Connect with us

ગુજરાત

મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર ટાઇફોઇડની અસર, 10થી 12 ગામમાં ટાઈફોઈડની અસર

Published

on

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી બે લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડર પરના 10થી 12 ગામમાં ટાઈફોઈડે અસર જોવા મળી રહી છે.

જેના કારણે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં લગભગ 900 લોકો ટાઈફોઈડના શિકાર બની ચૂક્યા છે. કોરોના વચ્ચે આ રોગ ફાટી નીકળતાં લોકોને પરેશાન કર્યા છે. ત્યારે ગુજરાતના સાયલા, મોગરાણી, ટાકલી, ભીલભવાલી, નાસેરપુર અને મહારાષ્ટ્રના પીપલોદ, ભવાલી, વિરપુર, લોય સહિતના ગામમાં ટાઈફોઈડની અસર જોવા મળી છે.

અહીં સતત ટાઈફોઈડના કેસમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, ધનોરા જેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓની સારવાર ખુલ્લામાં અને તંબુમાં કરવી પડે છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ગુજરાત

પાવાગઢ મંદિર પર ધજા ફરકાવી વડાપ્રધાને રચ્યો ઇતિહાસ! ભાવુક થતા આંખોમાં આવ્યા આંસુ

Published

on

Prime Minister made history by hoisting flag at Pavagadh temple! Tears welled up in her eyes

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં આક્રમણખોરોએ મહાકાળી માતાના મંદિરના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે 5 સદી બાદ પહેલીવાર ધજા લહેરાઈ હતી.

Prime Minister made history by hoisting flag at Pavagadh temple! Tears welled up in her eyes

આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાનાં દર્શન કરીને PM મોદીએ વિકાસકામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેઓ પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.

Prime Minister made history by hoisting flag at Pavagadh temple! Tears welled up in her eyes

આ પ્રસંગે પાવાગઢમાં સંબોધન દરમિયાન PM મોદીએ ભાવુક થઈને કહ્યું, હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું ઉર્જા અને સમર્પણ સાથે દેશના લોકોની સેવા કરતો રહું. તેમણે જણાવ્યું હતું કે, મારુ જે પણ સાર્મથ્ય છે મારા જીવનમાં જે કોઈ પણ પુણ્ય છે. તે દેશની માતાઓ અને બહેનાના કલ્યાણ માટે દેશ માટે સમર્પિત કરું છું. ગરવી ગુજરાતની ધરતીથી મા કાલીની ચરણોથી હું દેશની આઝાદીનો અમૃત મહોત્સવનો સ્મરણ કરું છું.  તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે જેટલું યોગદાન દેશની આઝાદીની લડાઈ માટે આપ્યું છે. તેટલું જ દેશના વિકાસ માટે આપ્યું છે. ગરવી ગુજરાત ભારતના શાન અને ગૌરવની ઓળખ છે. ગુજરાતે ભારતના વ્યાપારનું પણ નેતૃત્વ કર્યું છે.અને ભારતની આદ્યાયતમિકતાને પણ સંરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

 

Continue Reading

ગુજરાત

સૌરાષ્ટ્ર સહીત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી; જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

Published

on

Megharaja's successor in South Gujarat including Saurashtra; Find out where and how much rain fell

રાજ્યમાં ચોમાસાની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી છે. જો કે અમદાવાદ સહિતના અમુક શહેરો આજે પણ કોરાધાકોળ રહ્યા હતા. બીજી તરફ આગાહીને પગલે સૌરાષ્ટ્રના અમરેલી-ધારી ગીર ધારીના ચલાલા, સરસીયા, અમૃતપુર, ઝર, મોરઝર, છતડીયામાં પણ વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સારા વરસાદ બાદ આજે ફરીથી મેઘરાજાએ પધરામણી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ વરસાદ થયો છે, જ્યારે મહેમદાવાદ અને માણાવદરમાં પોણા 3 ઈંચ વરસાદ થયો છે. સાથે જ તલાલામાં સવા 2 ઈંચ અને સાવરકુંડલામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉમરાળા, ઉના, અને ચાણસ્મામાં 1.5 ઈંચ થયો છે, જ્યારે ખેડામાં સવા ઈંચ તથા વડગામ, વંથલી, કાલાવડ અને વેરાવળમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હોવાના વાવડ મળી રહ્યા છે.

Megharaja's successor in South Gujarat including Saurashtra; Find out where and how much rain fell

હવામાન વિભાગની આગાહીને લઈને જૂનાગઢમાં ફરી મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. ધીમીધારે વરસતું પાણી જમીનમાં ઉતરતું હોવાથી ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી હતી. વધુમાં વંથલી પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડયો હોવાથી વતાવરમાં ટાઢક પ્રસરી હતી.

Megharaja's successor in South Gujarat including Saurashtra; Find out where and how much rain fell
વધુમાં ધોરાજીમાં સતત ચોથા દિવસે મેઘા મહેર વર્ષી હતી. ધોરાજી પંથકમાં વરસાદે જોરદાર જમાવટ કરી હતી. ધીમી ધારે ખાબકેલા મેઘરાજાએ મન મૂકીને વ્હાલ વરસાવતા એક કલાકમાં બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. મેઘરાજાની અવિરત બેટિંગને લઈને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા.

Megharaja's successor in South Gujarat including Saurashtra; Find out where and how much rain fell

આ ઉપરાંત અમરેલી પંથક પર આજે મેઘરાજાની પધરામણી થઇ હતી. લીલીયા પંથકમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું હતું.ત્યારબાદ અમરેલીના લીલીયા, જાફરાબાદ,ધારી,ગીર બાદ લીલીયા પંથકમાં વરસાદ ત્રાટક્યો હતો.જાફરાબાદના બાલાનીવાવ ખાતે પણ વરસાદ પડયો હતો.નોંધનિય છે કે, નાગેશ્રી, ખાલસા,કંથારીયા,મીઠાપુર સહિત અમરેલી જિલ્લામાં સતત 9 માં દિવસે મેઘની મહેર ધીમીધારે વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને બફારામાથી રાહત મળી હતી.

 

 

 

Continue Reading

ગુજરાત

એ એ એ …. ગયા! વડોદરામાં પહેલા વરસાદમાં જ લોકો રોડ પર લપસવા લાગ્યા

Published

on

A a a .... gone! In the first rains in Vadodara, people started slipping on the road

વડોદરા શહેરમાં પહેલા વરસાદી ઝાપટામાં જ વડોદરામાં રોડ ચિકણા થતાં જુદા-જુદા વિસ્તારોમાં ટુ-વ્હીલર ચાલકો પડ્યાના સાતથી આઠ બનાવ બન્યા છે. જેમાં કેટલાક અકસ્માતની ઘટના લોકોએ મોબાઇલમાં કેદ પણ કરી હતી. ચોમાસાની શરૂઆત થઇ છે અને વડોદરામાં હજુ વાદળછાયું વાતાવરણ છે. વડોદરા શહેરમાં ક્યાંક ક્યાંક વરસાદીની ઝરમર વરસી છે, પરંતુ, તેના કારણે રોડ ચિકણા થતાં ટુ-વ્હીલર ચાલકો પડ્યાની ઘટનાઓ બની છે. જેમાં સૌથી વધુ ટુ-વ્હીલર ચાલકો પડ્યાની ઘટનાઓ ન્યુ સમા અને અલકાપુરી રોડ પર બની છે. બંને જગ્યાએ લગભગ સાતથી આઠ ટુ-વ્હીલર ચાલકો પડ્યાના બનાવ બન્યા છે અને તેમાં કેટલાકને સામાન્ય ઇજાઓ પણ થઇ છે.

A a a .... gone! In the first rains in Vadodara, people started slipping on the road

 

ચોમાસાની સિઝન શરૂ થતાં પહેલો વરસાદ આવ્યો છે. જેથી આખું વર્ષ રોડ પર ઓઇલ સહિતની ચિકાસવાળા પદાર્થ ઢોળાયા હોય છે, જેથી પ્રથમ વરસાદમાં રોડ લપસણા બન્યા છે. જેથી ચોમાસાના શરૂઆતી દિવસોમાં વાહન ચાલકોએ વાહન જાળવીને ચલાવવું હિતાવહ છે.

Continue Reading
Advertisement
Advertisement

Trending