હિના ખાન પર ચડ્યો ફિટનેસ ફિવર

બોલીવુડની હસીનાઓ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રીની અદાકારાઓ, પોતાની જાતને ફિટ રાખવા માટે આ હસીનાઓ ખૂબ જ મહેનત કરતી હોય છે. ફિટનેસ તેમની લાઇફનો જરૂરી હિસ્સો બની ગયો છે. આ હસીનાઓ ભલે ગમે તેટલી વ્યસ્ત કેમ ન હોય પોતાના વર્ક આઉટ સેશન માટે સમય કાઢી જ લે છે.જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, મલાઇકા અરોરાને અવારનવાર જિમની બહાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત ટીવીની ફેશન આઇકન હિના ખાન પણ કલાકો સુધી જિમમાં પરસેવો પાડતી જોવા મળે છે.હિના ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી ફિટ એક્ટ્રેસીસમાંથી એક છે.

તાજેતરમાં જ ફરી એકવાર એક્ટ્રેસની કેટલીક તસવીરો અને વિડીઓ સામે આવ્યા છે.આ તસવીરોમાં તે પોતાની ટોન્ડ બૉડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તે કેટલાંક વર્કઆઉટ કરતી પણ નજરે આવી રહી છે.લુકની વાત કરીએ તો હિના ઑફ વ્હાઇટ ટેન્ક ટૉપ સાથે પિંક એન્ડ વ્હાઇડ સ્કિનફિટ જેગિંગમાં ખૂબ જ બોલ્ડ અને સ્ટાઇલીશ જોવા મળી.નો મેકઅપ લુકમાં પણ હિના ખૂબસુરત લાગી રહી છે.

વર્કઆઉટ કરતાં હિનાના આ ફોટોઝ અને વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હિના ‘ધ લાસ્ટ વિશ’ના શુટિંગમાં વ્યસ્ત છે.હિના અરિજિત સિંહના અપકમિંગ મ્યુઝિક વીડિયો ‘રાંઝણા’માં બેસ્ટ ફ્રેન્ડ પ્રિયાંક સાથે જોવા મળશે. આ ઉપરાંત એક્ટ્રેસ ઇન્ડો-હોલીવુડ ફિલ્મ ‘કંટ્રી ઑફ બ્લાઇન્ડ’ અને ‘લાઇન્સ’માં નજરે આવશે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *