હેપ્પી બર્થ ડે ઐશ્વર્યા રાય – જાણો મિસવર્લ્ડ થી મિસિસ બચ્ચન બનવા સુધીની સફર

ઐશ્વર્યા રાય-બચ્ચન આ નામ સાંભળતા એક ખુબસુરત ચહેરો સામે આવી જાય છે………..ઐશ્વર્યાનો જન્મ 1 નવેમ્બર ૧૯૭૩માં થયો હતો…..ઐશ્વર્યાએ ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો……

અને ત્યારબાદ તેને અત્યંત લોકપ્રિયતા મેળવી હતી……..વાત કરીએ તેના કરિઅરની તો ઐશ્વર્યાએ ૧૯૯૭માં મણિરત્નમની તમીલ ફિલ્મ ઇરુવરથી કારકિર્દીની શરૂઆત કરી હતી……ત્યાર પછી સૌપ્રથમ વ્યાવસાયિક સફળ ફિલ્મ તામિલ ફિલ્મ જિન્સમાં કામ કર્યું……અને તેને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ  પણ મળ્યો હતો……ત્યાર પછી 1999માં તેને સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં કામ કર્યુ અને આ ફિલ્મ પછી તે લોકોનાં ધ્યાનમાં આવી……આ ફિલ્મમાં તેની ઉત્કૃષ્ટ અદાકારીને પગલે તેણે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડજીત્યો હતો……..

ઇ. સ. ૨૦૦૩થી ઇ. સ. ૨૦૦૫ દરમિયાન તેની કારકિર્દીમાં નબળા તબક્કા બાદ તેણે બ્લોકબસ્ટર ફિલ્મ ધૂમ 2 માં ઇ. સ. ૨૦૦૬ કામ કર્યું હતું, જે તેની સૌથી મોટી વ્યાવસાયિક સફળ ફિલ્મ બની હતી.ઐશ્વર્યાએ ત્યાર બાદ ગુરુ’ ઇ. સ. ૨૦૦૭ અને જોધા અક્બર ઇ. સ. ૨૦૦૮જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મો વ્યાવસાયિક રીતે સફળ રહી હતી અને તેની ભૂમિકાની સરાહના પણ થઇ હતી.આમ, રાયે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અગ્રણી અભિનેત્રીઓમાં તેનું સ્થાન જમાવ્યું છે………..તે સિવાય તેને ઘણી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યુ……..

ઐશ્વર્યાએ ૨૦ એપ્રિલ, ૨૦૦૭ના રોજ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા…..અને તે બચ્ચન ખાનદાનની વહુ બની…..પરંતુ તેનું નામ સલમાન ખાન અને વિવેક ઓબોરોય સાથે પણ જોડવામાં આવ્યું હતું………..ઐશ્વર્યા અને અભિષેકને એક દિકરી પણ છે………

ઘણા સમયથી ઐશ્વર્યા ફિલ્મોથી દુર છે પરંતુ તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને ઓવોર્ડ ફંશનસમાં જોવા મળે છે……..એવી ચર્ચા આવી રહી છે કે ઐશ્વર્યા મણિરત્મની આવનારી ફિલ્મમાં જોવા મળશે…..પરંતું આ વાતની પુષ્ટી થઇ નથી……

 

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *