Connect with us

ગુજરાત

જાહેરમાં થૂંકતા પકડાશો તો ખીસ્સુ થઈ જશે ખાલી.. કોરોના વાયરસના કારણે સરકારે લીધો આ નિર્ણય

Published

on

ભારતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને કુલ 126 કેસ દાખલ થયા છે. લદ્દાખ, ઓડિશા, જમ્મુ કાશ્મીરમાં એક-એક કેસ દાખલ થયો. જ્યારે કર્ણાટકમાં બે અને કેરળમાં કોરોનાના ત્રણ નવા કેસ દાખલ થયા. આ સાથેજ દેશમાં કુલ સંક્રમિત વ્યક્તિની સંખ્યા 126 થઈ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ વર્ષના બાળકોને કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકીના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 13 લોકોને સારવાર બાદ તબિયત સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી મૃત્યુઆંક બે છે. કોરોનાને વકરતો રોકવા માટે વધુ કેટલીક પાબંધીઓ લગાવી દેવામાં આવી છે. જેમાં યુરોપીય યુનિયન, તુર્કી અને બ્રિટનથી આવનારા યાત્રિકોને 18 માર્ચથી આગળના આદેશ સુધી આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આજ કારણોને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે..

વડોદરામાં કોરોના દહેશતને પગલે કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું. ઝોન વાઇસ ટીમો બનાવી જાહેરમાં થૂંકનાર 31 નાગરિકો પાસેથી  8500 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. ૯૪૭ જગ્યા પર જંતુનાશક દવાઓનો, 2465 કિલો મેલેથિયોન અને 5670 કિલો લાઇમ પાવડરનો છટકાવ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ અંગે જનજાગૃતિ લાવવા ૫૦ જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. સયાજીબાગ ખાતે જંતુનાશક દવાનો છંટકાવ કરી જનજાગૃતિ બેનર મૂકવામાં આવ્યા છે. તેમજ ટિકિટબારી પર હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરામાં કોરોના દહેશતને પગલે કોર્પોરેશન લેશે આ એક્શન

ઝોન પ્રમાણે જાહેરમાં થૂંકનાર સામે કરવામાં આવશે દંડની કાર્યવાહી

૩૧ નાગરિકો પાસેથી રૂ. ૮૫૦૦ દંડ વસુલવામાં આવ્યો

૯૪૭ જગ્યા પર જંતુનાશક દવાનો છંટકાવ

૨,૪૬૫ કિલો મેલેથિયોન અને ૫,૬૭૦ કિલો લાઈમ પાવડરનો છંટકાવ

જનજાગૃતિ માટે ૫૦ જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા

સયાજીબાગ ખાતે જંતુનાશક દવાનો છંટકાવ

ટિકીટબારી પર હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી

ભારતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

અમેરિકામાં શરૂ થશે કોરોનાની રસીનું પરીક્ષણ

વિશ્વભરમાં લોકો જીવલેણ કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છે. ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં 3થી લઈને 18 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ અમેરિકાએ રસી તૈયાર કરવામાં ઝડપ દાખવી છે. જોકે રસી કેટલી કારગત સાબિત થાય છે એ તો પરીક્ષણ પછી જ ખબર પડશે. અમેરિકામાં પ્રાથમિક ધોરણે 45 દર્દીઓને આ રસીનો ડોઝ આપવામાં આવશે. અમેરિકાના સિએટલમાં આવેલી કૈઝર પરમેનેન્ટ વોશિંગ્ટન હેલ્થ રિસર્સ ઈન્સિટયૂટે આ પહેલ કરી છે.સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસથી 162,774 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 6460 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીન બાદ સૌથી ખરાબ હાલત ઈટલીની છે.

ઈરાનમાં 113,સ્પેનમાં 100 અને ઈટાલીમાં કુલ મૃત્યુઆંક 1809ને પાર

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

Published

on

ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન વિદ્યાર્થીઓની વચ્ચે ગયા અને તેમની સાથે સ્માર્ટ ક્લાસમાં બેઠા. પીએમએ થોડા સમય માટે સ્માર્ટ ક્લાસનો હિસાબ લીધો અને એક વિદ્યાર્થીની વાતો ધ્યાનથી સાંભળી. આ પછી એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે નવી શિક્ષણ નીતિ ગુલામીની માનસિકતા બદલશે અને હવે ગરીબનો પુત્ર પણ ડોક્ટર, એન્જિનિયર બની શકશે.

નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે

તેમણે કહ્યું, ‘નવી શિક્ષણ નીતિ પર 27 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. ઘણા સમયથી અંગ્રેજી ભાષાને સફળતાનું માધ્યમ માનવામાં આવતું હતું, પરંતુ નવી શિક્ષણ નીતિ આ વિચારને બદલી નાખશે. મને દેશના યુવાનોમાં વિશ્વાસ છે. દેશમાં એવા ગામો હતા જ્યાં છોકરીઓને શાળાએ મોકલવામાં આવતી ન હતી. આદિવાસી વિસ્તારોમાં શાળાઓ ઓછી હતી અને ત્યાં વિજ્ઞાન ભણાવવામાં આવતું ન હતું.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે – PM
પીએમએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત બદલાયું છે. શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા 100 માંથી 20 વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હતા. આમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આઠમા ધોરણ પછી ભણવાનું છોડી દે છે. છોકરીઓની હાલત વધુ ખરાબ હતી.

ડિફેન્સ એક્સ્પો-2022નું ઉદ્ઘાટન

આ પહેલા પીએમએ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો-2022નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગુજરાતના ડીસા ખાતે ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવા લશ્કરી એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે તે દેશની સુરક્ષાના અસરકારક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. પીએમએ વધુમાં કહ્યું કે સુરક્ષા દળો 101 વસ્તુઓની યાદી બહાર પાડશે જેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવશે. તેમણે કહ્યું કે આ સાથે સંરક્ષણ ક્ષેત્રના 411 ઉપકરણો અને ઉપકરણો એવા હશે જે ભારતમાં જ બનશે.

ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રેન્કિંગ પર ભારત: ‘ભૂલભર્યું, ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે’

Published

on

ભારતે શનિવારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022 રેન્કિંગને નકારી કાઢ્યું હતું. અને કહ્યું હતું કે ઇન્ડેક્સ ગંભીર પદ્ધતિસરની સમસ્યાઓથી પીડાય છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું કે રેન્કિંગ એ “ભૂખનું ખોટું માપ” છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ભારતનું 107મું રેન્કિંગ એ “એક રાષ્ટ્ર કે જે તેની વસ્તીની ખાદ્ય સુરક્ષા અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરતું નથી” તરીકે દેશની છબી ખરાબ કરવાના સતત પ્રયાસનો એક ભાગ છે, કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2022માં ભારતને 121 દેશોમાંથી 107માં સ્થાન આપવામાં આવ્યું છે અને તેના બાળકોનો બગાડ દર 19.3 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending