારી દેવામાં આવ્યું છે. જે તાજેતરમાં એક મહિલાને પહેરવા બદલે એન્ટ્રી ન આપવાના આરોપને કારણે સમાચારોમાં ચર્ચામાં હતું. જો કે, આ વિવાદને કારણે રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યું છે. દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને રેસ્ટોરન્ટના માલિકને ક્લોઝર નોટિસ જારી કરી હતી. જેમાં 48 કલાકમાં રેસ્ટોરન્ટ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. તે જ સમયે, ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર અનુસાર, રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું.

ઇન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર, SDMC એ રેસ્ટોરન્ટને સ્વચ્છતા અને લાયસન્સના અભાવને કારણે આ નોટિસ મોકલી હતી. SDMC ના મેયર મુકેશ સૂર્યને જણાવ્યું હતું કે, 29 સપ્ટેમ્બર બુધવારે એક્વિલા રેસ્ટોરન્ટને નોટિસ મોકલવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, એક્વિલા રેસ્ટોરન્ટ માન્ય લાયસન્સ વગર ચલાવવામાં આવી રહ્યું છે, જેને 48 કલાકની અંદર બંધ કરવું પડશે. અગાઉ આ વિસ્તારના જાહેર આરોગ્ય નિરીક્ષકે રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. આમાં તેમણે જોયું કે રેસ્ટોરન્ટ હેલ્થ ટ્રેડ લાયસન્સ વગર ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, આરોગ્ય નિરીક્ષકને જાણવા મળ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં જાહેર જમીન પર પણ અતિક્રમણ થયું છે. 24 સપ્ટેમ્બરના રોજ, હેલ્થ ઇન્સ્પેક્ટર ફરી એકવાર એક્વિલા રેસ્ટોરન્ટની મુલાકાત લીધી. આ વખતે પણ પહેલા જેવી જ ખામીઓ જોવા મળી.

29 સપ્ટેમ્બરના રોજ, SDMC એ રેસ્ટોરન્ટના ડ્રાઈવરને નોટિસ મોકલી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જો નિર્ધારિત સમયમાં રેસ્ટોરન્ટ બંધ નહીં થાય તો તેને સીલ કરી દેવામાં આવશે. એસડીએમસીની કાર્યવાહી પછી રેસ્ટોરન્ટના માલિકની પ્રતિક્રિયા પણ આવી છે. પીટીઆઈના અહેવાલ મુજબ તેમણે કહ્યું છે.

એક્વિલા રેસ્ટોરન્ટ છેલ્લા એક અઠવાડિયે સમાચારોમાં ચર્ચમાં આવ્યું હતું. અનિતા નામની મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આ રેસ્ટોરન્ટ સાડી પહેરીને મહિલાઓને પ્રવેશની મંજૂરી આપતી નથી. તેઓએ એક વીડિયો પણ શેર કર્યો હતો. આમાં રેસ્ટોરન્ટનો એક કર્મચારી કહેતો જોવા મળ્યો હતો કે સાડી સ્માર્ટ આઉટફિટ નથી, તેથી એન્ટ્રી આપવામાં આવતી નથી. જ્યારે વીડિયો પર ભારે હંગામો થયો ત્યારે રેસ્ટોરાંએ તેના વતી સ્પષ્ટતા કરી કહ્યું કે, તે દિવસે એક ઇવેન્ટ માટે પહેલેથી જ બુકિંગ હતું. આ પછી પણ મહિલા અને તેની પુત્રી અંદર આવ્યા. જ્યારે તેને રોકવામાં આવ્યો, ત્યારે તેણે દબાણ કર્યું જો કે, રેસ્ટોરન્ટ તેના કર્મચારીની સાડીને સ્માર્ટ આઉટફિટ ન કહેવાના મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં ન હતી.જોકે તેણે દાવો કર્યો હતો કે, તે હંમેશા સાડી પહેરેલી મહિલાઓને એન્ટ્રી આપે છે.

આ મામલે કાર્યવાહી કરીને રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હી પોલીસને તપાસના નિર્દેશ આપ્યા હતા. તેણીએ કહ્યું હતું કે, સાડી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે અને દેશની મોટાભાગની મહિલાઓ સાડી પહેરે છે. સાડી પહેરવાને કારણે જો કોઈ મહિલાને રેસ્ટોરન્ટમાં પ્રવેશ આપવામાં ન આવે તો તે તેના સન્માન સાથે જીવવાના અધિકારનું ઉલ્લંઘન છે. તેને SDMC ની કાર્યવાહી સાથે કોઈ લેવાદેવા નથી.

Continue Reading

કોરોના

સીઆઈએસસીઈ બોર્ડે ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ રદ કરી

Published

on

કોરોનાના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કાઉન્સીલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. આઈસીએસઈ બોર્ડે કહ્યુ છે કે 12માંની પરીક્ષા પર નિર્ણય જૂન, 2021માં લેવામાં આવશે. આ અગાઉ બોર્ડના નોટિફિકેશનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવી હતી.

ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકવા નથી માગતા, બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. તો વળી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગે છે, તે ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ભાગ લઈ શકશે. સીઆઈએસસીઇ બોર્ડે કહ્યું હતું કે વર્ગ 12 ની પરીક્ષાઓ ઓફલાઇન પછીથી લેવામાં આવશે. આ માટે જૂનની તારીખમાં જાહેરાત કરી શકાય છે.

સીઆઈએસસીઇ બોર્ડની 10 મી પરીક્ષા 04 મેથી શરૂ થવાની હતી. છેલ્લુ પેપર 07 જૂને યોજાવાનું હતું. જ્યારે 12 માંની પરીક્ષા 8 એપ્રિલથી ચાલુ થવાની હતી અને 18 જૂનના રોજ તેનું સમાપન થવાનું હતું. સીઆઈએસસીઇ બે બોર્ડથી બનેલુ છે. આ અંતર્ગત આઈસીએસઇ બોર્ડ દ્વારા દસમું અને આઈએસસી બોર્ડ હેઠળ 12 માની પરીક્ષા લેવામાં આવે છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending