જાણવા જેવું
લગ્નબાદ ભૂલથી પણ ન કરો આ ભૂલ; સબંધમાં આવી શકે છે ખટાસ
Published
2 days agoon

લગ્ન બાદ કપલનું આખું જીવન બદલાઈ જાય છે. ખાસકરીને મહિલાઓ માટે લગ્ન બાદ ઘણા બદલાવો થાય છે. નવા નવા લગ્નમાં કપલ વિચારે છે કે મારો પાર્ટનર મારા માટે તે બધું કામ કરશે, જેથી મને ખુશી મળે છે, પરંતુ લગ્ન બાદ એ જરૂરી નથી કે જે આશા સાથે પતિનાં ઘરે તમે આવો છો, તે આશા પૂરી થાય, કેમકે મોટા ભાગની મહિલાઓને લગ્ન પછી ઘણી આશાઓ હોય છે. આવામાં તમારે અમુક ભૂલો ન કરવી જોઈએ, જેથી તમારો સંબંધ ખરાબ થઇ શકે છે.
આવો જાણીએ કે આવી કઈ કઈ ભૂલો છે, જે તમારે ન કરવી જોઈએ. આ ઉપરાંત નવા લગ્ન બાદ પાર્ટનર અને પરિવાર વચ્ચે બેલેન્સ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. મોટાભાગના લોકો લગ્ન બાદ પોતાની પ્રાયોરીટી બદલતા નથી, જેને કારણે તેમના સંબંધમાં ખટાશ આવી શકે છે. કોશિશ કરો કે લગ્ન બાદ તમે તમારા પાર્ટનર સાથે વધારે સમય વિતાવો.
લગ્ન બાદ ક્યારેક ક્યારેક ભૂલો સંબંધમાં શરૂઆતથી જ સમસ્યાઓ પેદા કરી શકે છે. આવામાં સૌથી પહેલી ભૂલ છે પરફેક્શનની આશા. તમારે સમજવું પડશે કે તમે અને તમારો પાર્ટનર બંને અલગ અલગ વાતાવરણમાં ઉછર્યા છો અને બંનેનો સ્વભાવ અલગ અલગ છે. એટલા માટે લગ્ન થયા બાદ પોતાના પાર્ટનરમાં પરફેક્શનની આશા રાખવાથી તમારા સંબંધમાં તણાવ વધી શકે છે.
આ ઉપરાંત, મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું પડે છે કે લગ્ન બાદ પરિવારનાં લોકો સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ, કેમકે તમારો શરૂઆતનો વ્યવહાર જ તમારી ઈમેજ બનાવે છે.
You may like
જાણવા જેવું
સુંદર દેખાતા ફળોથી ચેતજો! દુનિયાના સૌથી ઝેરી ફળોમાં થાય છે તેમની ગણતરી
Published
21 hours agoon
June 24, 2022
સામાન્ય રીતે, જ્યારે આપણે ફળો વિશે વાત કરીએ છીએ, ત્યારે તે આપણા સારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ફળો એવા પણ છે જેને ખાવાથી જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. જી હા, દુનિયામાં એવા ઘણા ફળ છે જે જોવામાં જેટલા સ્વાદિષ્ટ અને સુંદર હોય છે, તેટલા જ સ્વાસ્થ્ય માટે પણ ઘાતક હોય છે. તો ચાલો જાણીએ તેમના વિશે.
સ્ટાર ફ્રુટ એક ખાટુ અને મીઠુ ફળ છે. તેમાં કેલરી ઓછી હોય છે અને તેમાં ફાઈબર અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. પણ જો તમને કિડનીની સમસ્યા છે, તો તમારે આ ફળ ખાતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. અસલમાં પીળા સ્ટાર ફ્રુટમાં ઓક્સાલેટની વધુ માત્રા જોવા મળે છે, જે કિડનીની સમસ્યાવાળા લોકો માટે જોખમી છે. તેના વધુ પડતા સેવનથી ખાવાથી કિડનીને નુકસાન, હાર્ટ એટેક અને મૃત્યુ પણ થઈ શકે છે.
જો તમને પીચ ખાવાનું પસંદ છે, તો તમને જણાવી દઈએ કે પીચ પર 60થી વધુ જંતુનાશકો મળી આવ્યા છે. તેના બીજમાં એમીગડાલિન નામનું સંયોજન હોય છે જે પેટમાં પીવાથી હાઇડ્રોજન સાયનાઇડમાં ફેરવાય છે અને ઝેર બની જાય છે.
જટરોફા છોડ ઉષ્ણકટિબંધીય અથવા ઉપ-ઉષ્ણકટિબંધીય આબોહવા સાથે વિશ્વના લગભગ તમામ ખૂણાઓમાં જોવા મળે છે. કમનસીબે, ભારતના ઘણા ભાગોમાં બાળકો આ ઝેરી ફળના સેવનથી પ્રભાવિત થયા છે.
અસલમાં આ મીઠા, પીળા ફળમાં જોવા મળતા બીજ ખતરનાક ઝેરનું કામ કરે છે. જટરોફાના બીજ ઉલ્ટી, ઝાડા અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.
કાળી અને જાંબલી પોકબેરી (Pokeberry) જે દેખાવમાં દ્રાક્ષ જેવી લાગે છે, તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનું સેવન કર્યા પછી પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી અને લોહીવાળા ઝાડા થઈ શકે છે. તેના બીજ પણ ખૂબ જ ઝેરી હોય છે અને તમારી નર્વસ સિસ્ટમને પણ અસર કરે છે.
આ નારંગી રંગની સી બકથ્રોન બેરી (Sea Buckthorn Berries) જોવામાં જેટલી આકર્ષક છે તેટલી જ ઝેરી છે. આ બેરી અમેરિકા, કેનેડા, પૂર્વ એશિયાના ઘણા દેશોમાં જોવા મળે છે. જો કોઈ આકસ્મિક રીતે ઝેરી તત્વોથી ભરપૂર આ બેરી ખાય છે, તો નર્વસ સિસ્ટમમાં સોજો અને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
જાણવા જેવું
જાજી ખુશી વખતે આંખમાથી કેમ નીકળે છે આંસુ? આ રહ્યું તેનું કારણ
Published
21 hours agoon
June 24, 2022
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે શા માટે રડીએ છીએ? દુઃખમાં નીકળતા આંસુ ક્યારેક ખુશીના પ્રસંગોમાં પણ કેમ વરસવા લાગે છે? આંસુનો સીધો સંબંધ તમારા મનની લાગણી સાથે છે. દુ:ખ કે મુશ્કેલી કે પરમ સુખની લાગણીઓ, લાગણીઓના દબાણને કારણે આંસુ બેકાબૂ થઈ વહેવા લાગે છે. વેબ એમડીના જણાવ્યા અનુસાર, સુખ હોય કે કોઈ દુ:ખ, આપણા આંસુ પોતાની મેળે જ નીકળી જાય છે. લોકો ઘણીવાર દુ:ખ અને મુશ્કેલીમાં રડે છે, પરંતુ જ્યારે ખુશીમાં તેમની આંખમાંથી આંસુ નીકળે છે ત્યારે આપણે તેને ખુશીના આંસુ કહીએ છીએ.
કેટલીકવાર બહુ હસતી વખતે ઘણી વખત આંખમાં આંસુ આવી જાય છે. હસતી વખતે આપણા ચહેરાના કોષો અનિયંત્રિત રીતે કામ કરવા લાગે છે અને લૅક્રિમલ ગ્રંથીઓ પરથી મગજનો કંટ્રોલ જતો રહે છે. જેના કારણે હસતી વખતે આંખોમાંથી આંસુ નીકળી જાય છે. હસતી વખતે આંખોમાંથી આંસુ આવવાનું બીજું કારણ વ્યક્તિની લાગણીઓ છે.
ઘણી વાર તમે વધુ પડતી ખુશીને કારણે ભાવુક થઈ જાવ છો, જેના કારણે ચહેરાના કોષો પર દબાણ વધી જાય છે અને આંસુ નીકળે છે. આ સિવાય ભાવનાત્મક આંસુને કારણે તણાવ સમાપ્ત થાય છે.રડતી વખતે કે હસતી વખતે આંસુ નીકળવામાં સૌથી મહત્વની ભૂમિકા શરીરના હોર્મોન્સની હોય છે. આપણું મગજ જે રીતે દરેક સમયે સક્રિય રહે છે, તે જ રીતે મગજનો એક ભાગ રડતી વખતે અને હસતી વખતે સક્રિય બને છે.

details
મગજની કોશિકાઓ પર તણાવને કારણે હસતી વખતે અથવા રડતી વખતે શરીરમાં થતી વિવિધ પ્રતિક્રિયાઓ માટે કાર્ટીસોલ અને એડ્રેનાલિન જેવા હોર્મોન્સ જવાબદાર છે. તેના કારણે જ્યારે આપણે હસીને રડીએ છીએ ત્યારે આપણી આંખોમાં આંસુ આવી જાય છે. એટલે જ આંખના આંસુ ફક્ત ઉદાસી કે દુઃખ પૂરતા જ સીમિત નથી.
જાણવા જેવું
લે બોલો; બાળકે મોબાઇલમાં ગેમ રમતા રમતા પિતાના બેન્ક ખાતામાં પડેલ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા
Published
23 hours agoon
June 24, 2022
મોબાઈલ ગેમ રમવાના ચક્કરમાં વધુ એક પરિવારને મોટો ચુનો લાગ્યો છે. BGMI ગેમ રમનાર એક બાળકે પોતાના પિતાના ખાતામાંથી 39 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. એક રિપોર્ટ અનુસાર મામલે આગ્રાનો છે. જ્યાં એક બાળત પોતાના પિતાના ફોનમાં ગેમ રમતો હતો. બ્નેક ખાતામાંથી આટલી મોટી રકમ ગાયબ થવા પર પિતા પરેશાન થઈ ગયા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આગ્રા પોલીસે તપાસ કરી તો BGMIની ડેવલોપર કંપની ક્રોફ્ટનનું નામ સામે આવ્યું છે.
BGMI આ પ્રકારની ઘણા એક્શન ગેમ બજારમાં હાજર છે. આ મોબાઈલ ગેમ્સમાં સારા હથિયાર, ડ્રેસ અને આ પ્રકારના સામાનની ખરીદી માટે પૈસા ચુકવવા પડે છે. સેવાનિવૃત ફોજીની ફરિયાદ પર ક્રાફ્ટન કંપનીની તરફથી છેતરપિંડી અને આઈટી એક્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ થઈ રહી છે.
પીડિત પિતા રિટાયર્ડ સૈનિક છે. તેમણે પોલીસને પોતાની ફરિયામાં જણાવ્યું કે તેમના ખાતામાં 39 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેમને ન હતી ખબર કે બેન્ક ખાતામાંથી આટલી મોટી રકમ કઈ રીતે ગાયબ થઈ. જ્યારે બેન્ક પાસે આ વિશે પુછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે સૌથી પહેલું એમાઉન્ટ પેટીએમ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યું. જે સિંગાપુરના ખાતામાં પહોંચ્યું છે. હવે ખાતું કથિત રીતે Krafton કંપનીથી સંબંધિત છે.
mobile
જણાવી દઈએ કે આ પહેલો કેસ નથી જ્યારે મોબાઈલ ગેમના ચક્કરમાં બાળકોએ માતા-પિતાના ખાતામાંથી એક મોટી રકમ ઉડાવી દીધી હોય. નેશનલ કમીશન ફાર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના રિપોર્ટ્સ અનુસાર શહેરમાં લગભગ 60 ટકા બાળકોની પાસે મોબાઈલ છે. તેમાં 40 ટકાથી વધારે બાળકો એવા છે જે અન્ય સોશિયલ સાઈટ્સ અને અલગ અલગ એપનો ઉપયોગ કરે છે.

બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા

ફૂટબોલ કિંગ મેસ્સીના નામે છે અનેક રેકોર્ડ! આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું તેના રેકોર્ડ્સ

સાઉથની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પાસે છે મોંઘી કારનું કઈક આવું કલેક્શન!

રાત્રે સ્નાન કરવું સ્વસ્થ્ય માટે છે ખૂબ ફાયદા કારક! જાણો કેવા થાય છે ફાયદાઓ

વજન ઘટાડવામાં દહી કે દૂધ મદદરૂપ? જાણો શું કહે છે એક્સપર્ટ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી