હેપ્પી બર્થ ડે કિંગખાન

બોલિવુડના કિંગ ખાન અને રોમેન્ટિક ફિલ્મોના માસ્ટર કહેવાતા એટલે શાહરુખ ખાન……શાહરુખને બોલિવુડનો બાદશાહ પણ કહેવામાં આવે છે…….અને શાહરુખ ખાલી દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ એટલા જ પોપ્યુલર છે…….અને આજે બોલિવુડના આ કિંગ ખાનનો જન્મદિવસ છે………શાહરુખનો જન્મ દિલ્હીમાં થયો હતો,શાહરુખની માતા હૈદરાબાદી અને પિતા પઠાણી હતા……..શાહરુખએ પોતાના અભ્યાસની શરૂઆત કોલમ્બસ સ્કૂલ દિલ્હીથી કરી…..શાહરુખે પોતાનો કોલેજકાળ મોટે ભાગે દિલ્હી થિયેટર એક્શન ગ્રૂપમાં વિતાવ્યો……વાત કરીએ તેના એક્ટિંગ કરિયરની શરૂઆતની તો શાહરુખએ ટેલિવિઝનથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી……..દિલદરિયા,ફૌજી,સર્કસ જેવી સીરિયલ્સમાં તેને કામ કર્યુ……..વાત કરીએ શાહરુખના બોલિવુડ કરિયરની ફિલ્મ દિવાનાથી શાહરૂખએ બોલિવુડમાં એન્ટ્રી કરી…….જેના માટે શાહરુખને બેસ્ટ ન્યુકમર એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો……અને ત્યારબાદ શાહરુખએ બોલિવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપીને પોતાનો સિક્કો જમાવી દીધો…….

શાહરુખએ બાઝીગર,ડર,કભી હાં કભી ના, કરણ-અર્જુન, પણ શાહરુખની સૌથી સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયાં લે જાયેગે…….જે આજે પણ લોકોની મોસ્ટ ફેવરેટ ફિલ્મ માંથી એક છે…….તેની સાથે ચાહત,કોયલા,પરદેસ,દેવદાસ,વીરાઝારા,દિલ તો પાગલ હૈ,કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ જોવા કેટલી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યુ છે……આમ તો શાહરુખએ દરેક જોનરની ફિલ્મ કરી છે પરંતુ શાહરુખને આજે પણ રોમેંસનો બાદશાહ કહેવામાં આવે છે…..હવે વાત કરીએ શાહરુખની પર્શનલ લાઇફની તો શાહરુખ જ્યારે 18 વર્ષનો હતો ત્યારથી તે તેની પત્ની ગૌરીના પ્રેમમાં હતો…….અને બન્નેએ 1991માં મેરેજ કર્યા,

બન્ને ત્રણ બાળકો છે, જેમાં પુત્રી સુહાન,પુત્ર આર્યન અને અબરામ,શાહરુખ એક સારા એક્ટરની સાથે એક સારા પતિ અને બહુ જ સારો પિતા પણ છે………

અત્યારે શાહરુખ દુનિયાના સોથી અમિર એક્ટર માંથી એક છે…….શાહરુખ ઘણા ટાઇમથી ફિલ્મોથી દુર છે, તેની છેલ્લી ઘણી ફિલ્મો ફલોપ રહી છે……શાહરુખ છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો…….

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *