હવે રીંગણા નું ભડથું નહિ પણ રીંગણાની કાતરી બનાવો: રીંગણાની કાતરી બનાવવાની રીત

Eggplant katari

રીંગણા એવી શાકભાજી જે બજારમાં આરામથી મળી રહે છે. આ રીંગણામાંથી મોટાભાગે રીંગણા નું ભડથું કે રીંગણા નું શાક બનતું હોય છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે આ રીંગણામાંથી રીંગણા ની કતરી પણ બનાવી શકાય છે અને એ પણ ઓછા તેલમાં. આ રીંગણાના શાકની સરખામણીએ તમને બીજાં શાક સાવ ફીક્કાં જ લાગે. તો ચાલો આજે બનાવીએ રીંગણા ની કાતરી.

જરૂરી સામગ્રીઃ

 • ૧ ઓળા માટેનું મોટું રીંગણ (વજન આશરે ૪૦૦ – ૫૦૦ ગ્રામ)
 • ૨ કપ ચણાનો લોટ
 • ૧/૪ ટી.સ્પૂન હળદર
 • કોથમીર ૨ – ૩ ટે.સ્પૂન
 • આદુ-મરચાંની પેસ્ટ ૧/૨ ટે.સ્પૂન
 • મીઠું સ્વાદાનુસાર, ચપટી હીંગ
 • ધાણાજીરૂં પાવડર ૧ ટી.સ્પૂન
 • મરચાં પાવડર ૧/૨ ટી.સ્પૂન
 • ગરમ મસાલો ૧/૪ ટી.સ્પૂન
 • આમચૂર પાવડર ૧/૪ ટી.સ્પૂન
 • તેલ સાંતડવા માટે 3 – ૫ ટે.સ્પૂન

બનાવવાની રીતઃ

 • સૌ પ્રથમ એક થાળીમાં ચણાનો લોટ તેમજ તેલ સિવાયનો બધો મસાલો મિક્સ કરી લો.
 • હવે રીંગણને ધોઈને ૧/૨  સેંમી. જાડાઈની ગોળ સ્લાઈસમાં કટ કરી લો.
 • એક એક સ્લાઈસ લઈ તેની બંને બાજુએ મસાલાનું મિશ્રણ ચોપડી લો.
 • ગેસ ધીમી આંચે રાખી એની ઉપર ફ્રાઈપેનમાં થોડું તેલ નાંખીને પેનમાં આવે એટલી સ્લાઈસ ગોઠવી દો.
 • ધીમી તેમજ મધ્યમ આંચે રીંગણાની કાતરી સાંતડો.
 • કાતરીની એક સાઈડ સંતડાય એટલે તવેથા તેમજ ચપ્પૂની મદદથી કાતરી ઉથલાવો. અને બીજી બાજુ સંતડાવા દો.
 • કાતરી ગોલ્ડન બ્રાઉન રંગની થાય તેમજ થોડી નરમ થાય એટલે ગેસ બંધ કરી દો. અને બધી કાતરી પ્લેટમાં ગોઠવી દો.

આ રીતે તમે પણ ઘરે રીંગણાની કાતરી બનાવીને તમારા પરિવારજનોને ખુશ કરી શકશો. અને હા જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં અમને જણાવો. તમે તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં આપી શકો છો. અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારા પેજને લાઇક કરો. જો આ લેખ તમને ગમ્યો હોય લાઇક કરો અને આ માહિતી અન્ય લોકો સુધી પહોચાડવા શેર કરો.
આભાર…

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *