આનંદ-ઈશા ના ભવ્ય વેડિંગ રિસેપ્શન ની પ્રથમ તસ્વીરો આવી સામે.

મુંબઈ માં પરંપરાગત વેડિંગ સેકેમની બાદ અંબાણી અને પિરામલ પરિવાર મુંબઈમાં આજે ભવ્ય રિસેપ્શન આપવા જઈ રહ્યું છે. વેડિંગ રિસેપ્શન શરૂ થઈ ચૂક્યું છે, અંબાણી પરિવાર અને પિરામલ પરિવાર રિસેપ્શનમાં સામેલ થવા પહોંચી ચૂક્યો છે. આ રીસેપ્સન વિષે જણાવીએ તો, સંપૂર્ણ વેન્યૂ ગુલાબ, હાઈડ્રેંજીયા ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. આ ફૂલોને વિવિધ દેશોમાંથી મંગાવવામાં આવ્યા છે. તેમજ વેન્યૂના એન્ટ્રેસ પર ભવ્ય ડેકોરેશન જોવા મળી રહ્યું છે. અહીં એક મહેરાબ (ઘુમ્મટ) તૈયાર કરવામાં આવ્યું છે જેને મિરર ફિનિશિંગ આપવામાં આવી છે. અહીં ફૂલોથી ડેકોરેટ કરવામાં આવેલા ઝુમ્મર પણ જોવા મળે છે. બહાર સૌથી મોટો ઝુમ્મર અને અંદર નાના-નાના લગાવવામાં આવ્યા છે.એન્ટ્રેસ ગેટ પર ગણપતિ બાપ્પાની આકૃતિઓ બનાવવામાં આવી છે, જે તમામ ફૂલોથી બનેલી છે. અંદરના વેન્યૂને બે અલગ સેક્શનમાં વહેંચવામાં આવ્યો છે. તેમજ અહીં એક એરિયા મ્યૂઝિશિયનને પર્ફોર્મ કરવા માટે રાખવામાં આવ્યો છે. જ્યાં એ.આર.રહમના પોતાના ટ્રુપ સાથે પર્ફોર્મ કરશે. બીજી તરફ પિંક કલરના ફૂલોથી અમ્બ્રેલા ટાઈપની આકૃતિ બનાવવામાં આવી છે.

આ સાથે જ અંબાણી અને પિરામલ પરિવારના અમુક પરિવારજનો તથા અન્ય મહેમાનો પણ રિસેપ્શનમાં પહોંચ્યા છે.

ઈશા અંબાણી-આનંદ પિરામલના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા મહેમાનો.

ઈશા અંબાણીના લગ્નમાં સામેલ થવા માટે રાજકીય નેતાઓ ફારૂક અબ્દુલ્લા અને કપિલ સિબ્બલ જેવા મહેમાનો પણ આવી પહોચ્યા છે. અંબાણી પરિવાર-પિરામલ પરિવાર પણ ટૂંકસમયમાં સાથે પહોંચી ગયા હતા.

શ્લેકા મેહતા અને દીકરા આકાશ અંબાણી સાથે નીતા અંબાણી.

ઈશા અંબાણી અને આનંદ પિરામલ સાથે ન્યૂલિ મેરિડ કપલના પેરેન્ટ્સ.

ફારૂક અબ્દુલ્લા અને કપિલ શિબ્બલ.

ન્યુ કપલ ઈશા અંબાણી અને આનંદ પિરામલ

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *