ગેજેટ
જાણો શા માટે ગૂગલે તેના કર્મચારીઓ માટે ઝૂમ એપ કરી બેન, ગૂગલે કર્મચારીઓને ઝૂમ એપ્લિકેશન ડિલીટ કરવાનો આપ્યો આદેશ
Published
3 years agoon

અત્યારે દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, જેના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે,ત્યારે આ લોકડાઉનમાં લોકો વર્ક ફ્રોમ હોમ કરતા થયા છે જેના કારણે વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ઝૂમના વપરાશમાં સતત વધારો જોવા મળ્યો હતો,પરંતુ હવે ડેટા સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ટેક કંપની ગૂગલે વીડિયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન ઝૂમ વાપરવા પર બેન લગાવી દીધો છે.
કંપનીએ તેના કર્મચારીઓને ઝૂમ એપ્લિકેશન ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે. ગૂગલે કર્મચારીઓને ઇ-મેલ દ્વારા કહ્યું કે, જે લોકો લેપટોપ પર ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તેઓ તરત જ તેમના ડિવાઇસ પરથી તેને ડિલીટ કરી નાખે.
ગૂગલના એક પ્રવક્તાએ જણાવ્યું કે, તાજેતરમાં જ અમારી સિક્યોરિટી ટીમે કર્મચારીઓને કહ્યું કે, તેઓ હવે ઝૂમ એપને કોર્પોરેટ કમ્પ્યૂટર્સ પર નહીં ચલાવી શકે કારણ કે, તે આપણી એપના સિક્યોરિટી સ્ટાન્ડર્ડ્સને મેચ નથી કરતી. ઝૂમનો ઉપયોગ ફક્ત મોબાઇલ એપ્લિકેશન અને બ્રાઉઝર્સ દ્વારા થઈ શકે છે. આ સાથે કંપનીએ એમ પણ કહ્યું કે, જો કોઈ કર્મચારી તેના મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે વીડિયો કોલિંગ કરવા માગતા હોય તો તેના માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે.
SpaceX કંપની પણ એપ બેન ચૂકી છે
નાસા અને સ્પેસX જેવી કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની ના પાડી દીધી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, એપલના કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. એવામાં ભવિષ્યના પ્લાન અને પ્રોડક્ટને લઇને પણ મીટિંગ્સ થઈ રહી છે. જેનાથી ડેટા લીક થવાનું જોખમ વધી જાય છે. લોકડાઉનમાં રહેલા મોટાભાગના લોકો પણ તેમના ઘરેથી કામ કરી રહ્યા છે. એવામાં ઓફિસમાંથનારી મીટિંગ્સ પણ ઘરેબેઠાં વીડિયો કોલ ઉપર થઈ રહી છે. આ મીટિંગ્સ માટે સ્કાઇપ અને ઝૂમ જેવી એપ્સનો ઉપયોગ થઈ રહ્યો છે.
વિશ્વના 141 દેશો અત્યારે ઝૂમ વીડિયો કોલિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ હવે નાસા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓ બાદ ગૂગલે પણ તેના કર્મચારીઓને ઝૂમ એપ વાપરવાની ના પાડી દીધી છે.
ડેટા ચોરીનો વિવાદ શરૂ
વેબસાઇટ ટેકક્રંચના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઝૂમ એપના વીડિયો કોલ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી. એટલે કે, વચ્ચે પ્રાઇવસી લીક થઈ શકે છે. મધરબોર્ડના રિપોર્ટ અનુસાર, ઝૂમ ક્લાયન્ટનું ઇ-મેલ અડ્રેસ લીક કરી રહ્યું છે. પ્રાઇવસી લિકિંગના ભયથી એપલને તેના લાખો મેક કમ્પ્યુટર્સને સુરક્ષિત કરવાની વ્યવસ્થા કરવી પડી હતી. ઇલેક્ટ્રોનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશન તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, આ એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર્સને લોકોની એક્ટિવિટીને ટ્રેક કરવાની મંજૂરી આપે છે. ઝૂમ પર એ પણ આરોપ લાગ્યો છે કે, આ ચુપચાપ એક યુઝરની ઝૂમની ટેવો વિશે ફેસબુકને ડેટા મોકલતો હતો. જ્યારે યુઝરનું તો ફેસબુક એકાઉન્ટ પણ નહોતું. મધરબોર્ડના રિપોર્ટ અનુસાર, આ IOS એન્ડ્રોઇડ ખોલવા પર ફેસબુકને નોટિફાય કરે છે. આ રીતે ફેસબુક પર ડેટા લીક થાય છે. આ આરોપ પછી ઝૂમના ફાઉન્ડરે કહ્યું કે, કંપની આ ફીચરને રિવ્યૂ કરી રહી છે, જે યુઝર્સના ડેટાને ફેસબુક સાથે શેર કરી રહી છે. જો કે, હવે કંપનીએ ફેસબુક સાથે ડેટા શેર કરવાનું આ ફીચર કાઢી નાખ્યું છે.
ઝૂમ એપ શું છે?
ઝૂમ એપ એક ફ્રી વીડિયો કોન્ફરન્સિંગ એપ છે. તેના દ્વારા યુઝર એકવારમાં મેક્સિમમ 50 લોકો સાથે વાત કરી શકે છે. એપનું યુઝ ઇન્ટરફેસ સરળ છે જેના કારણે દરેક વ્યક્તિ તેને યુઝ કરી શકે છે. એપમાં વન ટૂ વન મીટિંગ અને 40 મિનિટની ગ્રુપ કોલિંગની સુવિધા પણ મળે છે. આ IOS અને ગૂગલ પ્લે સ્ટોર બંને પ્લેટફોર્મ પર અવેલેબલ છે. કોરોનાવાઈરસને કારણે વિશ્વના સંખ્યાબંધ દેશોમાં આવી પડેલા લોકડાઉનને પગલે વર્ક ફ્રોમ હોમનું કલ્ચર શરૂ થયું છે. તેમાં ‘ઝૂમ’ એપના યુઝર્સમાં જબરદસ્ત ઉછાળ આવ્યો છે. ઓફિસો અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે આ એપનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો છે.
You may like
-
લગ્નબાદ સ્ત્રીઓ ગુગલ પર કંઈક આવું કરે છે સર્ચ! જાણીને તમે પણ ચોંકી જશો
-
ગુગલ મેપની આ તરકીબથી સેકન્ડમાં ખબર પડી જશે ક્યાં છે પાર્કિંગની જગ્યા!
-
શું ખરેખર ગૂગલ મેપ પર દેખાયું એલિયન? જાણો શું છે ખરેખર હકીકત
-
ગુગલનો આ ચેટબોટ મનુષ્ય જેટલુ જ વિચારી શકે છે: વાત લીક કરનારને કંપનીએ કરી દીધો છૂટો
-
ગૂગલમાં ભૂલથી પણ આ વસ્તુ સર્ચ ન કરતાં; નહિતર થઈ શકે છે જેલ
-
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
ગેજેટ
સ્માર્ટ રેઇનકોર્ટ! મોબાઈલનું એક બટન દબાવો અને પહેરાઈ જશે રેઇનકોર્ટ
Published
3 months agoon
July 19, 2022
ચોમાસાની આ ઋતુમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં આખો દિવસ ઘરમાં બેસી રહેવું મુશ્કેલ બની જાય છે. કોઈના કોઈ કામ માટે તો બહાર નીકળવું જ પડે છે. એવામાં રેઈનકોટની જરૂર પડે છે. ઘરની બહાર નીકળીને થોડે દૂર પહોંચતા જ જો વરસાદ શરૂ થઈ જાય તો સમસ્યા ઊભી થાય છે. એવામાં અમે તમારા માટે આ સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. માર્કેટમાં એક એવો Smart Rain Coat રેઈનકોટ આવ્યો છે, જે વરસાદ પડતાની સાથે જ શરીરમાં ફીટ થઈ જશે. આવો જાણીએ આ રેઈનકોટ વિશે.
Smart Rain Coat For Monsoon Season
આ Smart Rain Coat સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આગળની તરફ ઑટો ઝિપ આપવામાં આવી છે, જેવો વરસાદ પડે કે તરત જ પોતાની જાતે જ ખુલી જાય છે. પરંતુ આ માટે તમારે મોબાઈલ ફોન પરથી કમાન્ડ આપવી પડશે. એપ પર કમાન્ડ આપતાની સાથે જ રેઈનકોટ તમારા શરીરમાં ફીટ થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છેકે આને ભારતમાં નહીં પરંતુ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચીની બજારમાં આ રેઈનકોટ ખૂબ વેંચાઈ રહ્યો છે.
કેવી રીતે કામ કરે છે Smart Rain Coat?
ચીનમાં આ Smart Rain Coatને Robotics કહેવામાં આવે છે. આને તમારે શરીર પર ફીટ કરવાનું રહેશે. જેવો વરસાદ આવે કે તરત જ તમારા શરીર પર આગળના ભાગથી ફીટ થઈ જાય છે. ચીનમાં આ પ્રોડક્ટ ઑનલાઈન અવેલેબલ છે. માત્ર પુરુષ જ નહીં આ Smart Rain Coatને બાળકો અને મહિલાઓ માટે પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો માટે આ રેઈનકોટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.
Smart Rain Coat Price In India
કિંમતની વાત કરીએ તો સ્માર્ટ રેઈનકોટની કિંમત ઘણી ઓછી છે. આની કિંમત ટી-શર્ટ કરતા પણ ઓછી છે. એટલે કે કોઈપણ વ્યક્તિ આને ખરીદી શકે છે. ભારતીય રૂપિયામાં આ રેઈનકોટની કિંમત 400-1000 રૂપિયાની વચ્ચે છે. ચીની માર્કેટથી પણ આને ખરીદી શકાય છે.
ગેજેટ
વરસાદમાં સ્માર્ટફોન પલળી ગયો છે? તો ચિંતા છોડો આવીરીતે રાખો સુરક્ષિત
Published
3 months agoon
July 18, 2022
જો તમે ચોમાસાની ઋતુમાં બહાર જતા હોવ તો ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. હકીકતમાં ચોમાસાની ઋતુમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે અને જો કાળજી લેવામાં નહીં આવે તો તમારા સ્માર્ટફોનના સેન્સિટિવ ભાગોમાં પાણી ક્યારે પ્રવેશી જશે તેની તમને ખબર પણ નહીં પડે.
જો તમારી સાથે પણ આવું કંઈક થયું છે જેનાથી વરસાદના સંપર્કમાં આવવાના કારણે તમારા સ્માર્ટફોનમાં પાણી જતુ રહ્યું છે. તો આજે અમે તમને એવી રીત જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે મિનિટોમાં સ્માર્ટફોનમાંથી વરસાદી પાણીને બહાર કાઢી શકો છો અને તે પણ કોઈ રિપેર શોપ પર ગયા વગર.
આ પદ્ધતિઓ છે ખૂબ અસરકારક
જો સ્માર્ટફોનમાં થોડું પાણી ગયું હોય. તો તમે તેને થોડા સમય માટે એર કંડિશનર રૂમમાં મુકી શકો છો. AC રૂમનો ભેજ ખેંચે છે અને જે પાણી સ્માર્ટફોનમાં ગયું છે તે થોડી મિનિટોમાં બહાર નીકળી જાય છે.
ચોખાનો ઉપયોગ
કદાચ તમારામાંથી કેટલાક ચોખાના ઉપયોગ વિશે જાણતા જ હશે. જ્યારે સ્માર્ટફોનમાં પાણી જતું રહે છે ત્યારે તમારે તમારા સ્માર્ટફોનને ચોખાથી ભરેલી બરણીમાં લગભગ એક દિવસ સુધી રાખવો પડશે અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવો. આ ટ્રીકથી સ્માર્ટફોનમાં ગયેલું પાણી ઉડી જશે.
આ એપનો કરો ઉપયોગ
જો તમારા સ્માર્ટફોનની અંદર પાણી જતું રહ્યું છે તો તમારે પ્લે સ્ટોર પરથી બ્લોઅર એપ ડાઉનલોડ કરવી પડશે. હકીકતમાં આ એપનો ઉપયોગ કરવાથી સ્માર્ટફોનમાંથી જોરથી અવાજ આવે છે અને સ્પીકરમાં ગયેલું પાણી આપોઆપ બહાર આવી જાય છે.
મોટાભાગના લોકો આ પદ્ધતિ વિશે જાણતા નથી. જો તમે આ પદ્ધતિ વિશે વધુ જાણતા નથી, તો તમે સ્માર્ટફોનમાં પાણી ભરાવવાના કિસ્સામાં આ ટ્રિકનો ઉપયોગ કરી શકો છો અને તમારા સ્માર્ટફોનને પાણીના નુકસાનથી બચાવી શકો છો જેથી તમને લાંબા સમય સુધી નુકસાન ન થાય.
તમારા સ્માર્ટફોનને આ રીતે વરસાદથી સુરક્ષિત રાખો
- તમે ઝિપ લોક કવરનો ઉપયોગ કરીને સ્માર્ટફોનને પાણીથી બચાવી શકો છો.
- સ્માર્ટફોનપર ખાસ લેમિનેશન દ્વારા તેને વોટરપ્રૂફ પણ રાખી શકાય છે.
- આજકાલ બજારમાં ગ્લાસ કવર પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે, જે સ્માર્ટફોનને વરસાદના પાણીથી બચાવે છે.
- સિલિકોન કવર સ્માર્ટફોનના સંવેદનશીલ ભાગોને પાણીથી બચાવવામાં અસરકારક છે અને તે ખૂબ જ સસ્તા પણ છે.
- આજકાલ માર્કેટમાં વોટરપ્રૂફ બેગ્સ પણ ઉપલબ્ધ છે જે આઉટિંગ દરમિયાન સ્માર્ટફોનને પાણીથી સુરક્ષિત રાખે છે.
ગેજેટ
જો વરસદમાં કાર બંધ થઈ જાય તો આ ભૂલ ન કરતાં નહિતર આવશે લાખોનો ખર્ચ
Published
3 months agoon
July 16, 2022રાજ્યભરમાં પડી રહેલા વરસાદે લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. ઘણા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે તો ઘણા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે લોકોએ પોતાના વાહનોની ચિંતા થઇ રહી છે કે જો તેમના વાહનમાં પાણી ઘુસી જશે તો શું થશે ત્યારે આજે આપણે આ વિશે ચર્ચા કરી લઈએ કે જો વાહનમાં પાણી જતું રહે તો શું કરવું જોઈએ અને કેવી રીત્તે આપણા વાહનોની આ વરસાદમાં કાળજી લઇ શકીએ.
જયારે પણ ભરાયેલ વરસાદી પાણીમાંથી ગાડી કાઢવામાં આવે છે ત્યારે એર ફિલ્ટરમાં પાણી જવાથી ગાડી બંધ થઇ જતી હોય છે. ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીમાં જયારે ગાડી કાઢતા હોય ત્યારે કાર ઓટોમેટિક હોય કે મેન્યુઅલ પહેલા કાર ધીમે કરવી જો કાર મેન્યુઅલ હોય તો પહેલા ગિયરમાં ધીરે ધીરે કારને પાણીમાંથી કાઢવી જોઈએ. બને ત્યાં સુધી ક્લચનો ઉપયોગ ન કરવો અને એક્સેલેટરથી કંટ્રોલ કરવો જોઈએ.
જયારે પણ પાણીમાં કાર બંધ પડે તો ચાલુ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને કાર ટો દ્વારા અથવા અન્ય રીતે વર્કશોપમાં લઈ જવી અને ત્યાં તેમને રીપેર કરાવવી જોઈએ. જો ચાલુ કાર પાણીમાં બંધ પડી જાય તો તેને સેલ ક્યારેય મારવો નહીં. જયારે પણ સેલ મારવામાં આવે છે ત્યારે કારનું સકશન પાણીને ખેચી લે છે અને કારના એન્જિન સુધી પાણી પહોચી જાય છે જે કારને નુકશાન કરે છે.
તમારે ચોમાસા પહેલા એક કાર ચૅક-અપ કરાવી લેવું જોઈએ જેથી કરીને બેટરી અને બીજા નાનામોટા પ્રોબ્લેમને ચોમાસા સમયે ટાળી શકાય છે. અને જો બની શકે તો પાણીમાં કાર ન લઈ જવી જોઈએ.

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

PM મોદી જ્યારે બાળકો સાથે વર્ગખંડમાં બેઠા, સ્માર્ટ ક્લાસમાં વિદ્યાર્થીની વાત ધ્યાનથી સાંભળી

કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.

અનુપમાની લાડલી પાંખીએ લીધો એક અનોખો નિર્ણય, આ વ્યક્તિ સાથે કરશે લગ્ન.

સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.

આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ

ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે

અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી

શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના

દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
Trending
-
ભારત2 years ago
આવતીકાલે લેવાય શકે છે લોકડાઉનને લઇ મહત્વનો નિર્ણય,પીએમ મોદી કરશે આ કામ
-
જાણવા જેવું3 years ago
ગુજરાતના એવા સ્થળો જ્યાં આજે પણ પળે પળ થઈ રહ્યો છે ભૂત પ્રેતનો અહેસાસ … ચાલો જાણીએ એવા રહસ્યમય સ્થળો વિશે
-
બોલીવુડ3 years ago
અરહાન ખાનની યોજાઇ બર્થ ડે પાર્ટી
-
બોલીવુડ3 years ago
શુ બી- ટાઉનના નવા કપલ છે વિકી-કેટરીના
-
ધર્મદર્શન3 years ago
દિવાળી પૂજનમાં જરૂરી વસ્તુઓ અને તેનુ મહત્વ
-
ફૂડ4 years ago
આ રીતે ઘરે બનાવો ‘ખાંડવી’: હાયજેનિક સ્વાદિષ્ટ ડિશ ખાંડવી
-
ગુજરાત6 months ago
એકબીજાના પ્રેમમાં છે Yash Soni અને Janki Bodiwala, ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં સાથે કર્યું હતું કામ
-
બોલીવુડ3 years ago
આગામી ફિલ્મ માટે વિકી કૌશલે ઘટાડ્યું 13 કિલો વજન