Sabarmati Report: 22 વર્ષ બાદ બહાર આવશે ‘ગોધરા ઘટના’નું સત્ય, ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં થશે ખુલાસો
ફિલ્મ મેકર્સે ‘The Sabarmati Report’ની રિલીઝ ડેટને લઈને મોટો ખુલાસો કર્યો છે. 12માં ફેલની સફળતા બાદ Vikrant Massey ની આ નવી થિયેટર ફિલ્મમાં ‘ગોધરા ઘટના’ને લઈને કંઈક નવું થવા જઈ રહ્યું છે.
“The Sabarmati Report” નું શક્તિશાળી ટીઝર 27 ફેબ્રુઆરી, 2002 ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ઘટનાની ઝલક આપે છે. આ ફિલ્મ “12મી ફેલ” પછી વિક્રાંત મેસીની પ્રથમ થિયેટર આઉટિંગ છે. જણાવી દઈએ કે, જેમ 12મું ફેલ એક વાસ્તવિક વાર્તા પર આધારિત હતું, તેવી જ રીતે સાબરમતી રિપોર્ટ પણ સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મ માટે વધતી જતી ઉત્તેજના સાથે, નિર્માતાઓએ તેની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.
આ દિવસે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે
આ ફિલ્મ 15 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થવાની છે. વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા સ્ટારર The Sabarmati Report ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 15 નવેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ આજના સૌથી મોટા સમાચાર છે એમ કહેવું ખોટું નહીં હોય. આ ફિલ્મ સાબરમતી એક્સપ્રેસ દુર્ઘટના વિશે 22 વર્ષથી છુપાયેલી માહિતી બહાર લાવશે, તેથી તેણે ઘણી નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓને કેવી રીતે રજૂ કરશે. હવે રિલીઝ ડેટની જાહેરાત સાથે ઉત્તેજના વધુ વધી ગઈ છે.
‘The Sabarmati Report ‘માં વિક્રાંત મેસી અને રાશિ ખન્ના સાથે ઘણા સ્ટાર્સ જોવા મળશે.
બાલાજી મોશન પિક્ચર્સ (બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડનો એક વિભાગ) અને વિકીર ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત, ‘ધ સાબરમતી રિપોર્ટ’માં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે. ધીરજ સરના દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શોભા કપૂર, એકતા આર કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.