Connect with us

ફૂડ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા ખૂબ ઉપયોગી છે ચ્યવનપ્રાશ,જાણો ચ્યવનપ્રાશ બનાવવાની એકદમ ઇઝી રેસિપી

Published

on

કોરોનાને હરાવવાનો એકમાત્ર રસ્તો રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે ચ્યવનપ્રાશ પણ ખૂબ ફાયદાકારક છે. બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા ઓછી છે, તેથી તમારે બાળકોને કોરોના સમયગાળા દરમિયાન સુરક્ષિત રાખવા માટે વધુ એક મહેનત કરવી પડશે.

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે ઘરે ચ્યવનપ્રાશ બનાવી શકો છો. અહીં અમે તમને ઘરે ચ્યવનપ્રશ બનાવવાની રીત વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધશે.ચ્યવનપ્રશ બનાવવા માટે 40 મિનિટનો સમય લાગશે અને આ ચ્યવનપ્રશ 10 મહિનાથી વધુના બાળકને ખવડાવી શકે છે.

     સામગ્રી

 • 500 ગ્રામ – આંબળા
 • 250 ગ્રામ – ખજૂર
 • 20 – તુલસીના પાન
 • અડધો કપ – આદું અથવા સૂંઠ
 • 8-10 – લવિંગ
 • 10-15 – એલચી
 • 1 ચમચી -કાળા મરી
 • 5 નંગ -તમાલ પ્રત્ર
 • તજના ટુકડા
 • 1 કપ દેશી – ઘી
 • 200 ગ્રામ – ગોળ
 • 1 કપ- મધ
 • 1 ચમચી – જીરૂ
 • 1 ચમચી વરિયાળી
 • 10-20 -કેસર

બનાવવાની રીત

સૌ પ્રથમ ખજૂરમાં થોડું ગરમ પાણી નાખી પલળવા દો. ત્યારબાદ આંબળાને બાફી લો. આંબળા બફાય જાય એટલે એના બી કાઢી બ્લેન્ડરમાં કે મિક્સરમાં એની સ્મૂધ પેસ્ટ બનાવી લો. ખજૂરમાં આદું અને તુલસી નાખી તેની પણ સ્મૂધ પેસ્ટ બનાવી લો. બંને પેસ્ટને સરખી રીતે મિક્સ કરી દો. હવે લવિંગ, એલચી, કાળા મરી, તમાલપત્ર, તજ, જીરું, વરિયાળી બધા સૂકા મસાલા મિક્સ કરી મિક્સરમાં એનો સાવ બારીક પાવડર બનાવી લો.

ત્યારબાદ એને ચાળી લો. હવે એક કડાઈમાં એક કપ શુદ્ધ ઘી લઈ એને ગરમ કરવા મૂકો. ઘી ગરમ થઇ જાય એટલે એમાં ખજૂર અને આંબળાની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ ધીમા ગેસ પર એને હલાવતા રહો. થોડીવાર પછી એમાં ગોળ અને મધ ઉમેરો. તે બાદ 5 મિનિટ સુધી એને હલાવતા રહો. પેસ્ટનો કલર ચેન્જ થતો દેખાશે. ત્યારબાદ એમાં સૂકા મસાલાનો બનાવેલો પાવડર ઉમેરો. ફરી 2-3 મિનિટ પકાવો. છેલ્લે કેસરના 10-15 તાર ઉમેરી નીચે ઉતારી લો. તૈયાર છે તમારું હોમમેડ ચ્યવનપ્રાશ.

દિવસના કોઈપણ સમયે અથવા એક ગ્લાસ દૂધ સાથે એક ચમચી ચ્યવનપ્રશ ખાઓ. જો કે, ચ્યવનપ્રશ ખાવાનો યોગ્ય સમય સવારના નાસ્તા પહેલા અને રાત્રિભોજન પહેલાંનો છે. સવારે એક ગ્લાસ નવશેકું દૂધ સાથે ચ્યવનપ્રાશ ખવડાવો અને રાત્રે તમે એક કપ દૂધ સાથે એક ચમચી ચ્યવનપ્રશ ખવડાવી શકો છો. ફ્રીઝમાં રાખવામાં આવે આ ચ્યવનપ્રશ બે મહિના સુધી ટકી શકે છે. તમે ચ્યવનપ્રશમાં ગોળ ઉમેર્યો હોવાથી મીઠાશ વધારવા માટે મધનો ઉપયોગ ન કરો.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ફૂડ

શ્રાવણ મહિનામાં ઘરે બનાવો ટેસ્ટી ફરાળી દહીંવડા,જાણો ફરાળી દહીંવડા બનાવવાની એકદમ ઇઝી રેસિપી

Published

on

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને તેની સાથે તહેવારોની મોસમ પણ ચાલી રહી છે ત્યારે આપણને નવી નવી ફરાળી વાનગીઓ ખાવાનું પણ ખૂબ મન થતુ હોય છે.તો દહીંવડાએ મોટાભાગે સૌવના પ્રિય હોય છે.ત્યારે શ્રાવણ મહિનામાં આપણે બનાવીએ ફરાળી દહીવડા તો જાણીએ ફરાળી દહીંવડાની રેસિપી

 

     સામગ્રી

 • 100 ગ્રામ મોરૈયો
 • 3 ચમચી શિંગોડાનો લોટ
 • મીઠું સ્વાદાનુસાર
 • ગ્રીન ચટણી
 • ખજુર-આંબલીની ચટણી
 • મસાલાવાળું દહીં

બનાવવાની રીત

સૌપ્રથમ મોરૈયાને બાફી લો. ત્યાર બાદ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે તેના ગોળા વાળવા. તેલમાં ચમચાથી લઇ તળી લેવા. પ્લેટમાં ઠંડા કરવા. પછી સહેજ દબાવવા. પછી તેમાં ગ્રીન ચટણી નાખવી.

તેના પર ખજુર-આંબલીની ચટણી નાખવી. પછી તેમાં મસાલા દહીં નાખવું. કોથમીર નાખી સર્વ કરવું .

Continue Reading

ફૂડ

જન્માષ્ટમીના તહેવાર પર બનાવો પંજરી,જાણો પંજરી બનાવવાની એકદમ ઇઝી રેસિપી

Published

on

જન્માષ્ટમીના પ્રસંગે જો પંજરી ના બનાવીએ તો જન્માષ્ટમી અધુરી લાગે,ત્યારે અત્યારે કોરોના મહામારીમાં આપણે બહારથી કોઇ વસ્તુ મંગાવી શકતા નથી ત્યારે આવા સમયે આપણે ઘરે જ વસ્તુઓ બનાવવી ખૂબ જરૂરી છે, ત્યારે ચાલો આપણે જોઇએ કે ઘરે જ એકદમ ઇઝી રીતે પંજરી કેવી રીતે બને છે.

   સામગ્રી

 • સૂકા ધાણાનો પાવડર -100 ગ્રામ
 • માવો – 50 ગ્રામ
 • બુરુ ખાંડ – 50 ગ્રામ
 • કોપરાનું છીણ -100 ગ્રામ
 • ઇલાયચી પાવડર – 4-5 ટેબલ સ્પૂન
 • સૂકો મેવો – 50 ગ્રામ

બનાવવાની રીત

સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો શેકી લો. હવે તેમાં ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ શેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તેમાં કોપરુ અને બુરુ ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમાં વાટેલી ઈલાયચી અને તેમા સુકામેવા, મખાના, કિશમિશ મિક્સ કરો. પંજરીને સારી રીતે ભેળવો.મિશ્રણને એકસાર કરી લો. તો તૈયાર છે પંજરી.

Continue Reading

ફૂડ

જન્માષ્ટમીના તહેવાર પર ઘરે બનાવો મથુરાના પેંડા, જાણો મથુરાના પેંડા બનાવવાની એકદમ ઇઝી રેસિપી

Published

on

શ્રાવણ મહિનો એટલે તહેવારોની મોસમ, શ્રાવણ મહિનાની શરુઆત સાથે જ તહેવારો શુરૂ થઇ જાય છે, ત્યારે આ વખત કોરોના કાળમાં આપણે તહેવારોમાં બહારથી મીઠાઇ લાવવાનું પસંદ કરતા નથી.

 

જન્માષ્ઢમી આવી રહી છે ત્યારે જન્માષ્ઢી પર ભગવાન શ્રીકુષ્ણને પ્રિય એવા મથુરાના પેંડા ઘરે બનવો,જાણો મથુરાના પેંડા બનાવવાની એકદમ ઇસી રેસિપી

   સામગ્રી

 • 250 ગ્રામ -માવો
 • 200 ગ્રામ – બૂરુંખાડ
 • 2થી 3 ટેબલ સ્પૂન-ઘી
 • 1 ટી સ્પૂન -એલચીનો ભૂકો

બનાવવાની રીત

કોઇ એક મોટી કઢાઈમાં માવો નાંખી માવો શેકો. માવો શેકતી વખતે ધ્યાન રાખો કે તે કઢાઈમાં ચોંટે નહીં. જ્યારે માવાનો રંગ બદલાવા લાગે ત્યારે તેમાં થોડું દૂધ કે ઘી નાંખો અને ત્યાં સુધી શેકો જ્યાંસુધી તે બ્રાઉન રંગ ન થાય. જ્યારે ગોલ્ડન બ્રાઉન થાય તો તેમાં 2 ચમચી ઘી નાંખો અને ફરી શેકો.

હવે માવો ઠંડો થવા દો. તે સંપૂર્ણપણે ઠંડો થઇ જાય એટલે તેમાં 200 ગ્રામ બૂરુ ખાંડ સારી રીતે મિક્સ કરો, ખાંડેલી ઇલાયચી પણ આ મિશ્રણમાં નાંખી દો.

વધેલી 100 ગ્રામ બૂરુ ખાંડને એક પ્લેટમાં નાંખો. હવે પેંડાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે તેના ઇચ્છો તે માપના અને આકારના પેંડા વાળો હવે આવા દરેક પેંડાને પ્લેટમાં નાંખેલી બૂરુ ખાંડમાં રગડો જેમ-જેમ આ રીતે પેંડા તૈયાર થતા જાય તેમ-તેમ તેને અલગ પ્લેટમાં કે ડબ્બામાં કાઢતા જાઓ.તૈયાર છે તમારા મથુરાના પેંડા.

તમે તેનો સ્વાદ માણી શકો છો. વધેલા પેંડાને 2-3 કલાક માટે ખુલ્લી હવામાં રાખો. તે થોડા ડ્રાય થઇ જાય એટલે તેને ડબ્બામાં ભરી લો. ઇચ્છો ત્યારે તે ખાઇ શકો છો. જો માવો સારી રીતે સાંતળવામાં આવ્યો હોય તો તમે આ પેંડા મહિના સુધી રાખી શકો છો.

Continue Reading
Advertisement
Advertisement

Trending