લાઈફ સ્ટાઈલ
માનસિક બીમારીમાં દવા કરતાં વધુ મદદરૂપ થાય છે પરિવારનો સાથ!
Published
5 days agoon

93 વર્ષીય રૂથની અમેરિકાની મેસેચ્યુએટ્સ જનરલ હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં મુલાકાત સામાન્ય હતી. એ સમય દરમિયાન રૂથની છાતીમાં ભારે દુખાવાની ફરિયાદ હોવા છતાં એની માંદગી સમજાતી નહોતી અને એ વાતથી એના ડૉક્ટર અરદેશર હાશમી નારાજ થયા હતા. મહિનામાં કમ સે કમ બે વખત રૂથને ઇમરજન્સી રૂમમાં લાવવી પડતી હતી અને તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ રિઝલ્ટ નોર્મલ આવતા હતા. રુથ પોતે કહેતા હતા કે, છાતીમાં અસહ્ય દુખાવો થાય છે, પરંતુ ઈમરજન્સી નંબર 911 ડાયલ કર્યા બાદ એમ્બ્યુલન્સના આવવાથી આ દુખાવો ખતમ થઈ જતો.
ક્લીવલેન્ડ ક્લિનિકમાં જેરિએટ્રિક ઇનોવેશનના અધ્યક્ષ ડૉ. હાશમી જણાવે છે કે, રૂથની ઇમરજન્સી રૂમ તરફ દોડ લગાવવી સામાન્ય નહોતી. વર્ષ 2015 પહેલાં તેની હાલત ઘણી સામાન્ય હતી. ઘણીવાર રૂથ સાથે લાંબી વાતચીત બાદ ડૉ. હાશમીને તેનું કારણ સમજાયું હતું. તેમને જાણવા મળ્યું કે, છાતીમાં તીવ્ર દુખાવાની આ સમસ્યા 2015માં જ શરૂ થઈ હતી, જ્યારે રુથનો પૌત્ર કોલેજનો અભ્યાસ કરવા માટે ઘરથી દૂર ચાલ્યો ગયો હતો. હવે તે એક મોટા ઘરમાં એકલી રહેતી હતી. હવે તેમને તેમના એરિયામાં સ્થિત ડાન્સ સ્ટુડિયોમાં લઈ જનાર કોઈ નહોતું. રૂથ વિચારતી કે, જો તે એકલી જ ઘરમાં સીડી પરથી નીચે પડી જાય તો કોઈ પાડોશીને ખબર પણ ના પડે. આ વિચાર આવતાં જ છાતીમાં અસહ્ય દુઃખાવો થતો અને પૅનિક અટેક શરૂ થઈ જતો.
ડૉ. હાશમી જાણતા હતા કે રૂથની સારવાર પેઇનકિલર્સ અને એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓથી કરવી શક્ય નથી. તેથી, તેમણે રુથને એક જેરિયાટ્રિક કેર મેનેજર (ઘરડાં લોકોની સાર-સંભાળ રાખનાર સ્વયંસેવકો) પાસે લઈ ગયા, જે તેને તેમના એરિયાના બોલરૂમ ડાન્સ સ્ટુડિયોમાં પાછા લઈ ગયા. જ્યારે તે સ્ટુડિયોમાં તેની ખુરશી પર બેઠી સંગીત સાથે પગ થિરકાવતી ત્યારે પણ તે તેની સાથે જ રહેતા. તેણે રૂથને તેના સમુદાય અને તેના પ્રિય સંગીત સાથે ફરીથી જોડાવાની તક આપી. આ થેરેપી શરૂ થતાં જ રૂથના પેનિક એટેકનો અંત આવ્યો હતો. ડૉ. હાશમીએ જે કર્યું તે તબીબી ભાષામાં ‘સોશિયલ પ્રિસ્ક્રિપ્શન’ તરીકે ઓળખાય છે.
કોરોનાકાળમાં વધેલી એકલતાના સમયમાં આ વાત વધુ સ્પષ્ટ રીતે સાબિત થઈ છે. સ્વાસ્થ્યના સામાજિક પરિબળો પર કામ કરી શકે તેવી દવાઓની સૂચિમાં ખૂબ જ ઓછાં શસ્ત્રો છે. આવી સ્થિતિમાં ‘સોશિયલ પ્રિસ્ક્રિપ્શન’ એક સમાધાન બની શકે છે. સામાજિક પ્રિસ્ક્રિપ્શનને હજી સુધી સત્તાવાર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી. જોકે, યુકેમાં આ વ્યાખ્યા નક્કી કરવી એ સારાં સંકેત હોઈ શકે છે, કારણ કે અહીંની રાષ્ટ્રીય આરોગ્ય સેવા (NHS) એકમાત્ર મોટી હેલ્થ કેર સિસ્ટમ છે, જે રાષ્ટ્રીય સ્તરે સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગને ભંડોળ પૂરું પાડે છે. બ્રિટેનની કોલેજ ઓફ મેડિસિનના અધ્યક્ષ અને સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ ઝુંબેશ શરૂ કરનારા લોકોમાંના એક ડૉ. માઇકલ ડિક્સન કહે છે કે, ‘આ વ્યાખ્યાનો અવકાશ મોટો રાખવો જોઈએ. મારા મતે કોઈપણ બાબત ઉપયોગી થઈ શકે છે કે, જે દર્દી અને સ્થાનિક ડૉક્ટર બંનેને લાગે કે પરિસ્થિતિ વધુ સારી બનાવી શકે છે.’
You may like
-
રાત્રે સ્નાન કરવું સ્વસ્થ્ય માટે છે ખૂબ ફાયદા કારક! જાણો કેવા થાય છે ફાયદાઓ
-
લોકો સ્કીન પર હળદર લગાવવામાં કરે છે આ ભૂલો: જાણીલો સાચી રીત
-
હેરદ્રાયરના ઉપયોગથી તમારા વાળ પણ થઇ ગયા છે ખરાબ? તો અપનાવો આ ઘરગથ્થુ ઈલાજ
-
સફેદ વાળને કલર કરવા અપનાવો આ નેચરલ રીત! કેમિકલ વાળા કલર કરતા છે વધુ ફાયદા મંદ
-
બધી શાક્ભાજીને ધોઈને ઉપયોગ કરવાની છે ટેવ તો ચેતીજજો: થઈ શકે છે મોટું નુકસાન
-
નાના એવી માખી પણ ઘરમાં કરે છે ખુબ ઉપદ્રવ! આ ઘરેલુ ઉપાયથી માખીઓ થશે દૂર
લાઈફ સ્ટાઈલ
રાત્રે સ્નાન કરવું સ્વસ્થ્ય માટે છે ખૂબ ફાયદા કારક! જાણો કેવા થાય છે ફાયદાઓ
Published
4 hours agoon
June 25, 2022
સ્નાન કર્યા બાદ દરેક માણસ સારું અને ફ્રેશ અનુભવે છે. ગરમીની સિઝનમાં તો તમે કેટલી વખત ન્હાતા હશો. પરંતુ શું તમે જાણો છો કે દિવસના બદલે રાત્રે ન્હાવાથી તમને કેટલા ફાયદા મળી શકે છે. આમ કરવાથી તમે અનેક બિમારીઓથી દૂર રહો છો. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાથી લઇને સ્કિનને સુંદર બનાવવામાં પણ રાત્રે ન્હાવાનુ ઉપયોગી સાબિત થઇ શકે છે. આવો જાણીએ કે આ ઉપરાંત બીજા કયા-કયા ફાયદા થાય છે.
તન-મન રહેશે શાંત
જ્યારે તમે સ્નાન કરો છો આ તાત્કાલિક તમારા મન અને શરીરને રિલેક્સ કરે છે. તમારા મૂડને રિફ્રેશ કરીને મનને અને શરીર બંનેને શાંત કરવામાં રાત્રે સ્નાન કરવુ અત્યંત લાભદાયી છે. તણાવ ઘટાડવામાં પણ મદદ મળશે.
સારી ઊંઘ આવશે
આ ઉપરાંત જે લોકોને ઊંઘ આવતી નથી તેઓ રાત્રે સ્નાન કરી શકે છે. જેનાથી તમને સારી ઊંઘ આવશે. કારણકે સ્નાન કરવાથી તમે તણાવમુક્ત થઇ જાઓ છો. જેનાથી તમને સારી ઊંઘ આવે છે.
બીપી નહીં થાય હાઈ
જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની ફરીયાદ વધુ રહે છે તેમણે રાત્રે ફરજીયાત ન્હાવુ જોઈએ. કારણકે સ્નાન કર્યા બાદ તમે રિલેક્સ મહેસુસ કરી શકો છો. એવામાં તમારું બીપી નોર્મલ રહેશે.
વજન પણ ઘટી જશે
શું તમે જાણો છો કે રાત્રે ન્હાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. એટલું જ નહીં, માઇગ્રેન, શરીરનો દુ:ખાવો અને માથાના દુ:ખાવાની ફરીયાદ ઘટી જાય છે.
લાઈફ સ્ટાઈલ
તમારી આ નાની ભૂલના કારણેજ ચહેરા પર આવે છે પીમ્પલ્સ! જાણો કેવીરીતે તેનાથી બચશો
Published
2 days agoon
June 23, 2022
ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. નહીંતર ચહેરા પરની સુંદરતા બગડી શકે છે. પરંતુ ઘણી વખત યોગ્ય સ્કીન રૂટીન અપનાવવા છતાં ચહેરા પર ખીલ થાય છે. આનો અર્થ એ છે કે આપણે ક્યાંકને ક્યાંક ભૂલો કરી રહ્યા છીએ જેના કારણે ખીલ થાય છે. ચાલો જાણીએ કે ભૂલ ક્યાં થઈ રહી છે અને કેવી રીતે ખીલમાંથી મુક્તિ મેળવવી.
ખોટા સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ
સ્કિન પ્રોડક્ટ્સ લગાવતા પહેલા એ જાણવું જરૂરી છે કે તમારી સ્કિન ઓઇલી, ડ્રાય કે નોર્મલ છે. જો તમે સ્કિનના હિસાબે ખોટી પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તો તમે ત્વચાને નુકસાન પહોંચાડી રહ્યા છો અને તેમાંથી ખીલ થવા લાગે છે.
હાર્મફૂલ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ
મેકઅપ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે ચહેરાની સુંદરતામાં વધારો કરે છે પરંતુ મેકઅપની ઘણી એવી પ્રોડક્ટ્સ છે જેમાં કેમિકલનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ સિવાય લાંબા સમય સુધી મેકઅપ લગાવી રાખવાથી ચહેરાને ઓક્સિજન મળતો નથી અને ખીલ થાય છે.
ફક્ત વાઇપ્સનો ઉપયોગ કરીને મેકઅપ હટાવવો
એવું નથી કે મેકઅપ દૂર કરવા માટે વાઇપ્સનો ઉપયોગ કરવો ખોટો છે. પરંતુ તેનો ઉપયોગ કર્યા પછી ફેસ વોશ પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ચહેરા પરના તમામ પ્રકારના કેમિકલ દૂર થઈ જાય છે.
ચહેરા પર ખોટું ક્લીનઝર લગાવવું
યોગ્ય ક્લીનઝરની પસંદગી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો ચહેરાની ત્વચાને નુકસાન થઈ શકે છે. તમારે ફોમવાળા ક્લીન્સરનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ ત્વચાને એક્સ્ફોલિએટ કરવા માટે ક્લીનઝરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આમ કરવાથી ત્વચા ફાટવા લાગે છે. જો તમે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માંગતા હો, તો ફક્ત વોટર બેસ્ડ ક્લીનઝર જ લગાવો.
લાઈફ સ્ટાઈલ
લોકો સ્કીન પર હળદર લગાવવામાં કરે છે આ ભૂલો: જાણીલો સાચી રીત
Published
3 days agoon
June 22, 2022
ઘણા બધા લોકો વિશેષ મહિલાઓ સ્કિનના નિખાર માટે હળદરનો ઉપયોગ કરે છે. આવુ કરવામાં કોઈ બુરાઈ પણ નથી. પરંતુ અમુક ભૂલ ભૂલથી પણ ના કરવી જોઈએ. આવો જાણીએ થતી ભૂલો અંગે. જો તમે તમારી સ્કિન પર હળદર લગાવી રહ્યાં છો તો તમે થોડા સમય બાદ તેને પાણીથી ધોઇ શકો છો. પરંતુ અમુક લોકો સૂકી હળદરને ધોવા માટે સાબુ અથવા ફેશ વોશનો ઉપયોગ કરવા લાગે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો આજે જ બંધ કરી દો. સાબુથી ધોવાથી હળદરની અસર ધીરે-ધીરે ઓછી થાય છે. જેનાથી તમને હળદર લગાવવાનો કોઈ ફાયદો મળતો નથી.
જો તમે સ્કિન પર લગાવવા માટે હળદરમાં બીજી કોઈ વસ્તુ મિક્સ કરી રહ્યાં છો તો પહેલા તેની અસર જોઇ લો. જો તમે આ મિશ્રણથી શરીરમાં કોઈ એલર્જી મહેસૂસ થાય છે તો તાત્કાલિક ચોખ્ખા પાણીથી એ ભાગને ધોઈ નાખો. મોડુ કરવાથી તમારા શરીરના આ ભાગમાં ખંજવાળ અને નિશાન પડી શકે છે. આ સાથે તમને આરોગ્ય સાથે જોડાયેલી બીજી સમસ્યાઓ પણ થઇ શકે છે.
સૌથી જરૂરી અને મહત્વની વાત. ગરમીમાં હળદરને લેપ તરીકે શરીર પર ઓછામાં ઓછુ લગાવો. જો લગાવવાનુ હોય તો પણ તેમાં દહી અને થોડુ બેસન મિલાવી લો. આવુ કરવાથી તમારી ગરમીની તાસીરમાં થોડી હદ સુધી ઠંડક આવી શકે છે. જે ગરમીમાં યોગ્ય રહે છે. ત્યારબાદ તમે આ મિશ્રણને થોડા સમય માટે શરીર પર લગાવી ચમકતી ત્વચા મેળવી શકો છો.

આ બેન્કો પર્સનલ લોન આપે છે સૌથી સસ્તા વ્યાજ સાથે! જલ્દી ચકાસી લો લિસ્ટ

બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા

ફૂટબોલ કિંગ મેસ્સીના નામે છે અનેક રેકોર્ડ! આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું તેના રેકોર્ડ્સ

સાઉથની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી પાસે છે મોંઘી કારનું કઈક આવું કલેક્શન!

રાત્રે સ્નાન કરવું સ્વસ્થ્ય માટે છે ખૂબ ફાયદા કારક! જાણો કેવા થાય છે ફાયદાઓ

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું2 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
લાઈફ સ્ટાઈલ4 years ago
એક્ઝિમાના 3 ઘરેલુ ઉપચાર, વરસાદની ઋતુમાં થઇ શકે છે આ રોગ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી