Rajkumar Rao: લગ્નની રાત્રે સીડી ચોરાઈ ત્યારે રાજકુમાર રાવ બન્યો ખૂની, ફિલ્મનું ફની ટ્રેલર રિલીઝ.
Rajkumar Rao અને Tripti Dimri ની ફિલ્મ ‘Vicky Vidya Ka Woh Wala Video’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર ડ્રામા અને કોમેડીથી ભરપૂર છે.
‘Stree 2’ પછી રાજકુમાર રાવ હવે પોતાની આગામી ફિલ્મથી ધૂમ મચાવવા માટે તૈયાર છે. તૃપ્તિ ડિમરી સાથેની તેની ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવશે. આ પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેણે લોકોનો ઉત્સાહ વધાર્યો છે. ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’નું ટ્રેલર જોઈને લાગે છે કે દર્શકોને રોમાન્સ, ડ્રામા અને કોમેડીનો પૂરો ડોઝ મળવા જઈ રહ્યો છે.
‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’નું ટ્રેલર રાજકુમાર રાવ (વિકી) અને તૃપ્તિ ડિમરી (વિદ્યા)ના લગ્નના ફોટોશૂટથી શરૂ થાય છે. આ પછી, તેમના લગ્નની રાત્રિનું દ્રશ્ય બતાવવામાં આવ્યું છે જેમાં વિકી વિદ્યાને કહે છે કે તેઓ હોલીવુડના કપલ્સની જેમ તેમના લગ્નની રાત્રિનો વીડિયો બનાવશે. બાદમાં આ વીડિયોની સીડી ચોરાઈ જાય છે અને અહીંથી નાટક શરૂ થાય છે.
‘Vicky Vidya Ka Woh Wala Video ‘ની સ્ટાર કાસ્ટ
Rajkumar અને તૃપ્તિ ડિમરી પહેલીવાર એકસાથે સ્ક્રીન પર ધમાલ કરવા જઈ રહ્યા છે. અભિનેત્રી મલ્લિકા શેરાવત પણ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ દ્વારા જોરદાર કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તેની ખાસ ભૂમિકા છે. ફિલ્મમાં વિજય રાજ પોલીસકર્મીના રોલમાં જોવા મળ્યો છે. ટ્રેલરમાં શહનાઝ ગિલની ઝલક પણ જોવા મળી છે.
આ ફિલ્મ 11 ઓક્ટોબરે સ્ક્રીન પર આવશે
Raj Shandilya દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ ટી-સીરીઝના બેનર હેઠળ બની છે. આ ફિલ્મ 90ના દાયકાની વાર્તા પર આધારિત છે. રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી અભિનીત આ કોમેડી-ડ્રામા 11 ઓક્ટોબર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. બોક્સ ઓફિસ પર ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’નો મુકાબલો આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના અભિનીત ‘જીગ્રા’ સાથે થશે.