ઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીમાં પહોંચી દિગ્ગજ હસ્તિઓ

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલનાં લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે યોજાવાનાં છે. આ પહેલાં ઉદયપુર ખાતે આયોજિત ઈશા અંબાણીના પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો.

હોટલ દ ઓબેરોય ઉદયવિલાસને આ પ્રસંગે શણગારમાં આવ્યો છે. 92 જેટલાં ચાર્ટર્ડ પ્લેનમાં 1800 જેટલા મહેમાનો સમારંભસ્થાને પહોંચ્યા હતા. અમેરિકાના પૂર્વ વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટનનાં સ્વાગત માટે કાફલો એરપોર્ટ પહોંચ્યો હતો.

ઐશ્વર્યા રાય-અભિષેક બચ્ચન-આરાધ્યા-જયા બચ્ચન અને અખિલેશ, પત્ની ડિમ્પલ એક સાથે ઉદયપુર પહોંચ્યાં હતાં, ઉપરાંત તાજાં જ પરણેલાં પ્રિયંકા ચોપરા-નિક જોન્સની જોડી પણ સમારંભમાં ઉપસ્થિત રહી હતી. સચિન-અંજલિ તેંડુલકર તેમજ મહેન્દ્રસિંહ ધોની અને પત્ની સાક્ષી પણ પુત્રી જીવા સાથે આવી પહોંચ્યાં હતાં. ઝહિરખાન અને પત્ની સાગરિકા ઘાટગે તેમજ વિદ્યા બાલન અને પતિ સિદ્ધાર્થ રોય કપૂર પણ સમારંભમાં જોવા મળ્યાં હતાં.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ અને ભાજપના પૂર્વ નેતા સુધીન્દ્ર કુલકર્ણી સહિતના અનેક રાજકીય નેતાઓ પણ સમારંભમાં હાજર રહ્યા હતા. પ્રી-વેડિંગ સેરેમનીમાં રવિવારે અમિતાભ બચ્ચન આવે તેવી શક્યતા છે. હોલિવૂડ સિંગર બિયોન્સ નોલ્સનું ગ્રૂપ સમારંભની શોભા બની રહ્યું હતું.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *