નોકરી શોધવામાં Google કરશે તમારી મદદ, Linkedinને આપશે ટક્કર

Google will help you find a job

ગુગલ ભારતમાં હવે પોતાના સર્ચ એન્જીનના માધ્યમથી નોકરી શોધવાનું કામ પણ કરશે. એકઇવેન્ટમાં ગુગલે જોબ સર્ચ ફીચર બહાર પડવાની ઘોષણા કરી છે. આ ફીચરને સૌથી પહેલા ગુગલ I/O ૨૦૧૭માં રજુ કરવામાં આવ્યું હતું. હવે તેને ભારતીય યુઝર્સ માટે આ ફીચર બહાર પાડવામાં આવી રહ્યું છે.

સરળ થશે નોકરી શોધવી

જોબ સર્ચ એ ગુગલ ફોર જોબનો એક હિસ્સો છે. ગુગલ ફોર જોબ્સ નોકરી શોધનારા અને નોકરીદાતાઓને કનેક્ટ કરે છે. પોતાના મન પ્રમાણે અને પોતાની પ્રોફાઇલને લાયક નોકરી શોધવી એટલુ સરળ નથી. જોબ પોસ્ટીંગ વેબસાઈટ, ન્યુજપેપર્સ અને નોટીસ બોર્ડ પછી ગુગલ હવે જોબ સર્ચ માટે મુખ્ય સ્થાન બનવા માંગી રહ્યું છે.

ગુગલ કરી રહ્યું છે ઘણી સંસ્થાઓ સાથે કામ

આ નવા ફીચરની સાથે લોકો“jobs near me”, “jobs for freshers” વગેરે લખીને પોતાની આસ પાસ નોકરીની શોધ કરી શકે છે. હવે ગુગલ જોબ સર્ચ પર ભારતનાં લોકોને પણ સારું પરિણામ મળશે. ગુગલનું કહેવું છે કે તે આસાન જોબ્સ, ફ્રેશર્સવર્લ્ડ, IBM ટેલેન્ટ મેનેજમેન્ટ, ટાઈમ્સજોબ્સ, વિસ્ડમજોબ્સ સાથે અન્ય ઘણી સંસ્થાઓ સાથે કામ કરી રહ્યું છે જેથી વધુ સારી નોકરીની યાદી પૂરી પાડી શકાય.

એક જ જગ્યાએ તમામ પ્રકારની નોકરીઓ ઉપલબ્ધ કરવવાનો ધ્યેય

ગુગલનું કહેવું છે કે તેમનો ધ્યેય અલગ-અલગ વેબસાઈટ પર ઉપલબ્ધ નોકરીઓને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવાનું છે. કંપનીનું કહેવું છે કે ભારતમાં હાલ તેમની ૯૦ હજારથી વધારે નોકરીદાતાઓ સહીત એક મિલિયનથી વધુ જોબ ટાઇપ ઉપલબ્ધ છે. હાલમાં યુઝર્સ જોબ ટાઈટલ અને લોકેશન વગેરે જેવી માહિતી ભરીને પોતાના લાયક નોકરી શોધી શકે છે. ભવિષ્યમાંઆની અંદર બીજા વધારે ફિલ્ટર્સ ઉમેરવામાં આવશે.

Linkedinને આપશે ટકકર

ગુગલનું આ જોબ સર્ચ ફીચર Linkedin ને ટકકર આપશે. Linkedin એ હાલમાંજ કેરિયર વિકલ્પને ઉમેર્યો છે જેના અંતર્ગત તેના ૫૦૦ મિલિયન યુઝર્સ નવી નોકારીયો શોધી શકે છે અને પોતાના કનેક્શનને ભલામણ કરવાનું પણ કહી શકે છે. ગુગલનું કહેવું છે કે ૨૦૧૭નાં છેલ્લા ત્રણ મહિનામાં જોબ સર્ચની પુછપરછમાં ૪૫ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. આવામાં ગુગલ વેબ સેવા સૌથી સારી રીતે યુઝર્સની મદદ કરી શકે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *