ઉપવાસમાં બનાવો કેળાની વેફર, સસ્તી અને હાઈજેનીક ફરાળી વાનગી

Kela Vefar

કેળાની વેફર એક એવો નાસ્તો છે , જે નાના મોટા બધા ને જ ભાવે અને કોઈ પણ સમયે ભાવે. આ વેફરને મોઢામાં મુક્યા બાદ જરૂરથી બીજી ખાવાનું મન થાય જ. આ વેફર બનાવવી જેટલી સરળ છે એટલી જ સહેલી પણ છે. તો ચાલો વેફર બનાવી આટલી આસાન હોય તો ઘરે બનાવીને  જ તેની મજા માણીએ .

સામગ્રી :

6 નંગ કાચા  કેળા

તળવા માટે તેલ

અડધી ચમચી મરીનો પાઉડર

સ્વાદ અનુસાર મીઠું

ચાલો શરુ કરીએ …

સૌ પ્રથમ તો એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.

ત્યારબાદ કાચા કેળાની છાલ ઉતારી તો.

કેળાની ગોળ કે લાંબી ઉભી પાતળી ચીપ્સ બનાવી લો.

વેફર  પડવાનું  મશીન લઇ વેફર પાડી લો.

તેલ ગરમ થઇ ગયું હોય તો થોડી  વેફર નાંખી દો .

વેફર

ધીમે તાપે તળો . જેથી એકદમ કડક થાય .

તળેલી ચિપ્સને બહાર કાઢી પેપર ટોવેલ પર મુકો જેથી વધારાનું તેલ શોષાય જાય.

તૈયાર થયેલી વેફર પર મરીનો પાઉડર અને મીઠું છાંટી પીરસો .

નોંધ: વેફર બનાવવા માટેના કેળા કાચા પસંદ કરવા.. પીળા પડી ગયેલા કે પોચા કેળાની વેફર સારી નહીં બને.

kacha kela

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *