અહીં ગર્લ્સ સામેથી આવીને પોતાની બ્રા લટકાવી જાય છે, કારણ જાણીને લાગશે નવાઈ!

બ્રા ફેન્સ બની આકર્ષણનું કેન્દ્ર

ન્યૂઝીલેન્ડની એક નાનકડી જગ્યા સમગ્ર દુનિયાના પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ‘બ્રા ફેન્સ’થી જાણીતી બનેલી આ જગ્યાને જોવા માટે દુનિયાભરમાંથી ટૂરિસ્ટ અહીં આવે છે. કાર્ડોના બ્રા ફેન્સ નામની આ જગ્યાએ તમને દરેક શેપ, સાઈઝ અને પેટર્નની બ્રા જોવા મળી જશે.

શા માટે આવું કરાય છે?


ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ ઓટાગોમાં આવેલી બ્રા ફેન્સ ઝડપથી લોકોમાં જાણીતી બની ગઈ. વર્ષ 1999માં ઓટાગોના કાર્ડ્રોના વેલી રોડ પર નજીકમાં રહેતા લોકોએ જ્યારે ફેન્સ પર ચાર રહસ્યમયી બ્રા લટકતી જોઈ ત્યારથી આ સમગ્ર ઘટના શરૂ થઈ. મોટાભાગના લોકો ફેન્સ પર પોતાની બ્રા લટકાવવા લાગ્યા અને થોડા જ સમયમાં આ બ્રા ફેન્સ સમગ્ર વિસ્તારમાં જાણીતી બની ગઈ. અહીંથી પસાર થનારા લોકો પણ પોતાના અંડરગાર્મેન્ટસ ફેન્સ પર લટકાવતા જાય છે. અને ફેન્સ પર બ્રા લટકાવવી એક પરંપરા બની ગઈ.

પબ્લિકની ભીડ જોઈ અન્ય જગ્યાએ ખસેડવી પડી


જોકે બ્રા લટકાવવાનું શરૂ થયાના થોડા દિવસોમાં ચોર રાતના સમયે આ બ્રા ચોરી કરવા લાગ્યા અને થોડા જ સમયમાં આ જગ્યા ચર્ચાનો મુદ્દો બની ગઈ. પરંતુ જેટલી બ્રા ચોરી થાય તેનાથી વધારે લોકો અહીં આવીને લટકાવી જતા. લોકોનો અહીં લટકાતી બ્રા જોવા માટેનો એટલો ઘસારો રહેતો કે ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે તેને અન્ય જગ્યાએ ખસેડવી પડી.

કેવી રીતે મળ્યું નામ?


વર્ષ 2015માં બ્રેસ્ટ કેન્સર માટે ફંડ એકઠું કરવા ‘બ્રાડ્રોના’ નામની એક ઈવેન્ટ અહીં યોજાઈ હતી, જેના પરથી ફેન્સનું નામ ‘બ્રા ડ્રોના’ રાખવામાં આવ્યું. આ ઈવેન્ટથી લોકોએ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે 20 લાખથી વધારે રૂપિયા એકઠા કર્યા હતા. આ બ્રા ફેન્સની લોકપ્રિયતાને જોઈને ન્યૂઝીલેન્ડના અન્ય વિસ્તારોમાં પણ તેને શરૂ કરવામાં આવી છે. હવે આ જગ્યા દુનિયાભરના ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *