હવે ઘરે બનાવો સમોસા નહિ પણ સમોસા પિનવ્હીલ્સ: સમોસા પિનવ્હીલ્સ રેસીપી

આપણે ઘરે સમોસા બનાવીએ છીએ પણ તમે ક્યારેય પિનવ્હીલ્સ સમોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કેમકે આ સમોસા ખાવામાં ખુબજ સ્વાદીસ્ટ હોય છે તેમજ બનાવવા પણ સહેલા છે. તો આજે અમે તમને જણાવી શું કે કેવી રીતે બનાવી શકાય પિનવ્હીલ્સ સમોસા.

સામગ્રીઃ

 • 4 નાની સાઈઝના બટેટા
 • મીઠું સ્વાદાનુસાર
 • ½ ટે.સ્પૂન મરચાં પાવડર
 • ¼ ટી.સ્પૂન હળદર
 • ½ ટી.સ્પૂન જીરૂ
 • ચપટી હિંગ
 • ½ ટે.સ્પૂન ધાણા પાવડર
 • ½ ટી.સ્પૂન જીરૂ પાવડર
 • ½ ટી.સ્પૂન ગરમ મસાલો
 • 1 ટે.સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
 • 2 ટે.સ્પૂન કોથમીર ઝીણી સમારેલી
 • 3 ટે.સ્પૂન મેંદો
 • ½ ટી.સ્પૂન આમચૂર પાવડર

મેદાની રોટલીના પડ માટેઃ

 • 1 કપ મેંદો
 • મીઠું સ્વાદાનુસાર
 • ¼ ટી.સ્પૂન અજમો
 • મોવણ  માટે 3 ટે.સ્પૂન તેલ

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ મેંદામાં તેલ, મીઠું, તેમજ અજમાને હાથેથી મસળીને નાખવો જેથી સુગંધ સરસ આવશે. તેમજ આ બધી સામગ્રી મિક્સ કરીને તેમાં થોડું થોડું પાણી ઉમેરીને બહુ કડક નહીં કે બહુ ઢીલો નહીં એવો લોટ બાંધી દો. ત્યારબાદ આ લોટને ઢાંકીને 15 મિનિટ માટે એકબાજુએ મૂકી દો.

હવે બટેટાને ધોઈને કુકરમાં પાણી નાખીને વાસણમાં બાફવા મૂકો. આ કુકરની ત્રણ સિટી થવા દેવી. ત્યારબાદ કુકર અડધો કલાક પછી ખોલવું અને એક વાસણમાં બટેટાને છોલીને તેનો બારીક છૂંદો કરી લો. અને હા એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવું. ત્યારબાદ બાકીની સામગ્રી (3 ટે.સ્પૂન મેંદા સિવાયની) ઉમેરીને મિક્સ કરીને એકબાજુએ મૂકી દો.

હવે એક નાના બાઉલમાં 3 ટે.સ્પૂન મેંદો તેમજ ચપટી મીઠું ઉમેરી દો. અને થોડું થોડું પાણી ઉમેરીને પાતળી પેસ્ટ બનાવી લો.

પડ માટે બાંધેલો લોટ ફરી એકવાર થોડો કુણી લો. આ લોટના બે ભાગ કરો. તેમજ બટેટાના મિશ્રણના પણ બે ભાગ કરી લો.

હવે લોટનો એક ભાગ લઈ એને વેલણથી ગોળ અથવા લંબચોરસ રોટલો વણી લો. આ રોટલી જેટલી જાડાઈ રાખવી. મેંદાની વણેલી રોટલી ઉપર બટેટાના પુરણમાંથી એક ભાગ લઈ એકસરખું થાપીને, ફેલાવીને લગાડી દો.

એક છેડેથી રોટલીને બટેટાના પૂરણ સાથે રોલ વાળો (પાતરા વાળીએ એ રીતે). અને છેડા ઉપર મેંદાની પેસ્ટ લગાડી રોલને પેક કરી લો અને આ રોલના અડધા ઈંચના કટકા કરી લો. આ રીતે બધા રોલ તૈયાર થાય એટલે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. અને આ રોલને મેંદાની પેસ્ટમાં બોળીને તેલમાં તળી લો.

નોધ: પહેલાં ગેસની આંચ ફાસ્ટ રાખવી. રોલ નાખ્યા બાદ મધ્યમ ધીમી કરવી. રોલ ગોલ્ડન ક્રિસ્પી થાય એટલે કાઢી લેવા.

ખાટી-મીઠી ચટણી, કોથમીરની ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે આ રોલ પીરસવા

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *