ડાયેટિંગ જરૂર નથી, આ ટિપ્સ ફૉલો કરીને શરીરને રાખો ફિટ

દરેકને હેલ્ધી અને ફિટ રહેવુ ગમે છે. તેના માટે તમે હેલ્ધી ભોજનથી લઈને જીમમાં એક્સરસાઈઝ પણ કરો છે. પણ તેમ છતા પણ તમે તમારા શરીરણે ફીટ રાખી શકતા નથી. જાણકારોનું કહેવુ છે કે ફિટ રહેવા માટે ફક્ત ડાયેટિંગ અને એક્સસાઈઝ જ પુરતી નથી. આ માટે ભરપૂર ઉંઘ અને વધારે પાણી પીવાની સાથે-સાથે ઘણા કામ કરવા જરૂરી છે. આ માટે તમે નાની-નાની હેલ્ધી ટિપ્સ અપનાવીને પણ તમે ફિટ રહી શકો છો. આજે અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારા શરીરને હેલ્ધી અને ફીટ રાખી શકો છો.

૧. સંતુલિત આહાર

ફિટ રહેવા અને વજન ઓછુ કરવા માટે ડાયેટિંગને બદલે સંતુલિત આહાર ખાવવો જરૂરી છે. આ માટે તમે તમારા સવારના નાસ્તાથી લઈને રાતના ખાવામાં વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ, ફોલેટ, ફાઈબર અને પ્રોટીન યુક્ત ખોરાક વાળા આહારનું સેવન કરો.

2. પાણી

શરીરને ચુસ્ત, સ્ફૂર્તિલુ અને હાઈડ્રેટેડ રાખવા માટે વધુને વધુ પાણી પીવું જરૂરી છે. જો તમને ખાલી પાણી પીવુ નથી ગમતુ તો તમે લીંબૂ પાણી જેવા હળવા પીણા પણ પી શકો છો. તેનાથી તમે દિવસભર સ્ફૂર્તિ અને તાજગી મેહાસુસ કરશો અને અનેક બીમારીથી દુર રેહશો. આથી દિવસમાં વધુમાં વધુ પાણી પીવું જરૂરી છે.

3. પુરતી ઉંઘ

વધારે પડતા કામને કારણે તમે રાત્રે મોડા સૂવો છો અને સવારે જલ્દી ઉઠી જાવ છો. જે ખોટુ છે. જો તમે હેલ્દી અને ફિટ તેમજ અનેક પ્રકારની બીમારીઓથી બચવા માંગો છો તો તમારી ઉંઘ સાથે સમજૂતી ન કરવી જોઈએ. જાણકારો માને છે કે દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઉંઘ જરૂરી છે. તેનાથી તમારુ શરીર અને મગજ બંને સ્વસ્થ રહે છે.

૪. ચા – કોફી નું સેવન ઓછું કરવું

સવારે ઉઠતા જ તમે કોફી કે ચા નુ સેવન કરો છો. પણ શું તમને કબર છે કે તેમા રહેલ કૈફીન અને શુગર તમારા આરોગ્યને માટે હાનીકારક છે. તમે ઈચ્છો તો તમારી ચા માં સ્વીટનરનો ઉપયોગ કરી શકો છો. આ એક નેચરલ સ્વીટનર છે જે તમને સ્વસ્થ રાખવા સાથે જાડાપણું, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસનો ખતરો પણ ઓછો કરવાનુ કામ કરશે.

૫. જરૂરીયાત પ્રમાણે આહાર 

મોટાભાગે તમે તમારુ બ્રેકફાસ્ટ નથી લેતા ત્યારે ભૂખ લાગતા વધારે પડતો આહાર લઇ લો છો, પણ એકવારમાં જ વધુ ખાવાથી આરોગ્યને નુકશાન થાય છે. ફિટ રહેવા માટે જરૂરી છે કે તમારે સમય મુજબ અને જરુંર પ્રમાણે આહાર લો.

૬. શાકભાજી અને ફ્રુટનું સેવન કરવું

અલગ અલગ કલરના ફ્રુટ અને શાકભાજીમાં દરેક પ્રકારના પોષક તત્ત્તવો હોય છે, જે શરીર માટે બહુ જરૂરી છે. એટલા માટે તમારા આહારમાં સફરજન, ટામેટા, રાસબરી, લાલ જામફળ, ચેરી, સ્ટ્રોબેરી, તરબૂચ અને કાકડીનું સેવન કરવું.

૭. લીંબૂ પાણી કે લસ્સીનુ સેવન કરો

ઉનાળાની ગરમીમાં જયારે ઠંડુ પીવાનુ મન થાય ત્યારે ક્યારેય પણ કોલ્ડ ડ્રિંકનું સેવન ન કરશો. તેનાથી શરીરમાં જાડાપણું વધે છે. તેને બદલે તમે લીંબૂ પાણી કે લસ્સીનુ સેવન કરો. આ ઉપરાંત ફિટ રહેવા માટે રોજ એક ગ્લાસ વેજીટેબલ જ્યુસ પીવો. તેનાથી તમે ફિટ રહેવા સાથે સાથે હેલ્ધી પણ રહેશો.

૮. કાચી શાકભાજીઓનુ સેવન કરો

ફિટ રહેવા માટે તમારી ડાયેટમાં થોડો ફેરફાર કરો. ચીઝ, તેલ, માખણ અને સૉસવાળા ભોજનને બદલે થોડા દિવસ ફળ અને કાચી શાકભાજીઓનુ સેવન કરો. બાફેલા ભોજનમાં ચાટ મસાલા કે ફક્ત મીઠુ અને લીંબુ નાખીને ખાવ. ફુલ ક્રીમ દૂધને બદલે ટોન્ડ કે ડબલ ટૉન્ડ દૂધનો ઉપયોગ કરો.

૯.  વ્યાયામ કરો

વ્યાયામ, એક્સરસાઈઝ અને યોગાસનને તમારી દિનચર્યામાં સામેલ કરો. સવારે સમયસર ઉઠીને વ્યાયામ અને યોગાસન કરવાથી તમારુ મગજ ફ્રેશ રહે છે. તેથી સવારે ઉઠીને વ્યાયામ જરૂર કરો જેથી કરીને શરીરને ફિટ તેમજ હેલ્દી રાખી શકાય.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *