Connect with us

શિક્ષણ

કોરોના વાયરસના વચ્ચે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

Published

on

કોરોના વાયરસના કારણે અત્યારે શિક્ષણસત્ર પણ ખોરવાયું છે,ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 જૂનથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થશે. યુજીસી ગાઈડલાઈન્સ અનુસાર યુજીની ટર્મિનલ ફાઈનલ સેમેસ્ટર વર્ષની પરીક્ષા અને પી.જીની પ્રથમ અને ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા 25 જૂનથી યોજાશે.

પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે અને જરૂર જણાય ત્યાં મલ્ટીપલ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે.તાલુકા અને સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે બે, ચાર, છના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50 ટકા ગુણ પ્રિવીયસ સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે.

જો વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે. કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ 2019 -20 માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે. આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે. એસીપીસી સિવાયના એડમિશન તારીખ 15 જૂનથી શરૂ થશે.

પ્રવેશ માટે ઉપલબ્ધ સીટમાંથી 90 ટકા સીટ માટે એડમિશન હાલમાં આપવામાં આવશે. બાકીના 10 ટકા એડમિશન સીબીએસસી અને બાકીના બોર્ડના પરિણામ જાહેર થયેથી ઓગસ્ટ 2020માં કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહના કોર્સના પ્રવેશ ફોર્મ તારીખ 26 મે 2020થી ઓનલાઈન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.

જ્યારે સેમેસ્ટર 3, 5, અને 7નું શૈક્ષણિક કાર્ય 21 જૂન 2020થી શરૂઆતમાં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે. સેમેસ્ટર-1 1 ઓગસ્ટ 2020 શરૂ કરાશે. એસીપીસી કોર્સમાં લેવાયેલ અભ્યાસક્રમો માટે તારીખ 30 -7- 2020ના રોજ ગુજસેટ લેવામાં આવશે. તેને ધ્યાને લઇ પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કોરોના

ઓનલાઇન શિક્ષણના કારણે બાળકોની માનસિક સ્થિતિ પર પડી અસર,રાખો આટલી બાબતોનું ખાસ ધ્યાન

Published

on

કોરોના વાયરસના કારણે અત્યારે શાળા કોલેજો બંધ છે ત્યારે આવા સમયમાં ઓનલાઇન શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે બીજી તરફ બાળકોને ગેજેટ્સની આદત પડી ગઇ છે. સાથે ઓનલાઇન ક્લાસને કારણે બાળકોની માનસિક સ્થિતિ પર પણ અસર પડી છે. UNICEFના કહ્યાં મુજબ બાળક જ્યારે પણ ગેજેટ યુઝ કરે છે.

 

 

ડિજીટલ ગેજેટનો ઉપયોગ બાળકોમાં વધી ગયો છે અને તેની ખરાબ અસર બાળકોની આંખો તેમજ મગજ પર થાય છે. જેનાથી બાળકના વિકાસ પર પણ અસર થાય છે. વધારે નજીકથી ગેજેટનો ઉપયોગ કરવા પર બાળકની આંખો ખરાબ થાય છે.

ડિજીટલ ગેજેટનો ઉપયોગ એટલો વધી ગયો છે કે બાળકો ગેજેટ સાથે વધારે સમય ગાળે છે. જેનાથી તેમની ક્રિએટીવીટી ઓછી થઇ જાય છે. આ વાસ્તુ બાળકોના માનસિક વિકાસ માટે સારુ નથી.

આવામાં રોજ ઓનલાઇન ક્લાસથી બાળકો કંટાળે, બાદમાં તેમને કોઇ ક્રિએટીવ કામ કરાવો. ગેજેટ્સ વગર શારીરિક કસરત થા. તેવી ગેમ રમાડો. જેથી તેમના મગજનો વિકાસ અટકે નહી. બાળકોનું ગેજેટ્સ પ્રત્યે આકર્ષણ પણ દિવસે દિવસે આ કારણે વધતુ ગયુ છે.

બાળકોમાં ગેજેટ્સ પ્રત્યે ખાસુ એવુ આકર્ષણ હોય છે, માટે તેમનાથી ગેજેટને દુર રાખવું થોડુ મુશ્કેલ છે. જો બાળકને ગેજેટના ઉપયોગ બાદ ખભા, પીઠ કે ગરદનમાં દુખે તો ત્યાં માલિશ કરી શકાય છે.

કોરોના મહામારીના કારણે બાળકોના ઓનલાઇન ક્લાસ ચાલી રહ્યાં છે. જેના લીધે આંખો પર ખરાબ અસર થાય છે, માટે બાળકની આંખોની સુરક્ષા માટે એન્ટી લેયર આઇ ગાર્ડ જરૂર લગાવો. બાળકને 10થી 15 મિનીટ 1 કલાક બાદ દુર લઇ જાઓ જેથી તેની આંખો માત્ર સ્ક્રિન પર જ ન રહે.

Continue Reading

કોરોના

JEE અને NEETની પરીક્ષા આ વર્ષે નહી થાય રદ્દ,સુપ્રિમ કોર્ટે પરિક્ષાને મોકૂફ રાખવાની અરજીને ફગાવી

Published

on

કોરોના વાયરસના કારણે છેલ્લા કેટલા સમય શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે હવે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે,એ છે સુપ્રિમ કોર્ટે NEET અને JEE પરિક્ષાને મોકૂફ રાખવાની અરજીને ફગાવી દીધી છે અને પરિક્ષાના આયોજનને લીલી ઝંડી બતાવી દીધી છે.

જસ્ટિસ અરુણ મિશ્રાએ મેડિકલ પ્રવેશ પરિક્ષા NEET અને એન્જીનીયરિંગ પ્રવેશ પરિક્ષા JEE મેઇન્સને સ્થગિત કરવા માટે અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી છે.અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે શું દેશમા દરેક વસ્તુને રોકી દેવામાં આવે, એક કિમતી વર્ષને આ જ રીતે વેડફી દેવામાં આવે?

કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે માટે આ પરિક્ષાઓને મોકૂફ કરવા માટે અરજી કરવામાં આવી હતી. આ બાબતની સુનાવણી અરુણ મિશ્રા હેઠળ કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, JEE પરિક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી લેવામાં આવશે

જ્યારે NEETની પરિક્ષા 13 સપ્ટેમ્બરે લેવામાં આવશે, આ પરિક્ષાને સ્થગિત કરવા માટે 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીમાં કોરોના વાયરસ મહામારી વિશે વાત કરતાએનટીએ 3 જુલાઇએ રદ્દ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ નોટિસના માધ્યમથી જ JEE પરિક્ષા એપ્રિલ 2020માં લેવાની હતી જે હવે સપ્ટેમ્બરમાં લેવાશે.

Continue Reading

ગુજરાત

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા કરાઇ સ્થગિત,આગામી સમયમાં જાહેર કરાશે પરીક્ષાની તારીખ

Published

on

કોરોના વાયરસના કારણે ઘણા સમયથી શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ આગામી 23 ઓગસ્ટના રોજ યોજનાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.


મળતી માહિતી મુજબ પૂરક પરીક્ષાનો નવો કાર્યક્રમ હવે આગામી સમયમાં બોર્ડ જાહેર કરશે. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બે વિષયની પૂરક પરીક્ષા આગામી 25થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાનારી છે, તેના કાર્યક્રમમાં કોઇ જ ફેરફાર કરવામાં આવેલ નથી.


ત્યારે તો આ સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 કોમર્સની પૂરક પરીક્ષા મોકૂફ રાખવા અંગે જણાવ્યું છે કે, કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇ ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં એક વિષયના બદલે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો છે. જો કે, હવે તે રદ્દ કરવામાં આવેલ છે.

ત્યારે હવે ગુજકેટની પરીક્ષા હાલ મુલતવી રાખવા માંગ ઉઠી છે. 24 ઓગસ્ટે યોજાનાર પરીક્ષાને મુલતવી રાખવા માગ ઉઠી છે. કોરોના સંક્રમણના ખતરાને લઇ પરીક્ષા મુલતવી રાખવાની માગ છે.


વિદ્યાર્થી અને વાલીઓની ગુજકેટની પરીક્ષા મુદ્દે રજૂઆત થઇ છે. NEETની પરીક્ષા નથી લેવાતી તો ગુજકેટ માટે ઉતાવળ શા માટે? કરવામાં આવે છે તેવી માંગ ઉઠી છે. કોરોનાની સ્થિતિ કાબુમાં આવી જાય ત્યારબાદ પરીક્ષા યોજવા માંગ કરી છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending