ટેલીબઝ
વધુ એક કલાકરનું તારક મહેતાને અલવિદા? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કેટલા સમયથી ટપુ છે ગાયબ!
Published
4 months agoon

ટીવી પર છેલ્લાં 14 વર્ષથી ચાલતી કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં ચર્ચામાં છે. આ શોના કલાકારો એક પછી એક સિરિયલ છોડી રહ્યા છે. પહેલાં શૈલેષ લોઢાએ સિરિયલ છોડી, પછી દિશા વાકાણી આ શોમાં પરત નહીં ફરે તે વાત સામે આવી હતી. હવે એવી ચર્ચા છે કે સિરિયલમાં ટપુનો રોલ પ્લે કરતો રાજ અનડકટે પણ સિરિયલ છોડી દીધી છે. આ દરમિયાન એવી પણ વાતો વહેતી થઈ હતી કે મુનમુન દત્તા પણ આ શો છોડી શકે છે.
એ વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે કે હવે રાજ આ શોમાં જોવા મળશે નહીં. આમ પણ રાજ છેલ્લાં કેટલાંક દિવસોથી સિરિયલમાં જોવા મળતો નથી. જોકે, આ અંગે ચેનલ કે રાજ તરફથી કોઈ જાતની વાત કરવામાં આવતી નથી. સિરિયલના સૂત્રો આ વાત અફવા હોવાનું કહી રહ્યા છે. જોકે, આ વાત કેટલી સાચી તે તો આવનારો સમય જ કહેશે. પ્રોડડક્શન હાઉસ સાથેના મતભેદને કારણે હવે રાજ ગયા વર્ષે 20 ડિસેમ્બર પછી શૂટિંગ પણ કરવાનો નહોતો. જોકે પ્રોડક્શન હાઉસે રાજ સાથેના મતભેદનો ઉકેલ લાવી દીધો હતો અને તેણે શોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
રાજ અનડકટ 2017થી ટપુડાનું પાત્ર ભજવી રહ્યો છે. આ પહેલાં ભવ્ય ગાંધી આ પાત્ર ભજવતો હતો. મુનમુન દત્તાના અફેરની વાત સામે આવી ત્યારે રાજે સો.મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરીને આ વાતને ખોટી ગણાવી હતી. આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.
You may like
એન્ટરટેઈન્મેન્ટ
ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.
Published
2 days agoon
October 16, 2022By
Gujju Media
મનોરંજન જગતથી ફરી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. ટીવી સિરિયલ યે રિશ્તા કયા કહલાતા હૈ અને સિમર કા સસુરાલ અને તેના જેવી જ બીજી સિરિયલમાં કામ કરવાવાળી અભિનેત્રી વૈશાલી ઠક્કરએ આત્મહત્યા કરી લીધી છે. સમાચાર મળી રહ્યા છે કે તેણી ઈન્દોરના પોતાના ઘરમાં પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરવા પાછળ પ્રેમ પ્રસંગ જવાબદાર છે એવું કહેવામાં આવી રહ્યું છે. વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં જ રહેતી હતી. વૈશાલીના આત્મહત્યા કરવાના સમાચાર મળતા જ તેજાજી નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વૈશાલી એ અભિનેતા સુશાંત રાજપૂતના નજીકના મિત્રોમાંથી એક છે.
જાણકારી પ્રમાણે વૈશાલી એકવર્ષથી ઈન્દોરમાં રહેતી હતી. વૈશાલી સસુરાલ સિમર કા, આશિકી, લાલ ઈશ્ક, સુપર સિસ્ટર અને વિષ ઓર અમૃત માં પણ કામ કર્યું હતું. યે રિશ્તા સિરિયલમાં તેણે અજંલિનું પાત્ર ભજવ્યું હતું. વૈશાલીને નેગેટિવ પાત્ર માટે ગોલ્ડન પેટલ એવોર્ડ પણ મળ્યો હતો.
ટીવી સિવાય વૈશાલીએ કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. કહેવાય છે કે તેનો પરિવાર ઉજ્જૈન પાસે મહિદપૂરના રહેવાસી છે. પણ વૈશાલી ઈન્દોર જ ભણી ગણી છે. તેને પહેલાથી જ એક્ટિંગનો ખૂબ શોખ હતો.
વૈશાલી ઇન્સટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહેતી હતી તેની છેલ્લી બંને પોસ્ટ કે જે મસ્તી માટે એક શોર્ટ વિડીયો હતો તેમાં પણ તે મસ્તીના મૂડમાં મરી જવાની વાત કરી રહી છે અને બીજા એક વિડીયોમાં તેણે કોઈ પંખાનો વિડીયો શેર કર્યો હતો. જો કે તે બંને વિડીયો મસ્તી માટે જ હતા. પણ તે વિડીયો હમણાં 5 અને 6 દિવસ પહેલાના જ છે. હવે જોવું એ રહેશે કે આ 5 દિવસમાં એવું તો શું થયું કે તેણે આવું પગલું ભર્યું?
ટીવી અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ પણ બે વર્ષ પહેલા ઈન્દોરના હીરાનગરમાં આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઉનને લીધે 25 માર્ચથી ઈન્દોર આવી ગઈ હતી. આ દરમિયાન તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
પોલીસએ પ્રેક્ષાના રૂમમાંથી નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, ‘મારા તૂટેલા સપનાએ મારા કોનફિડેન્સને તોડી દીધો હતી. હું મારા સપના સાથે જીવી નથી શકતી. આ નેગેટિવિટી સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે. ગયા વર્ષે મે બહુ ટ્રાય કર્યું પણ હવે હું થાકી ગઈ છું.’ આ સાથે જ પ્રેક્ષાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલી વાર એક msg પોસ્ટ કર્યો હતો, પોસ્ટમાં લખ્યું હતું, ‘સૌથી ખરાબ હોય છે સપનાઓનું મરી જવું.’
એન્ટરટેઈન્મેન્ટ
બૉલીવુડની આ બ્યુટીઝએ લગ્ન પછી પહેલીવાર ઉજવ્યું કરવા ચૌથ વ્રત, કેટરીના અને આલિયાએ શું કર્યું જુઓ.
Published
4 days agoon
October 14, 2022By
Gujju Media
તહેવાર કોઈપણ હોય સામાન્ય વ્યક્તિની સાથે હવે બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના લોકો પણ આ તહેવારો ખૂબ ધામ ધૂમથી ઊજવતાં હોય છે. દિવાળી હોય કે ગણપતિ, ઈદ હોય કે પછી હોળી. અમુક કલાકાર એવા છે જેવો દરેક તહેવારને ખૂબ ઉત્સાહ સાથે ઊજવતાં હોય છે. ગઇકાલે પૂરી થયેલ કરવા ચોથ એ બૉલીવુડની પત્નીઓએ બહુ સારી રીતે ઉજવી હતી.
આજે અમે તમને આ અભિનેત્રીઓ વિષે જ જણાવી રહ્યા છે. ઘણી અભિનેત્રીઓ હતી જેમણે ખૂબ સારી રીતે આ દિવસ ઉજવ્યો તો ઘણી એવી પણ અભિનેત્રીઓ હતી જેમણે વ્રત નહોતું રાખ્યું પણ સેલિબ્રેટ જરૂર કર્યું છે. ઘણી અભિનેત્રીઓ છે જેમણે આ વર્ષે પહેલીવાર આ વ્રત કર્યું છે તેમાં કેટરીના કૈફ, મૌની રૉય, આલિયા ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
કેટરીના કૈફએ આ દિવસે ખાસ ટ્રેડિશનલ લુક અપનાવ્યો હતો. રેડ સાડી સાથે તેણે ફ્લોરલ બ્લાઉઝ મેચ કર્યું હતું. આ સાથે તેણે લગ્નમાં જે મંગલસૂત્ર પહેરેલું એ પણ પહેર્યું હતું અને લાલ બંગડી, મહેંદી અને પાથીમાં સિંદુર પહેરેલી તે ખૂબ સુંદર દેખાઈ રહી હટી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા હતા. તો વિકીએ પણ તે ફોટો પોતાની ઇન્સટા સ્ટોરીમાં શેર કર્યા હતા. કેટરીના અને વિક્કી ખૂબ સુંદર લાગી રહ્યા છે.
આ સિવાય બૉલીવુડની બ્યુટીઝ માટે અનિલ કપૂરના ઘરે કરવા ચૌથની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિયાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન, નીલમ અનિલ કપૂરની પત્ની સુનિતા બધા સાથે મળ્યા હતા આ સાથે બૉલીવુડના વરુણ ધવન અને તેમની પત્ની નતાશા પણ ત્યાં આવ્યા હતા. શિલ્પાએ એક સુંદર વિડીયો પણ આ પૂજાનો શેર કર્યો હતો જેમાં બધી મહિલાઓ ગીત સાથે પૂજા કરતી દેખાઈ રહી છે.
શિલ્પાએ બીજો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે પતિ રાજ કુંદ્રા સાથે પૂજા કરી રહી છે. આ ફોટો અનિલ કપૂરએ પડ્યો હતો એવો ખુલાસો શિલ્પાએ તેની પોસ્ટના કેપ્શનમાં કર્યો હતો.
લગ્ન પછી આલિયા ભટ્ટ પોતાનું પહેલું કરવા ચૌથ સેલિબ્રેટ કરી રહી છે, જો કે આલિયાએ આ વર્ષે વ્રત કર્યું છે કે નહીં એ વાતની કોઈ માહિતી મળી નથી. તે પ્રેગ્નેન્ટ છે અને હવે જલ્દી જ આલિયા અને રણબીરના જીવનમાં તેમના પહેલા બાળકનું આગમન થવાનું છે. આ દિવસે આલિયાએ એક પોસ્ટ શેર કરીને બધાને શુભેચ્છાઓ આપી છે તો સામે નીતુ કપૂરએ પણ વહુ આલિયાને અને દીકરી રિધ્ધિમાને કરવા ચૌથની શુભેચ્છાઓ આપી છે.
ઇંડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને યુટ્યુબર ધનશ્રી વર્માએ કરવા ચૌથનું આ સ્પેશિયલ સેલિબ્રેશન કર્યું હતું. યુઝવેન્દ્ર એ ટીમ ઈન્ડિયા સાથે બહાર છે ત્યારે આ કપલએ વિડીયો કોલ પર આ દિવસ ઉજવ્યો હતો. તેનો વિડીયો પણ આ કપલએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
મૌની રૉયએ કરવા ચૌથ નિમિત્તે સૌથી પહેલા મહેંદીના ફોટો શેર કર્યા હતા અને આ પછી તેણે આ દિવસની ખાસ ઉજવણી કરવાના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે મૌનીએ મહેંદીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ‘પહેલું હમેશા ખાસ હોય છે… હેપ્પી કરવા ચૌથ બ્યુટીઝ’
તમને આ બધા ફોટોમાંથી કોનો ફોટો વધારે પસંદ આવ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો. આવી જ અવનવી માહિતી માટે ફોલો કરો અમારી પ્રોફાઇલ.
એન્ટરટેઈન્મેન્ટ
સિઝનના પહેલા જ વિકેન્ડના વાર પર સલમાન આ મહિલા સ્પર્ધકની લગાવશે ક્લાસ.
Published
1 week agoon
October 7, 2022By
Gujju Media
બિગબોસ શર થતાં જ દરેક સ્પર્ધક કે જે ઘરમાં એન્ટ્રી લઈ રહ્યા હતા ત્યારે દરેક વ્યક્તિ સલમાન ખાનને લગભગ એક જ સરખી વાત કહી રહ્યા હતા કે સલમાન કાઇ પણ થઈ જાય પ્લીઝ તમે વિકેન્ડના વારમાં અમને વઢતા નહીં. આજે આ શૉને એક અઠવાડિયુ પૂરું થઈ ગયું છે અને વિકેન્ડના વારને હવે ગણતરીનો સમય જ બાકી છે.
ત્યારે વિકેન્ડના વાર માટેનો એક પ્રોમો ચેનલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં માન્યા સિંહ અને શ્રીજીતા વચ્ચે ભયંકર લડાઈ થતી દેખાઈ રહી. તમને જણાવી દઈએ કે માન્યા સિંહ એ મિસ ઈન્ડિયા રનર અપ રહી છે. અને શ્રીજીતા ટીવીની ફેમસ અભિનેત્રી છે.
હાલમાં વાઇરલ થઈ રહેલ પ્રોમોમાં જોવા મળે છે કે માન્યા સિંહ અને શ્રીજીતા વચ્ચે ખૂબ લડાઈ થાય છે. વિડીયોમાં દેખાય છે કે માન્યા શ્રીજીતાના કરિયર પર સવાલ ઉઠાવે છે અને તે કહે છે કે આખરે તું છે શું એક ટીવી અભિનેત્રી? એટલે સુધી કે માન્યાએ આ અભિનેત્રીને શૈતાનનો ટેગ પણ આપી દીધો.
આ પ્રોમો વિડીયોમાં સલમાન ખાન માન્યાને વઢતા દેખાઈ રહ્યા છે. આ પ્રોમોથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ સિઝનનું પહેલું વિકેન્ડકા વાર ખૂબ રસપ્રદ રહેવાનું છે. જેનાથી ચાહકો ખૂબ ખુશ થઈ જવાના છે.
તમને જણાવી દઈએ કે બિગબોસની આ સિઝન ખરેખર કાઈક ખાસ છે. માન્યા સિંહ એ એક રિક્ષા ચાલકની દીકરી છે અને તેમ છતાં તે પોતાનું મિસ ઈન્ડિયાનું સપનું જોયું. આ શોમાં તેણે પોતના સ્ટ્રગલની કહાની જણાવી હતી.
તે જ્યારે શોમાં આવી હતી ત્યારે સલમાન ખાને તેના ખૂબ વખાણ કર્યા હતા. પણ હવે તેના એટીટ્યુડને લીધે તે હવે સલમાન ખાનના ગુસ્સાનો શિકાર બની છે. સોશિયલ મીડિયા પર માન્યાના આ વર્તનને ઘમંડનું નામ આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે પહેલા અઠવાડિયામાં ઘરમાં રહેલ આ બધા સ્પર્ધકમાંથી 4 સ્પર્ધકના માથે નોમિનેશનની તલવાર લટકી રહી છે. નોમિનેશનમાં આ પહેલા અઠવાડિયામાં સાજિદ ખાન, ગૌતમ વિગ, શિવ ઠાકુર, એમસી સ્ટેનનું નામ શામેલ છે.
આ અઠવાડિયામાં આમાંથી કોઈ ઘરથી બહાર જઈ શકે છે. હવે જોવું રહેશે કે આ પહેલા અઠવાડિયે કોણ આ ઘરમાંથી વિદાઇ લેશે. તમને આ શૉમાં કોણ સૌથી વધુ મજબૂત લાગે છે? અમને કોમેન્ટમાં જણાવો.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

15 મિનિટના રોલમાં પુષ્પાનો ‘ભંવર સિંહ’ લોકોના દિલમાં છવાઈ ગયો, ઈરફાન ખાન સાથે હતા ગાઢ સંબંધ

તૈમુર અલી ખાનની આયાને દર મહિને કેટલો પગાર મળે છે, કરીના કપૂરે પોતે કર્યો ખુલાસો.

ટીવીની પોપ્યુલર અને સુશાંતના નજીકના મિત્રોમાં શામેલ એવી અભિનેત્રીએ કરી આત્મહત્યા.

મધુબાલાની સુંદરતા એવી હતી કે તેમની સામે આજની અભિનેત્રીઓ નિષ્ફળ ગઈ, આ ફોટાઓ છે સાબિતી.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન