એક ભૂલ ના કારણે થઇ હતી દીવાસળીની શોધ: જાણો આવી અન્ય શોધ વિશે…

શું તમે જાણો છો કે રોજબરોજના વપરાશમાં લેવાતી આ ચીજોની શોધ કેવી રીતે કરવામાં આવી ? જાણો એવી કેટલીક અજીબોગરીબ શોધ કે જેના વિશે કોઈને જાણ નથી. તો ચાલો જાણીએ આ અજીબોગરીબ શોધ વિશે…

1 ) દીવાસળી :

૧૮૦૦ ની સાલમાં બ્રિટિશ ફાર્માસિસ્ટ, જોહન વોકર પોતાના રોજીંદા કામ પ્રમાણે લાકડામાંથી દવા બનાવવાની પ્રક્રિયા કરતા હતા. તે દરમિયાન એક સ્ટીકમાં કોઈક કેમિકલ ચોંટી જતાં, તેઓએ બીજી સ્ટીકની મદદથી તેને દુર કરવાનો પ્રયાસ કર્યો. આ કારણસર, બંને લાકડાની સ્ટીકમાં ઘર્ષણ થતા આગ ઉત્પન્ન થઇ. આથી વીજળી વગર માનવ જીવનને સરળ રીતે ચલાવવાના હેતુસર, તેમણે લાકડાની આ સ્ટીકને વેચવાનું ચાલુ કર્યું, જે બાદમાં ઘણી પ્રખ્યાત થઇ અને દીવાસળીથી ઓળખાઈ અને આજ સુધી લોકો દીવાસળીનો ઉપયોગ કરી રહ્યા છે.

2 ) પોટેટો ચિપ્સ :


ન્યુયોર્કના શેફ જ્યોર્જ ક્રમને તેમના કસ્ટમર્સ તરફથી તેમની ફ્રાઈઝને લગતી ઘણી ફરિયાદો સંભાળવા મળતી હતી. જેમાં મોટા ભાગે આ ફ્રાઈઝ યોગ્ય પ્રમાણમાં ક્રિસ્પી ન હોવાનું વધારે સામે આવતું. આથી તેમણે એક નવા આઈડીયાથી બટાટાને બની શકે તેટલા પાતળા કાપીને તેને ડીપ ફ્રાય કર્યા, અને ઉપરથી પછી સ્વાદ અનુસાર, મસાલો નાખ્યો. તેમની આ નવી રેસીપીને લઈને લોકો ખુબ જ ખુશ થઇ ગયા. ૧૮૫૩થી અત્યારસુધીમાં બટાટાની વેફર ૨૦૦ થી પણ વધારે ફ્લેવર્સમાં માર્કેટમાં જોવા મળે છે.

૩ ) આઈસક્રીમ કોન :


૧૯૦૪ માં સેન્ટ લુઇસમાં આવેલ આઈસક્રીમ બુથમાં લોકોની આઈસક્રીમ ખાવા માટે લાંબી લાઈન હતી પરંતુ તેઓની પાસે આઈસક્રીમ આપવાના બાઉલ પુરા થઇ ગયા. ત્યારે એક પર્સિયન વોફલ વેચતા વેપારીએ લોકોને વોફલમાં આઈસક્રીમ રોલ કરીને આપવાનું ચાલુ કર્યું, જે લોકોને ઘણું પસંદ આવ્યું. અને ત્યારથી લોકો આઈસક્રીમ કોનમાં ખાવાનું વધારે પસંદ કરે છે. આમ કોનની શોધ વોફલમાંથી કરવામાં આવી.

4 ) કોકા કોલા :

૧૮૮૬ માં જોહન પેમ્બર્રટન નામના ફાર્માસિસ્ટ માથાના દુખાવાથી રાહત મેળવવા માટેની દવાની શોધ કરતા હતા. તેમાં તેમણે કોકો લીવ્સ અને કોકો નટ્સને મિક્ષ કરીને સીરપ બનાવી. આ સીરપને પાણીમાં નાખવાની જગ્યાએ ભૂલથી સોડામાં નાખી દેવાતાં આજના લોકોની મનપસંદ અને ટેસ્ટી એવી કોકા કોલાની શોધ થઇ.

5 ) વલ્કેનાઈઝ રબ્બર :

ચાર્લ્સ ગુડયેર નામના સાયન્ટીસ્ટ રબ્બરની ક્વોલીટી સુધારવા માટે ઘણા પ્રયોગો કરી રહ્યા હતા, તેમાં તે રો રેઝીનને મીઠાં , ખાંડ, માટી, કેસ્ટ્રોલ ઓઈલ તેમજ સૂપ સાથે પણ મિક્ષ કરીને પ્રયોગ કરી ચુક્યો પરંતુ તેને સફળતા ન મળી. પરંતુ એક વાર રબ્બરને સલ્ફર સાથે મિક્ષ કરીને ગરમ સર્ફેસ પર મૂકતા તેને પોતાની શોધમાં સફળતા મળી. આજે વપરાશમાં લેવાતા બાસ્કેટ બોલ તેમજ કારના ટાયર્સમાં આ જ વલ્કેનાઈઝ રબ્બરનો ઉપયોગ કરવામાં આવે છે.

6 ) પ્લાસ્ટિક :


20 મી સદીની શરૂઆતમાં જયારે પ્લાસ્ટીકની શોધ થઇ ન હતી, ત્યારે શેલ્લાકનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ શેલ્લાકની કિંમત ઘણી વધુ હોવાથી મોટા ભાગના લોકો તેનો ઉપયોગ કરી શકતા ન હતા. આથી કેમિસ્ટ લીઓ હેન્ડ્રીક બેકીલેન્ડ શેલ્લાકનો બીજો સસ્તો વિકલ્પ શોધવાનો પ્રયાસ કર્યો. તેમણે આ સંશોધનમાં શેલ્લાકથી પણ વધુ મજબુત એવા પ્લાસ્ટિકની શોધ કરી. જે આજે ઘણું ઉપયોગમાં આવે છે.

7 ) એન્ટી ડિપ્રેશન પિલ્સ :


૧૯૫૭ માં પહેલી એન્ટી ડિપ્રેશનની ગોળીની શોધ થઇ હતી, જે ક્ષય રોગના દર્દીને સારવાર માટે આપવામાં આવતી હતી, પરંતુ એક રીસર્ચ મુજબ , રોગ પર આ દવાની કોઈ ખાસ અસર થતી ન હતી. પરંતુ આ દવા લેવાથી દર્દીના મૂડમાં સુધારો આવતો હતો. આથી ત્યારથી આ દવાને ડિપ્રેશનમાં લેવામાં આવે છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *