Connect with us

સ્પોર્ટ્સ

લોર્ડ્સમાં આ ઇતિહાસ રચનાર પ્રથમ ભારતીય બન્યો હતો ગાંગુલી

Published

on

Ganguly became the first Indian to make this history at Lord's

ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ ક્રિકેટ જગતમાં સૌરવ ગાંગુલી એક આક્રમક સુકાની તરીકે જાણીતો છે. તેમાં પણ લોર્ડ્સ મેદાનમાં તેની બે ઘટના ભારતીય ક્રિકેટ પ્રેમીઓના દિલમાં ઘર કરી ગઈ છે. 2002માં નેટવેસ્ટ સીરિઝની ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ જીત્યા બાદ લોર્ડ્સની ગેલેરીમાંથી ટીશર્ટ કાઢીને હવામાં લહેરાવીને અંગ્રેજોનો ઘંમડ તોડ્યો તે એક ઐતિહાસિક ઘટના હતી. જોકે, તે પહેલા ગાંગુલીએ લોર્ડ્સ ખાતે જ પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી હતી. આ પ્રથમ ટેસ્ટમાં જ સૌરવ ગાંગુલીએ એક ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ટીમ 1996માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. જેમાં 20-24 જૂન દરમિયાન લોર્ડ્સ ખાતે બીજી ટેસ્ટ રમાઈ હતી. આ ટેસ્ટ દ્વારા ભારતના બે મહાન ક્રિકેટર્સે પોતાની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જેમાં એક હતો સૌરવ ગાંગુલી અને બીજો હતો રાહુલ દ્રવિડ. ગાંગુલીએ 22 જૂન એટલે કે મેચના ત્રીજા દિવસે લોર્ડ્સના મેદાન પર સદી ફટકારી હતી.

Ganguly became the first Indian to make this history at Lord's

આ ટેસ્ટમાં સુકાની મોહમ્મદ અઝહરૂદ્દીને ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 344 રનનો સ્કોર ખડક્યો હતો. જેમાં ગ્રેહામ થોર્પે 89 રન ફટકાર્યા હતા. જ્યારે વિકેટકીપર બેટર જેક રસેલે અદ્દભુત બેટિંગ કરતા 124 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. 44 વર્ષ બાદ લોર્ડ્સના મેદાન પર ઈંગ્લેન્ડના વિકેટકીપરે સદી ફટકારી હતી. ભારત માટે વેંકટેશ પ્રસાદે 76 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે જવાગલ શ્રીનાથે 76 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. સૌરવ ગાંગુલીએ બે વિકેટ ખેરવી હતી.

Ganguly became the first Indian to make this history at Lord's

ભારતે તેના પ્રથમ દાવમાં 429 રનનો સ્કોર ખડકીને સરસાઈ મેળવી હતી. જેમાં વન-ડાઉન આવેલા સૌરવ ગાંગુલીએ 301 બોલમાં 20 ચોગ્ગા સાથે 131 રનની ઐતિહાસિક ઈનિંગ્સ રમી હતી. આ સાથે જ લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ ડેબ્યુમાં સદી ફટકારનારો સૌરવ ગાંગુલી પ્રથમ ભારતીય બેટર બન્યો હતો. જોકે, રાહુલ દ્રવિડ પાંચ રન માટે આ સિદ્ધિથી ચૂકી ગયો હતો. રાહુલ દ્રવિડ 95 રનના સ્કોર પર આઉઠ થયો હતો. તેણે 363 બોલ રમ્યા હતા. વિકેટકીપર રસેલે તેનો કેચ કર્યો હતો. આમ લોર્ડ્સના મેદાન પર બે ડેબ્યુ ખેલાડી સદી ફટકારે તે ઘટના બનતા-બનતા રહી ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે ક્રિસ લૂઈસ અને એલન મૂલાલેએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ડોમિનિક કોર્કને બે તથા પીટર માર્ટિન અને રોની ઈરાનીને એક-એક સફળતા મળી હતી.

Ganguly became the first Indian to make this history at Lord's

ઈંગ્લેન્ડે નવ વિકેટે 278 રનના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો અને અંતે મેચ ડ્રો રહી હતી. આ મેચ જાણીતા અમ્પાયર ડિકી બર્ડની 66મી અને અંતિમ ટેસ્ટ મેચ હતી. તેઓ જ્યારે અમ્પાયરિંગ માટે મેદાનમાં ઉતર્યા ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. જ્યારે સ્ટેડિયમમાં હાજર પ્રેક્ષકોએ તેમને ઊભા થઈને તાળીઓથી વધાવી લીધા હતા. ત્યારે ડિકી બર્ડની આંખોમાં આંસુ આવી ગયા હતા. જોકે, તેની બે મિનિટ બાદ તેમણે મેચની પ્રથમ ઓવરમાં જ ઈંગ્લેન્ડના સુકાની માઈક આર્થટનને એલબીડબલ્યુ આઉટ આપ્યો હતો. ડિકી બર્ડે 66 ટેસ્ટમાં અમ્પાયરિંગ કર્યું તે ત્યારે એક રેકોર્ડ હતો. તેના બે વર્ષ બાદ 1998માં તેમણે પોતાની અંતિમ કાઉન્ટી મેચમાં અમ્પાયરિંગ કર્યું હતું.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

સ્પોર્ટ્સ

ફૂટબોલ કિંગ મેસ્સીના નામે છે અનેક રેકોર્ડ! આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું તેના રેકોર્ડ્સ

Published

on

many-records-in-the-name-of-football-king-messi-to-this-day-no-one-has-been-able-to-break-his-records

ફૂટબૉલ કિંગ મેસ્સીનો આજે 35મો જન્મદિવસ છે. દુનિયાના સૌથી અમીર ખેલાડીઓમાંથી એક મેસ્સીની લાઈફ પણ એટલી જ લક્ઝુરિયસ છે. મેસ્સીના નામે અનેક રેકોર્ડ્સ પણ છે. અને એટલે જ તે ફૂટબોલનો બેતાજ બાદશાહ કહેવાય છે.

many-records-in-the-name-of-football-king-messi-to-this-day-no-one-has-been-able-to-break-his-records

લિયોનેલ મેસ્સી લીગનો બેતાજ બાદશાહ ગણાય છે. લા લિગા લીગમાં 474 ગોલ્સ સ્કોર કરીને તેણે સૌથી વધુ હોલ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મેસ્સી પછી ઈંગ્લેન્ડના એલન શીએરર 260 ગોલ સાથે બીજા ક્રમે છે. આ ગોલ તેણે ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં ફટકાર્યા હતા. મેસ્સીએ વિક્રમજનક સાત બેલન ડી’ ઓર ટાઈટલ્સ જીત્યા છે. મેસ્સી પછી બીજા સ્થાને રોનાલ્ડો છે, જેણે પાંચ ટાઈટલ્સ જીત્યા છે.

many-records-in-the-name-of-football-king-messi-to-this-day-no-one-has-been-able-to-break-his-records

લિયોનેલ મેસ્સીના નામે એક જ વર્ષમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ પણ છે. વર્ષ 2012માં તેણે 91 ગોલ કર્યા હતા. મેસ્સી પછી જર્મનીના ગેર્લ મૂલર એક વર્ષમાં 85 ગોલ્સ સાથે બીજા સ્થાને છે. લિયોનેલ મેસ્સીના નામે એક જ ક્લબ માટે સૌથી વધુ ગોલ ફટકારવાનો પણ રેકોર્ડ છે. મેસ્સીએ પોતાના બાર્સેલોના સાથેના કરિયર દરમિયાન 672 ગોલ કર્યા છે.

many-records-in-the-name-of-football-king-messi-to-this-day-no-one-has-been-able-to-break-his-records

લિસોનેલ મેસ્સી UEFA ચેમ્પિયન્સ લીગમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. મેસ્સીના નામે 7 ગોલ્સ છે જ્યારે બીજા સ્થાને 73 ગોલ્સ સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.

Continue Reading

સ્પોર્ટ્સ

અમદાવાદ ઓલિમ્પિક-કોમનવેલ્થ માટે તૈયાર થઈ રહ્યું છે! હવે ગુજરાતમાં પણ આવા ખેલ યોજશે

Published

on

Ahmedabad is getting ready for the Olympics-Commonwealth! Now such games will be organized in Gujarat also

અમદાવાદ શહેર સ્પોટર્સ સિટી બનવા તરફ અગ્રેસર જોવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં એક પછી એક આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બની રહ્યા છે. AMC બાદ હવે ઔડા દ્વારા પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. આગામી ઓલ્મિપિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત અહી આયોજન કરવાનુ પણ પ્લાનિંગ છે, જેથી તેને તે દિશામાં ધ્યાન રાખીને તૈયાર કરવામા આવી રહ્યુ છે.

ઔડા દ્વારા રૂપિયા 9.6 કરોડના ખર્ચ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું નિર્માણ કરાવાઈ રહ્યું છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ગોધાવી-મણિપુર વિસ્તારમાં તૈયાર થઈ રહ્યુ છે. અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર એટલે કે સાઉથ બોપલ સહિત આસપાસના નવા વિસ્તારને ધ્યાન પર રાખી આ સ્પોર્ટસ કોમ્પલેક્સ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જેમાં લગભગ તમામ સ્પોર્ટસને સામેલ કરવામાં આવશે.

Ahmedabad is getting ready for the Olympics-Commonwealth! Now such games will be organized in Gujarat also

અહી તમામ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મૂકવામા આવશે. કારણ કે, તેને ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ બનાવવામાં આવી રહ્યુ છે. હાઇ જમ્પ, બાસ્કેટ બોલ, ફુટબોલ ગ્રાઉન્ડ, કબડ્ડી સહિતની એક્ટિવિટી ઉભી કરાશે. આ ઉપરાંત 500 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. સ્પોર્ટસ સાથે જોડાયેલ લોકો માટે પ્રેક્ટિસ કરવા અને નવા એથ્લિટ તૈયાર કરવા આ મેદાન ઉપયોગી સાબિત થશે.

સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં 400 મીટર લંબાઈવાળો રનિંગ ટ્રેક હશે, જેમા એથ્લેટિક રમતો રમાશે. 400 મીટર લંબાઇ વાળો રનિંગ ટ્રેક ખાસ આંતરરાષ્ટ્રીય કક્ષાનો બનશે. તેમજ અહી 2 કબડ્ડી કોર્ટ, 2 બાસ્કેટબોલ કોર્ટ, ફુટબોલ કોર્ટ, હાઇ જમ્પ, લોન્ગ જમ્પ ગેમ્સની વ્યવસ્થા હશે. જેમાં 500 માણસ બેસવાની ક્ષમતા હશે. રૂપિયા 9.6 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર થઇ રહ્યું છે. જૂલાઇ મહિનાના અંત સુધીમાં સ્પોર્ટસ કોમ્પલેક્સ તૈયાર થઈ જશે. આ કોમ્પ્લેક્સથી શહેરના નવા જોડાયેલ વિસ્તારો લાભ મળશે. સાથે જ અહીં આગામી ઓલ્મિપિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અંતર્ગત આયોજન કરવાનુ પણ પ્લાનિંગ છે. શહેરમાં સ્પોર્ટસ એક્ટિવ માટે ઔડા અને એએમસી વધુ સજ્જ બનશે. ભવિષ્યમાં એએમસી દ્વારા અહી રનિંગ ટ્રેક પણ તૈયાર કરાશે.

Continue Reading

સ્પોર્ટ્સ

જોસ બટલરનો વિચિત્ર શોર્ટ જોઈ હસી નહિ રોકી શકો! બોલને માર્યો કઇક આવો શોર્ટ

Published

on

Can't stop laughing at Jose Butler's weird shorts! Something hit the ball

ઇંગ્લેન્ડે બુધવારે રાત્રે ત્રીજી વનડેમાં નેધરલેન્ડને 8 વિકેટે હરાવીને 3 મેચની વનડે શ્રેણીમાં યજમાન ટીમનો સફાયો કરી લીધો હતો. ઇંગ્લિશ ટીમ માટે આ મેચમાં સદી ફટકારનાર જેસન રોય હીરો બન્યો હતો, પરંતુ વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર તેના એક વિચિત્ર શોટથી લૂંટાઈ ગયા. પોલ વાન મીકરેનની ખરાબ બોલ પર એમણે વિકેટની બહાર જઈ સિક્સર ફટકારી. આ ઘટનાનો વીડિયો જોઈને ફેન્સ હસવાનું રોકી શક્યા નથી.

Can't stop laughing at Jose Butler's weird shorts! Something hit the ball

ઇયોન મોર્ગનની કપ્તાની હેઠળની ત્રીજી વનડેમાં ઇંગ્લિશ ટીમનું નેતૃત્વ કરનાર બટલરે પોતાને બેટિંગમાં પ્રોત્સાહન આપ્યું અને ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો. 245 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે 85 રનમાં પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બટલરે 64 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 86 રનની અણનમ ઇનિંગ રમી હતી અને જેસન રોય (101) સાથે ત્રીજી વિકેટ માટે 153 રનની અતૂટ ભાગીદારી કરીને 119 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

Can't stop laughing at Jose Butler's weird shorts! Something hit the ball

29મી ઓવર દરમિયાન, જ્યારે પોલ વાન મીકરેન બોલિંગ કરી રહ્યો હતો, ત્યારે ધીમો બોલ નાખવાનો પ્રયાસ કરતી વખતે બોલ તેના હાથમાંથી સરકી ગયો. બોલ બે ટિપ્સમાં બટલર સુધી પહોંચ્યો અને આ બેટ્સમેન પીચની બહાર ગયો અને સ્ક્વેર લેગની દિશામાં મોટો શોટ રમ્યો અને 6 રન મેળવ્યા. નો બોલ હોવાને કારણે બટલરને ફ્રી હિટ મળી અને આગલા બોલ પર પણ સિક્સર ફટકારી. આ ઓવરમાં ઈંગ્લેન્ડે કુલ 26 રન લીધા હતા.

Can't stop laughing at Jose Butler's weird shorts! Something hit the ball

આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ડેવિડ વિલીના શાનદાર પ્રદર્શનને કારણે ઇંગ્લિશ ટીમ નેધરલેન્ડને 244 રનમાં ઓલઆઉટ કરવામાં સફળ રહી. વિલીએ 36 રનમાં 4 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડે આ લક્ષ્યાંક 30.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

Continue Reading
Advertisement
Advertisement

Trending