આ મહીનામાં મેહંદી લગાવવાથી માથાના દુખાવો અને સ્ટ્રેસ દૂર થાય છે, જાણવાનું ચૂકશો નહિ

mehndi design

દરેક સ્ત્રી પોતાન હાથ પર મહેંદી લગાવીને પોતાની સુંદરતા માં ચાર ચાંદ લગાવી દેતી હોય છે. પરંતુ તેમને કદાચ આ વાતની  ખબર નહી હોય કે મેહંદી ન માત્ર તમારા હાથની સુંદરતાને વધારે છે પણ માથાના દુખાવા અને સ્ટ્રેસ પણ દૂર કરે છે.  અને આની સોંથી વધારે અસર થાય છે શ્રાવણ મહિના મા. કેમકે શ્રાવણ મહિનો પ્રકૃતિના સૌંદર્યનો મહીનો હોય છે. શાસ્ત્રોમાં મહિલાઓને પણ પ્રકૃતિનો જ રૂપ ગણાય છે. આ મૌસમમાં વરસાદના ટીંપાથી પ્રકૃતિ ખિલી ઉઠે છે. અને ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. તેથી પ્રકૃતિમાં એક્સાર થવા માટે મહિલાઓ મેહંદી લગાવે છે.

mehndi tree

ભારતમાં મેહંદી લગાવવાનો રીવાજ જૂના સમયથી ચાલી રહ્યો છે. દરેક ઉમ્રની મહિલાઓને મેહંદી લગાવવી ગમે છે. દેશના આશરે દરેક પ્રદેશમાં મેહંદી લગાવવાવો રિવાજ છે. મેહંદીને પૂજન સામગ્રીના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે-સાથે મેહંદી લગાવવાનો ઘણા વૈજ્ઞાનિક કારણ પણ છે.

મહેંદીની સુગંધથી સ્ટ્રેસ થાય છે દૂર:

સોંથી વધુ વરસાદ શ્રાવણ મહિનામાં પડે છે. તેથી આ મહીનામાં ઘણા પ્રકારના રોગો ફેલવા લાગે છે અને આયુર્વેદમાં લીલો રંગ ઘણા રોગોની અટકાવવામાં મદદરૂપ ગણાય છે.  તેમાં જો મેહંદી લગાવવામાં આવે તો મહેંદીની સુગંધ અને ઠંડક સ્ટ્રેસને પણ ઓછું કરે છે. આ જ કારણ છે કે મેહંદી લગાવવું ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે.

માથાના દુખાવાથી રાહત:

તાસીર ઠંડી હોવાના કારણે મેહંદીનો ઉપયોગ શરીરમાં વધેલી ગરમીને ઓછું કરવામાં કરાય છે. તેમજ હાથ અને પગના તળિયે મેહંદી લગાવવાથી શરીરની ગર્મી ઓછી થાય છે. મેહંદીમા ઘણા ઔષધીય ગુણ પણ શામેલ છે અને મેહંદીની શીતળતા તનાવ, માથાના દુખાવો અને તાવથી રાહત આપે છે.

ત્વચા સંબંધી રોગ:

મહેંદીમાં ઘણા રોગો સામે લડવાની શક્તિ છે. મેહંદી લગાવવાથી ત્વચા સંબંધી રોગ દૂર થાય છે. તેમજ ત્વચાની શુષ્કતા પણ દૂર થાય છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *