ફરાળી પેટીસ – શ્રાવણ નું સ્વાદિષ્ટ ફરાળ: રેસિપી જોઇને જરૂર બનાવજો

farali petis recipe in gujarati

શ્રાવણ માસ માં ઉપવાસ કરતા હોવ કે ના કરતા હોવ, પણ આ ફરાળી પેટીસ ખાવાનું ચૂકશો નહિ. કેમ કે આજે આપણે બનાવીશું ફરાળી પેટીસ જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. જ્યારે પણ ઉપવાસ હોય ત્યારે જો પેટીસ બનાવી હોય તો આખો દિવસ ભૂખ પણ નથી લાગતી. મહાશિવરાત્રી ,રામનવમી ,જન્માષ્ટમી કે અગિયારસનો ઉપવાસ હોય ત્યારે આવા પ્રકારની ફરાળી વાનગીઓ બનાવીને વધુ આનંદ મેળવી શકાય. તો આજે આપણે ફરાળી પેટીસ  બનાવીએ .

સામગ્રી :

૧ કિલો બટેટા

૧ નાળીયેર (શ્રીફળ)

૪ ચમચી આદુ મરચાની પેસ્ટ

૧ લીંબુ નોરસ

૧ ચમચી મરી પાઉડર

૧ ચમચો સિંગદાણાનો ભૂકો

૧૦ નંગ કીસમીસ

૧૦ નંગ કાજુના ટુકડા

૩ ચમચી ખાંડ

થોડી કોથમરી

૨ ચમચા તપકીર

તળવા માટે તેલ

મીઠું

બનાવવાની રીત :

બટેટા ને ધોઈને બાફવા મુકો.

સિંગદાણાને શેકીને ભૂકો કરવો .

બફાયેલા બટેટાની છાલ ઉતારી ને છુંદી લો .

નાળીયેરના  ટોપરાનું બારીક ખમણ કરી દો.

નાળીયેર ના ખમણમાં આદુ મરચા ની પેસ્ટ ,મરીનો ભુકો,સિંગદાણાનો ભુકો,સ્વાદ પ્રમાણે, મીઠું, ખાંડ, લીમ્બુનો રસ, કીસમીસ, કાજુના ટુકડા, કોથમરી નાંખીને મિલાવી લ્યો.

આ  પુરણ બાજુ પર રાખી દ્યો.

બટેટામાં  તપકીર અને સ્વાદ અનુસાર મીઠું નાંખી એકદમ મિલાવી દો.

બટેટાના આ મિશ્રણ માંથી નાનું લુવા જેવું લઇ હાથની મદદ થી પૂરી જેવું બનાવી તેમાં નાળીયેર નું પુરણ ભરી પેટીસ વાળી દો.

એક પછી એક એમ બધી પેટીસ વાળી દો.

એક  લોયામાં તેલ  નાંખી ગેસ પર ગરમ કરવા મુકો.

તેલ ગરમ થાય એટલે તેમાં પેટીસ તાળો શરૂઆત માં ગેસ જરા વધુ રાખવો.

પેટીસ નાંખી દીધા બાદ થોડીવારે ગેસ ધીમો કરવો.

પેટીસ light brown રંગની થાય એટલે ઉતારી દો.

આ પેટીસ ચટણી અને દહીં સાથે  પીરસો .

ઘરે બનાવેલી પેટીસ નો સ્વાદ અનેરો લાગે છે . અને મહેમાન ખુશ થઇ જાય એટલે આપણે પણ ખુશ.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *