Connect with us

હેલ્થ

રાત્રે વારંવાર બાથરૂમ જવું પડે છે? તો તમે હોય શકો છો આ બીમારીનો શિકાર

Published

on

Have to go to the bathroom frequently at night? So you may be a victim of this disease

ઘણા લોકોને રાત્રે સુરત્ગિ વેળાએ વારંવાર બાથરૂમ જવાની ટેવ હોય છે. તો ખરેખર આ એક સમસ્યા છે, જો તમે પણ આ સમસ્યાનો શિકાર છો તો ચેતીજજો આ બીમારીના લક્ષણ પણ હોય શકે છે. આ સમસ્યા હાઈ બ્લડ પ્રેશરનો સંકેત હોઈ શકે છે.  એક રિસર્ચ અનુસાર હાઈ બ્લડ પ્રેશરને હાયપરટેન્શન પણ કહેવામાં આવે છે. જેના કારણે તમને રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યા થતી હોય છે. રિસર્ચરનું કહેવું છે કે હાઈપરટેન્શનથી પીડાતા લોકો જ્યારે વધારે પડતું મીઠું ખાય છે ત્યારે તેમનું શરીર દિવસ દરમિયાન મીઠું સંપૂર્ણપણે બહાર કાઢી શકતું નથી, જેના કારણે તેમને રાત્રે પેશાબ પસાર કરવા જવું પડે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનનું કહેવું છે કે જ્યારે તમે વધારે પડતા મીઠાનું સેવન કરો છો ત્યારે તમારું શરીર રક્તવાહિનીઓમાંથી પાણી ખેંચવા લાગે છે. આ સિવાય બીજા પણ ઘણા કારણો છે જેના કારણે તમારે રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

Have to go to the bathroom frequently at night? So you may be a victim of this disease

ઘણી વખત નોકટર્નલ પોલીયુરિયા બીમારીને કારણે તમારે રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીના જણાવ્યા અનુસાર, નોકટર્નલ પોલિયુરિયા એક એવો સિન્ડ્રોમ છે જે દિવસ અને રાતના પેશાબના ઉત્પાદનમાં નોંધપાત્ર તફાવત લઈ આવે છે. નોકટર્નલ પોલિયુરિયાના દર્દીઓને રાત્રે 33 ટકા વધુ પેશાબ કરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

Have to go to the bathroom frequently at night? So you may be a victim of this disease

રાત્રે વારંવાર પેશાબ આવવાનો મતલબ તમારા મૂત્રાશયની ક્ષમતામાં ઘટાડો પણ હોય શકે છે. તેના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ચેપ અથવા સોજો. આ કારણે તમને વારંવાર પેશાબ કરવાની જરૂરિયાત અનુભવાતી હોય છે. આ ઉપરાંત ઓવર એક્ટીવ મૂત્રાશય અને મૂત્રાશયમાં અવરોધ પણ ઓછી મૂત્રાશયની ક્ષમતાનું કારણ બની શકે છે. BMJ જર્નલના એક અહેવાલ અનુસાર, નોક્ટુરિયા રોગથી પીડાતા દર્દીઓને સામાન્ય રીતે નોકટર્નલ પોલીયુરિયા અને ઓછી મૂત્રાશયની ક્ષમતા જેવી જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Have to go to the bathroom frequently at night? So you may be a victim of this disease

જો તમને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય તો આ માટે ડોક્ટરનો ચોક્કસ સંપર્ક કરો. શરીરમાં કોઈપણ પ્રકારના ચેપને સમયસર મેળવી શકાય છે. ઘણી વખત લોકોને કોઈ બીમારી નથી થતી, તેમ છતાં તેમને રાત્રે વારંવાર પેશાબ કરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે, આવી સ્થિતિમાં, તમે તમારી જીવનશૈલી પર ધ્યાન આપો તે જરૂર છે. એ વસ્તુઓથી દૂર રહો જેથી યૂરિન જલ્દી બને છે. સાથે જ તમે દિવસભર જેટલું પાણી પીવું હોય એટલું પીઓ, પરંતુ રાત્રે તરસ લાગે ત્યારે જ પાણી પીવો. તે તમને ઘણી મદદ કરી શકે છે. રાત્રે કોફીનું સેવન કરવાથી મૂત્રાશય ડીસ્ટર્બ થાય છે, જેથી રાત્રે કોફીનું સેવન ટાળવું.

 

જાણવા જેવું

6 મહિનાના બાળકને કેટલું ઘી ક્યારે આપવું જોઈએ જાણો છો?

Published

on

નવજાત બાળક જ્યારે 6 મહિનાનું થઈ જાય છે ત્યારે તેને થોડો હાર્ડ એવો આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. 6 મહિના પછી બાળકને માતાના દૂધ સિવાય બીજા જરૂરી પોષકતત્વોની પણ જરૂર હોય છે. તેમાં ઘી પણ શામેલ છે.

જો બાળકોને ઘી યોગ્ય પ્રમાણમાં આપવામાં આવે તો બાળકનો શારીરિક વિકાસ સારી રીતે થાય છે અને ઘી ખવડાવવાથી બાળકનું મગજ પણ ખૂબ તેજ થાય છે. ઘીમાં એવું ફેટ હોય છે જએ ખૂબ સરળતાથી પચી જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે બાળકોને ઘી ક્યારે ખવડાવવું જોઈએ.

બાળકને કઈ ઉમરમાં ઘી ખવડાવવું જોઈએ.

બાળક જ્યારે 6 મહિનાથી મોટું હોય તો તેના ભોજનમાં તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. દાળ, ખિચડી કે ભાતમાં થોડું ઘી ઉમરી શકો છો. શરૂઆતમાં ઘીનું પ્રમાણ ખૂબ ઓછું રાખવું. ધીરે ધીરે બાળક મોટું થાય એમ ઘીનું પ્રમાણ પણ વધારતું રહેવું.

બાળકને કેટલા પ્રમાણમાં ઘી આપવું જોઈએ.

જો તમારું બાળક 6 મહિનાનું છે તો તમારે તેમને આખા દિવસ થઈને ફક્ત અડધી ચમચી જ ઘી ખવડાવવું જોઈએ. જ્યારે બાળક 8 મહિનાનું થઈ જાય તો બે વારના ભોજનને થઈને તમે 1 ચમચી ઘી ખવડાવી શકો છો. 10 મહિનાના બાળકને તમને એક દિવસમાં 3 વાર થઈને 1 ચમચી ઘી આપી શકો છો. 1 વર્ષના બાળકને એક દિવસમાં તમે 3 વાર થઈને દોઢ ચમચી ઘી આપી શકો છો. આ પછી 2 વર્ષના બાળકને તમે દિવસમાં 3 વાર થઈને દોઢ કે બે ચમચી ઘી ખવડાવી શકો છો.

બાળકને ઘી ખવડાવવાથી થતાં ફાયદા.

  • 1. બાળકને ઘી ખવડાવવાથી એનર્જી મળે છે. બાળકની એનર્જી માટે ઘી એ ખૂબ સારો સ્ત્રોત છે.
  • 2. દરરોજ યોગ્ય પ્રમાણમાં ઘી ખવડાવવાથી બાળકોનું વજન વધે છે. ઘીમાં કોજુગેટીડ લીનોલિક એસિડ હોય છે, તેનાથી શરીરનો સારો વિકાસ થાય છે.
  • 3. ઘીમાં કેલ્શિયમ મળે છે જે બાળકોના હાડકાંને સ્વસ્થ અને હેલ્થી બનાવવામાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • 4. ઘીમાં વિતમી ઇ, વિટામિન એ અને બીજા ઘણા વિટામિન અને ડીએચ મળે છે જએ આંખ, સ્કીન અને ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે કામ કરે છે.
  • 5. બાળકોના પાચનને મજબૂત કરવા માટે ઘી ખૂબ મદદ કરે છે. આનાથી પેટની સમસ્યા ઓછી થઈ જાય છે.

Continue Reading

હેલ્થ

પુરૂષોએ રોજે બે લવિંગ ખાવા જ જોઈએ! થશે અનેક ફાયદાઓ

Published

on

Men must eat two cloves a day! There will be many benefits

લવિંગમાં એન્ટીઑક્સિડેન્ટ્સ, પ્રો-વિટામિન, પ્રોટીન, કાર્બ્સ અને ફાઈબર હોય છે. જેનાથી અનેક ફાયદા થાય છે. પુરૂષોને લવિંગ ખાવાથી અનેક ફાયદા થાય છે. જેનુ સેવન કરવાથી પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જેના કારણે યૌન ઈચ્છાની કમી થતી નથી. તો બીજી તરફ જે પુરૂષ ઈનફર્ટિલિટીની સમસ્યાથી ઝઝૂમી રહ્યાં છે તેના માટે પણ દરરોજ લવિંગ ખાવુ ફાયદાકારક હોય છે. લવિંગમાં રહેલ ફ્લેવોનૉઇડ્સ, અલ્કાલૉઇડ્સ વગેરે સ્પર્મ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

Men must eat two cloves a day! There will be many benefits

લવિંગનુ સેવન કરવાના ફાયદા 

  1. દરરોજ બે લવિંગ ખાવાથી વ્હાઈટ રક્ત કોશિકાઓનું ઉત્પાદન વધે છે. જે ઈમ્યુનિટીને મજબૂત બનાવીને સંક્રમણોથી બચાવવામાં મદદ કરે છે.
  2. જો તમારા દાંતમાં દુ:ખાવો છે, તો લવિંગનુ સેવન કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે લવિંગમાં ફાઈબર હોય છે, જે પાચનને તંદુરસ્ત રાખે છે અને ડાઈજેસ્ટિવ જૂસને વધારે છે.
  3. ડાયાબિટીસના દર્દીઓ માટે લવિંગ રામબાણનુ કામ કરે છે, કારણકે આ શરીરમાં ઈન્સુલિનની જેમ કામ કરે છે.
  4. લવિંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે માથાના દુ:ખાવામાં લાભકારી હોય છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ લવિંગનુ સેવન કરી શકાય છે. આ તમારું મેટાબૉલિજ્મ વધારીને એક્સ્ટ્રા ફેટમાંથી છૂટકારો અપાવે છે.

 

Continue Reading

હેલ્થ

ફોલો કરો આ ટિપ્સ! સાંધાનો દુખાવો થઈ જશે છૂમંતર

Published

on

Follow these tips! Joint pain will be gone soon

 

વધતી જતી ઉંમર સાથે સાંધામાં દુખાવો થવો સામાન્ય બાબત છે. પરંતુ કેટલીકવાર મિડલ ઉંમરના લોકોને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના કારણે ઘણી મુશ્કેલી થાય છે અને આવી સ્થિતિમાં રોજિંદા જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પણ મુશ્કેલ બની જાય છે. એવામાં જરૂરી છે કે આપણે આપણી રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર લાવીએ જેથી કરીને આપણે આપણી ખાણીપીણીની આદતોમાં જરૂરી ફેરફાર કરી શકીએ જેની આપણા શરીર પર સકારાત્મક અસર પડે. ચાલો જાણીએ એવી ટિપ્સ જેના દ્વારા તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.

Follow these tips! Joint pain will be gone soon

પપૈયું
પપૈયું એક એવું ફળ છે જે ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પપૈયુ વિટામિન સીથી ભરપૂર હોય છે. તે ન માત્ર રોગપ્રતિકારક શક્તિને સુધારે છે પરંતુ સાંધાના દુખાવાને પણ દૂર કરે છે.

Follow these tips! Joint pain will be gone soon

અખરોટ
જો સાંધાનો દુખાવો તમને સતત પરેશાન કરી રહ્યો છે. તો અખરોટના ટુકડાને એક નાની વાટકીમાં પલાળી રાખો અને તેને ખાલી પેટ ખાઓ. જો તમે લગભગ એકથી બે મહિના સુધી આ પદ્ધતિને અનુસરશો તો સાંધાનો દુખાવો દૂર થઈ જશે.

Follow these tips! Joint pain will be gone soon

લસણ 
લસણનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે. તેની મદદથી ભોજનનો સ્વાદ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની મદદથી સાંધાનો દુખાવો પણ દૂર કરી શકાય છે. તેના માટે 10 ગ્રામ પાણીમાં લસણની કળી મિક્સ કરીને પીવો. આવું નિયમિત કરવાથી તમને રાહત મળવા લાગશે.

Continue Reading
Advertisement
Advertisement

Trending