જાણવા જેવું
લોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલ્યુ આ સૌથી લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન,આ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન
Published
2 years agoon

ભારતીયોનું સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન ગોવા લોકડાઉન બાદ એકવાર ફરીથી ખૂલી ગયું છે. લાંબા લોકડાઉન બાદ જો તમે કંટાળી ગયા છો અને ક્યાંક ફરવા જવાનું મન થઈ રહ્યું છે તો તમે ગોવાનો પ્લાન બનાવી શકો છો.
તમારું મન સમુદ્ર કિનારે ફરવાનું થઈ રહ્યું છે તો તમારું આ સપનુ પૂરુ થઈ શકે છે. પરંતુ આ વખતે ગોવામાં કોરોના મહામારીને પગલે કાયદા પણ કડક થવા જઈ રહ્યાં છે. જો તમે જરા ચૂક કરો તો તમારી મોજમસ્તીનું પ્લાનિંગ સજા પણ બની શકે છે.
હોટલનું પ્રિબુકિંગ કરી લેવું
ગોવા સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી ગાઈડલાઈન (Guidelines) અનુસાર, હવે ક્યારેય મુસાફરીને ગોવામાં પ્રવેશ કરવા માટે હોટલનું પ્રી-બુકિંગ (Pre Booking) કરવાની જરૂર પડશે.
સલ્ફ ડિકલરેશન
હોટલમાં બુકિંગ દરમિયાન તમારે સેલ્ફ ડિકલેરેશન કરવાનું રહેશે કે, તમને કોરોના વાયરસ પોઝિટિવ નથી.
કોરોના ફ્રીનું સર્ટિફિકેટ
ગોવા સરકારે કહ્યું કે, ટુરિસ્ટ્સને રાજ્યમાં પ્રવેશ કરવા માટે ડોક્ટર પાસેથી કોરોના ફ્રી હોવાનું સર્ટિફિકેટ (Health Certificate) બતાવવું પડશે. મુસાફરે ગોવામાં મુસાફરી દરમિયાન તે સાથે જ રાખવું પડશે.
તેની સાથે જ રસ્તા, હવાઈ કે જળ માર્ગથી ગોવા પહોંચવા માટે મુસાફરોને થર્મલ સ્કેનિંગમાંથી પસાર થવું પડશે.તમારા હોટલ બુકિંગના કાગળોની પણ તપાસ થશે.જો તમારી પાસે ડોક્ટર દ્વારા જાહરે કરાયેલ કોરોના ફ્રી સર્ટિફિકેટ નહિ હોય તો સ્વૈબ તપાસ કરાવવી પડશે.
ગોવામાં થયેલ તપાસમાં પોઝિટિવ આવ્યા તો તમને રાજ્યની અંદર જ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 25 માર્ચના રોજ સમગ્ર દેશમાંથી લોકડાઉન હટાયાની જાહેરાત બાદથી જ ગોવામાં ટુરિસ્ટ્સ માટે મૂકાયેલ પ્રતિબંધ પણ હટાવી લેવાયો છે. 1 જુલાઈનો રોજ અનલોકની પ્રોસેસ અંતર્ગત ગોવાને પણ ટુરિસ્ટ્સ માટે ઓપન કરી દેવાયું છે.
You may like
-
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
-
પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર,પીએમ મોદીએ એમએસ ધોનીને નિવૃત્ત થવા પર પાઠવી શુભેચ્છાઓ
-
દુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો
-
બંગાળની ખાડીમાં સિસ્ટમ લૉ પ્રેશરમાં પરિવર્તીત થતાં રાજ્યમાં ભારે વરસાદની કરવામાં આવી આગાહી
-
સ્વચ્છતા સર્વેક્ષણ 2020 એવોર્ડની કરવામાં આવી જાહેરાત,દેશભરમાં ગુજરાતનું આ શહેર બીજો ક્રમે
-
સુશાંતસિંહ રાજપૂત કેસની CBI તપાસને લઈ શરદ પવારે આપ્યુ નિવેદન
જાણવા જેવું
6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?
Published
2 weeks agoon
October 6, 2022By
Gujju Media
નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.
જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.
બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.
બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.
બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.
જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.
બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.
- 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
- 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
- 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
- 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.
જાણવા જેવું
લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.
Published
2 weeks agoon
October 1, 2022By
Gujju Media
આપણાં દાદી અને નાની જ્યારે રસોઈ બનાવતા ત્યારે તેઓ લોખંડના વાસણમાં જમવાનું બનાવવાનો આગ્રહ રાખતા. તેના લીધે જ હજી પણ આપણાં ઘરમાં પણ તેલમાં કાઇ પણ તળવાનું હોય કે પછી રોટલી ભાખરી બનાવવાની હોય તો લોખંડનું જ વાસણ ઉપયોગમાં લેવામાં આવે છે.
એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે પણ લોખંડના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તો તેમાંથી ભોજનમાં આયરન અને બીજા પોષકતત્વો ભોજનમાં સારી રીતે ભળી જાય છે. પણ આ વાસણ વાપરવા માટેની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેને સાફ કરવી એ માથાનો દુખાવો લાગતું હોય છે. તો જો તમને પણ લોખંડના વાસણ સાફ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છે.
સૌથી પહેલા તમે જણાવી દઈએ કે લોખંડના વાસણ કાળા કેમ પડી જતાં હોય છે. તો તમને જણાવી દઈએ કે આ વાસણમાં કાર્બન જમા થતો હોય છે. આ ફેટ અને તેલને વધારે ગરમ કરવાને લીધે થતું હોય છે.
આટલું જ નહીં જ્યારે પણ તમે આવા વાસણમાં જમવાનું બનાવો છો તો કાર્બનનો ભાગ ભોજનમાં ભળે છે અને તેના લીધે તે કાળો રંગ થઈ જાય છે. ઘણીવાર સારી રીતે સફાઇ ના કરવામાં આવે તો પણ લોખંડના વાસણ કાળા થઈ જતાં હોય છે. આ સાથે આ વાસણમાં કાટ પણ જમા થવા લાગે છે.
ઘણીવાર લોખંડના વાસણ પડ્યા રાખવાથી તેમાં કાટ આવી જતો હોય છે. એવામાં આ વાસણ કેવીરીતે સાફ કરવું એ હવે તમને જણાવી દઈએ. તમને જણાવી દઈએ કે તમારે સૌથી પહેલા તો એ વાસણને સારી રીતે સાફ પાણીથી સાફ કરી લેવું. આ પછી તેને કોરા કપડાંથી સૂકવી લેવું.
હવે આ વાસણમાં થોડું સરસવનું તેલ નાખીને બધે જ તેલ લગાવી દેવું આ પ્રોસેસમાં ધ્યાનમાં રાખો કે વાસણમાં બધે જ તેલ લગાઈ જવું જોઈએ. હવે ટિશ્યૂ પેપર કે પછી કપડાંની મદદથી વધારાનું તેલ લૂછી લેવું. હવે આ વાસણને સાફ અને કોરી જગ્યાએ મૂકી દો. આઆમ કરવાથી લોખંડના વાસણ ખરાબ થશે નહીં.
જો તમે પણ રોટલી કે ભાખરી બનાવવા માટે લોખંડનો તવો વાપરો છો તો તેને કેવીરીતે સાફ કરશો એ પણ અમે તમને જણાવી રહ્યા છે. તવાને સાફ કરવા માટે થોડું મીઠું લેવું અને તેમાં થોડો લીંબુનો રસ અથવા તો વિનેગર ઉમેરો આ પછી તવા પર તેને બધે જ સારી રીતે ફેલાવી દો. આ પછી 15 મિનિટ માટે તેને એમજ રહેવા દો. હવે વાસણ સાફ કરવાના એક સપન્ચ અને ગરમ પાણીની મદદથી આ તવો સાફ કરી દેવો. આવીરીતે તવો સાફ કરશો તો તમારો તવો નવા જેવો ચમકી ઉઠશે.
જાણવા જેવું
આ ગુલાબી હીરાએ દુનિયામાં મચાવી ચર્ચાઓ! જાણો શું છે આનો ખાસિયત
Published
3 months agoon
July 29, 2022
આફ્રિકી દેશ અંગોલામાં 170 કેરેટનો એક ગુલાબી હીરો મળ્યો છે. આ હીરો ખુબ જ સુંદર છે. જાણકારી મુજબ, 300 વર્ષોમાં મળનારા અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે. દર 10 હજાર હીરામાંથી એક હીરો ગુલાબી હોય છે. અંગોલામાં 170 કેરેટનો દર્લભ હીરો મળ્યો છે. આ હીરાને લૂલો રોઝ અટલે કે લૂલો ગુલાબ નામ આપાવામાં આવ્યું છે.
આફ્રિકી દેશ અંગોલામાં એક ખાણમાંથી 170 કેરેટનો દુર્લભ શુદ્ધ ગુલાબી હીરો શોધ્યો છે. આ છેલ્લા 300 વર્ષોમાં મળનારા હીરાઓમાંથી સૌથી મોટો ગુલાબી હીરો છે. એક ઓસ્ટ્રેલિયાઈ ખનન કંપનીએ આની જાણકારી આપી છે. લુકાપા ડાયમંડ કંપની અને તેના સહયોગિયોએ અંગોલાના લૂલો ખાણમાંથી દુર્લભ પથ્થર શોધી નાખ્યો. જેને લૂલોનું ગુલાબ નામ આપવામાં આવ્યું. લુકાપા ડાયમંડ કંપનીએ રોકાણકારોને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગુલાબી હીરો છે.
ગુલાબી હીરો અત્યાર સુધીમાં મળેલા હીરામાંથી પાંચમો સૌથી મોટો હીરો છે. આ પહેલાં આવી જ રીતે પિંક ડાયમંડન ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારે કિંમત સાથે તે વેચાયો હતો. હોંગકોંગમાં 59.6 કેરેટનો પિંક સ્ટાર 2017માં વેચાયો હતો. જેની કિંમત લગભગ 5.5 અરબ રૂપિયાથી પણ વધુ હતી.

આ હીરો મળતાં અંગોલાની સરકારે પણ તેનું સ્વાગત કર્યું છે. આ એક IIa ટાઈપ પથ્થર છે. જે પ્રાકૃતિક પથ્થરોમાં સૌથી દુર્લભ અને શુદ્ધ રૂપમાંથી એક છે. અંગોલાના ખનીજ સંસાધન મંત્રી ડાયમાંટિનો અજેવેદોએ કહ્યું કે, લૂલોમાંથી મળેલા આ શાનદાર ગુલાબી હીરાને અંગોલા વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરે છે.
લુકાપાના CEO સ્ટીફન વેદરોલે કહ્યું કે, 10 હજારમાંથી એક હીરો ગુલાબી રંગનો હોય છે. જો તમે આટલા મોટા હીરાને જોઈ રહ્યા છો તો તમે એક અમૂલ્ય વસ્તુને જોઈ રહ્યા છો. જાણકારી મુજબ આ ખાણમાં નદીના તળીયાથી હીરો કાઢવામાં આવ્યો છે. લૂલોની ખાણમાં લગભગ 400 કર્મચારીઓ કામ કરે છે જે અંગોલાના અત્યાર સુધીના સૌથી મોટા હીરાને શોધી ચૂક્યા છે. તેમાંથી એક 404 કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે.

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન