આ રીતે ઘરે બનાવો ગુંદરના લાડું: ગુંદરના લાડું

શિયાળાની શરૂઆત થતા ઘરે અવનવા વસાના બનાવવામાં આવે છે. શિયાળામાં જો પૌષ્ટિક અને સ્વાદીષ્ટ ગરમ ખાદ્ય પદાર્થોનો આરોગવામાં આવે તો સ્વાસ્થ્ય માટે સારુ રહે છે. તો આજે આપણે પૌષ્ટિક ગુંદર અને ડ્રાઇફ્રુટના લાડુ બનાવતા શીખીશું.

સામગ્રી:

 • ૧૦૦ ગ્રામ – ગુંદર
 • ૪૦૦ ગ્રામ – ઘી
 • ૨૫૦ ગ્રામ – અડદની દાળ (આ દાળ ૮ કલાક પલાળેલી હોવી જોઈએ )
 • ૧૦૦ ગ્રામ – બદામના લાંબા કાપેલા ટુકડા
 • ૧૦૦ ગ્રામ – કાજુ
 • ૧૦૦ ગ્રામ – ખારેક(ઠળિયા કાઢીને કાપેલી)
 • ૧૦૦ ગ્રામ – કોપરું છીણેલું (સેકેલું)
 • ૨૫૦ ગ્રામ – દળેલી ખાંડ
 • ૨૫૦ ગ્રામ – ગોળ
 • ૨૦ ગ્રામ – ખસખસ
 • ૧૦ ગ્રામ – ઈલાયચી
 • ૨૦ ગ્રામ – સૂંઠનો પાવડર.

રીત:

સૌ પ્રથમ પલાળેલી અડદની દાળનુ પાણી નિતારી તેને એક પેપર પર સુકવી દો.

હવે ગુંદરના નાના-નાના ટુકડા કરીને 2-3 કલાક તેને તડકામાં મુકો.

હવે એક પેનમાં ઘી ગરમ કરો અને તેમા ગુંદર નાખીને તળો. જ્યારે તે ફુલીને ડબલ થઈ જાય ત્યારે કાઢી લો.

હવે આજ ઘી મા બદામ, કાજુ, અને ખારેકને હળવા તળીને કાઢી લો અને મિક્સરમાં કાઢી લો, કરકરા રહેવા જોઈએ. લોટ જેવા ન હોવું જોઈએ.

હવે અડદની દાળ ઉપરથી કોરી થઈ જાય એટલે તેને પણ મિક્સરમાં દળી લો અને બચેલા ઘી માં આ અડદનો લોટ ધીમાં ગેસ પર ૧૫-૨૦ મિનિટ સુધી શેકો.

હવે આ સેકેલા લોટમાં બદામ, ખારેક, કોપરું, કાજુ, ગુંદર, અને દળેલી ખાંડ નાખીને સારી રીતે ભેળવી લો.

હવે સૂંઠને સામાન્ય સેકીને આ જ દાળના મિશ્રણમાં નાખો.

હવે બે ચમચી ઘીમાં ગોળને ઝીણો વાટી ઓગાળી લો અને ગોળ ફુલે કે તરત જ લોટમાં મિક્સ કરો અને આમાં ઈલાયચી પાવડર મિક્સ કરો. અને હા દળેલી ખાંડ પણ નાખી દો. ત્યારબાદ મિશ્રણને સારી રીતે મિક્સ કરો.

હવે આ મિક્સ કરેલા મિશ્રણના લાડુ બનાવી લો. જો લાડુ ન વળે તો તેમા અડધો કપ ઘી અથવા દૂધ નાખીને લાડુ બનાવો.

લો તો તૈયાર છે ગુંદર અને ડ્રાયફ્રુટના પૌષ્ટિક લાડુ. અને એક વાત તો ભૂલી ગયા કે આ લાડુ ઠંડીમાં પૌષ્ટિક અને ગુણકારી રહે છે. અને જો આ લાડુ બનાવવામાં કોઈપણ સમસ્યા હોય તો અમારા ફેસબુક GujjuMedia પેજ માં મેસેજ કે કોમેન્ટ કરીને જણાવો અમે આનો પ્રત્યુતર જરુંર આપશું.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *