હોળીના તહેવારની પૌરાણિક કથા, શા માટે ભત્રીજા પ્રહલાદને લઇને આગમાં બેઠી હોલિકા

હોળી એટલે રંગોનો તહેવાર,આપણા દેશમાં હોળીની ઉત્સાહભેર ઉજવાણી કરવામાં આવે છે.હોળી રંગોની સાથે ભક્તિ અને શક્તિનો પણ તહેવાર છે.હોળીની એક પૌરાણિક કથા છે.

 એવુ કહેવામા આવે છે જ્યારે પ્રહલાદને નારાયણ ભક્તિથી વિમુખ કરવાના બધા ઉપાય નિષ્ફળ થવા માંડ્યા તો હિરણ્યકશ્યપે પ્રહલાદને ફાગણ શુક્લ પક્ષની અષ્ટમીના રોજ બંદી બનાવી લીધા અને યાતનાઓ આપવા માડી.તેને મારવા માટે રોજ અનેક ઉપાય કરવામાં આવવા લાગ્યા. પણ ભગવાન ભક્તિમાં લીન પ્રહલાદ હંમેશા જીવતા બચી જતા હતા.

આ રીતે સાત દિવસ વીતી ગયા. આઠમા દિવસે ભાઈ હિરણ્યકશ્યપની પરેશાની જોઈને બહેન હોલિકા (જેને બ્રહ્મા દ્વારા અગ્નિથી ન બળવાનુ વરદાન મળ્યુ હતુ)એ પ્રહલાદને પોતાના ખોળામાં લઈને અગ્નિમાં ભસ્મ કરવાનો પ્રસ્તાવ મુક્યો.હોલિકા જેવી જ ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને બળતી આગમાં બેસી તો તે બળવા માંડી.પ્રહલાદ પુન જીવિત બચી ગયો. જ્યારે કે હોલિકા બળી ગઈ. આ આઠ દિવસને હોળાષ્ટકના રૂપમાં ઉજવવામાં આવે છે.

ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે ભગવાન શિવની તપસ્યાને ભંગ કરવાના અપરાધમાં કામદેવને શિવજીએ ફાગણની આઠમે ભસ્મ કરી દીધા હતા. કામદેવની પત્ની રતિએ એ સમયે ક્ષમા યાચના કરી અને શિવજીએ કામદેવને ફરીથી જીવિત કરવાનુ આશ્વાસન આપ્યુ. આ ખુશીમાં લોકો રંગ રમે છે.ત્યારથી પ્રહલાદની ભક્તિ અને અસુરી રાક્ષસી હોળિકાની સ્મૃતિમાં આ તહેવારને મનાવતા આવી રહ્યા છે.

ફાગણ મહિનાની શુક્લ પક્ષ અષ્ટમીથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક દોષ રહેશે. જે દરમિયાન કોઈપણ શુભ કાર્ય વર્જિત રહેશે.આ દરમિયાન માંગલિક કાર્યો કરવામાં આવે તો પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.જ્યોતિષ મુજબ આ સમય દરમિયાન વિશેષ રૂપથી લગ્ન, કોઈપણ નવુ નિર્માણ અને નવા કાર્યોને શરૂ ન કરવા જોઈએ.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *