હાઉસફુલ 4ની બોક્સઓફિસ કમાણી પર ઉઠ્યા સવાલ

અક્ષય કુમારની દિવાળી પર રિલીઝ થયેલી ‘હાઉસફુલ 4’એ 140 કરોડની કમાણી કરી છે અને આ ફિલ્મ સુપરહિટ રહી છે. ફિલ્મમાં અક્કી ઉપરાંત રિતેશ દેશમુખ, બોબી દેઓલ, ક્રિતિ સેનન, પૂજા હેગડે તથા કીર્તિ ખરબંદા છે.

આ ફિલ્મને ફરહાદ સામજીએ ડિરેક્ટ કરી છે અને સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મને ક્રિટિક્સે વખોડી હોવા છતાંય ફિલ્મે 100 કરોડથી વધુની કમાણી કરતાં એમ ચર્ચા થવા લાગી કે ફિલ્મના આંકડા ખોટા આપવામાં આવ્યા છે.

આ મુદ્દે હાલમાં જ અક્ષય કુમારે વાત કરી હતી………હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારને પૂછવામાં આવ્યું હતું કે ‘હાઉસફુલ 4’ના બોક્સ ઓફિસ કલેક્શન ખોટું હોવાની ચર્ચા થઈ રહી છે તો આ વાતથી તે અપસેટ છે? જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તે અપસેટ લાગે છે? તે એ સમયમાંથી આવ્યો છે, જ્યાં લોકો ઘણી બધી બાબતોમાં ઘણું બધું કહેતા હોય છે. જોકે, તેણે ક્યારેય આ મુદ્દે વાત કરી નથી. સ્કૂલમાં તેને શીખવવામાં આવતું કે તમારું પોતાનું કામ કરો.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *